________________
કોનો ભય છે?” થાવચ્ચપુત્રે કહ્યું- મૃત્યુનો. (જને મોતનો અને તે પછીની દુર્ગતિનો ભય લાગતો હોય, એને વિષયભોગમાં આનંદ આવતો નથી. અને આ ભય સામે તો કૃષ્ણ જેવા વાસુદેવ પણ શું કરી શકે ?) શ્રીકૃષ્ણ ‘એનો વૈરાગ્ય સાચો છે” એમ સમજી ગયા. પછી શ્રીકૃષ્ણ પોતે તેનો દીક્ષા ઉત્સવ કર્યો. થાવસ્ત્રાપુત્રે એક હજાર શ્રેષ્ઠી આદિસાથે દીક્ષા લીધી. અનુક્રમે ચૌદપૂર્વી થયા. સેલકરાજાને તથા તેના પાંચસો મંત્રીઓને શ્રાવક બનાવી સૌગંધિકા નગરીમાં આવ્યા.
તે સમયે વ્યાસનો શુક નામનો પુત્ર પરિવ્રાજક હતો. એને એક હજાર શિષ્ય હતા. તે ત્રિદંડ, કમંડલ, છત્ર, ત્રિકાષ્ઠી, અંકુશ, જનોઇ અને કેસરી નામનું વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતો હતો. તેના વસ્ત્ર ગેરુથી રંગેલા હતાં. તે સાંખ્ય શાસ્ત્રના તત્ત્વનો જ્ઞાતા હતો. પ્રાણાતિપાતવિરમણાદિ પાંચ યમ અને શૌચ (પવિત્રતા), સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના પરિવ્રાજક ધર્મની પ્રરૂપણા કરતો હતો. એના માર્ગમાં શૌચધર્મ મુખ્ય હતો. તેણે એ નગરના સુદર્શન નામના નગરશેઠ પાસે પૂર્વે પોતાનો શૌચમૂળ ધર્મ સ્વીકારાવ્યો હતો. થાવસ્ત્રાપુત્ર આચાર્યો તે સુદર્શન શેઠને જ પ્રતિબોધ કરી જૈનધર્મનો અંગીકાર કરાવ્યો. પછી સુદર્શન શેઠની સમક્ષ જ શુકપરિવ્રાજક થાવસ્ત્રાપુત્ર આચાર્યને પ્રશ્નો પૂછડ્યા ને થાવગ્ગાપુત્રે એના જવાબો આપ્યા... તે આ હતા...
શુક પરિવ્રાજક :- હે ભગવન! સરિસવય ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? થાવગ્સાપુત્ર :- હે શુક પરિવ્રાજક! સરિસવય ભક્ષ્ય છે અને અભક્ષ્ય પણ છે. તે આ રીતે - (૧) સરિસવય બે પ્રકારના છે. મિત્ર સરિસવય (સરખી ઉંમરના) અને બીજા ધાન્ય સરિસવય (= સરસવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, ૧) સાથે ઉત્પન્ન થયેલા ૨) સાથે વૃદ્ધિ પામેલા અને ૩) બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણ પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ્ય છે. ધાન્ય સરિસવય બે પ્રકારના છે. ૧) શસ્ત્રથી પરિત થયેલા અને ૨) શસ્ત્રથી પરિણત નહીં થયેલા. શસ્ત્રથી પરિણમેલા સરિસવય બે પ્રકારના છે. ૧) યાચિત ૨) અયાચિત. યાચિત સરિસવય પણ બે પ્રકારના છે. ૧) એષણીય ૨) અનેષણીય. એષણીય સરિસવય પણ બે પ્રકારના છે. ૧) લબ્ધ ૨) અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાસુક, અયાચિત, અનેષણીય અને અલબ્ધ એટલા પ્રકારના અભક્ષ્ય છે અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ (૨) કુલત્થ અને (૩) માસ પણ જાણવા. તેમાં એટલો જ વિશેષ કે માસ પણ ત્રણ પ્રકારના છે. એક કાલમાસ (મહિનો) બીજો અર્થમાસ (સોના-રૂપાના તોલમાં આવે છે તે) અને ત્રીજો ધાન્ય માસ (અડદ). [(૧) “modi mele3e''આ માગધી શબ્દ છે. 'meCMele3e''અને “male'' એ બે mamkale શબ્દનું માગધીમાં
mey melese'' એવું રૂપ થાય છે. સદૃશવય એટલે સરખી ઉમરનો અને સર્ષપ એટલે સરસવ. ૨) “KumLe'' શબ્દ માગધી છે. “કુલત્થ” (કળથી) અને “કુલી” એ બે સંસ્કૃત શબ્દોનું “કુલત્થ” એવું માગધીમાં એક જ રૂપ થાય છે. ૩) માસ (મહિનો), ce (અડદ) અને માસ (તોલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં came “એવું એક જ રૂપ થાય છે.]
આ રીતે થાવસ્ત્રાપુત્ર આચાર્યથી બોધ પામેલા શુક પરિવ્રાજકે પોતાના એક હજાર શિષ્યો સાથે દીક્ષા લીધી. થાવસ્ત્રાપુત્ર આચાર્ય પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા. પછી શુકાચા સેલકપુરના સેલક રાજાને તથા તેના પાંચસો મંત્રીને દીક્ષા આપી પોતે સિદ્ધિપદ પામ્યા.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૦૮