________________
શ્રી કેશી ગણધરે કહ્યું “તારી માતા સ્વર્ગસુખમાં મગ્ન હોવાથી તથા તારા પિતા પણ નરકની ઘોર વેદનાથી આકુળ હોવાથી અહીં આવી શક્યા નહીં. “અરણિ” ના લાકડાના ગમે તેટલા ઝીણા કટકા કરીએ, તો પણ તેમાં અગ્નિ દેખાતો નથી. છતાં એમાં અગ્નિ હોવો જેમ બધાને માન્ય છે, તેમ દેહના ટુકડા કરીએ છતાં જીવ હાથમાં ન આવે, એટલામાત્રથી એમાં પૂર્વે જીવનો અભાવ હતો એમ કહેવું યોગ્ય નથી. એજ રીતે ધમણ (કે ફુગ્ગા) વગેરેમાં હવા ભરતાં પહેલા કે પછી વજન કરતાં ફરક દેખાતો નથી, છતાં હવા ભરેલા ધમણ (કે ફુગ્ગામાં ) હવા છે, એ સ્પષ્ટ છે. કોઠીમાં પૂરાયેલો શંખવાદક શંખ ફૂંકે ત્યારે કોઠીમાંથી એ અવાજ જે રીતે બહાર આવે છે, એ રીતે આત્મા પણ વ્યાઘાત વિના જઇ શકે કે આવી શકે છે. આ રીતે શ્રીકેશી ગણધરે ‘જીવનું પણ અસ્તિત્વ છે' વગેરે વાતો યુક્તિથી સમજાવી. તેથી બોધ પામેલા શ્રી પ્રદેશી રાજાએ કહ્યું – “આપ કહો છો. એ વાત ખરી છે. પણ કુળપરંપરાથી આવેલું નાસ્તિકપણું શી રીતે છોડું ?” શ્રીકેશી ગણધરે કહ્યું – “જેમ કુળ પરંપરાથી આવેલી ગરીબી, રોગ, દુ:ખ આદિ પણ છોડવાલાયક જ ગણાય છે, એમ નાસ્તિકતા પણ ત્યાજ્ય જ છે. કોઈ પણ ધર્મ, આચાર વગેરે કુળપરંપરાથી આવવામાત્રથી સ્વીકાર્ય નથી બનતા, પણ વિવેકબુદ્ધિથી આત્મહિતકર લાગે એ જ ગ્રાહ્ય બને છે. આ સાંભળી પ્રદેશી રાજા સુશ્રાવક થયો.
એક વાર પ્રદેશી રાજાએ પૌષધ-ઉપવાસ કર્યો. એના પારણે પરપુરુષમાં આસ્તક થયેલી સૂર્યકાંતા રાણીએ ઝેર આપ્યું. આ વાત જાણી ગયેલા પ્રદેશી રાજા શ્રી ચિત્ર મંત્રીના હિતકર વચન સાંભળી રાણીપર દ્વેષ કરવાના બદલે સમાધિમાં જ રહ્યા પરિણામે. કરેલી આરાધનાના બળ પર સૌધર્મ (પ્રથમ) દેવલોકમાં ‘સૂર્યાભ' નામના વિમાનમાં સૂર્યાભદેવ તરીકે ઉત્પન્ન થયા. ઝેર આપનારી સૂર્યકાંતા “મેં ઝેર આપ્યું છે, તે વાતની ખબર પડી ગઈ છે.’ એમ જાણીને ડરીને જંગલમાં ભાગી ગઇ. પણ ત્યાં સાપના ડંસથી મરીને નરકમાં ગઇ.
એક વખત આમલકલ્પા નગરીમાં શ્રી વીર ભગવાન પધાર્યા. ત્યારે શ્રી સૂર્યાભદેવ ડાબા તથા જમણા હાથથી એકસો આઠ કુંવર તથા કુંવરીઓ પ્રગટ કરવા વગેરે દ્વારા ભગવાન આગળ દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયો. ત્યારે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વીરભગવાને સૂર્યાભદેવનો પૂર્વભવ તથા ભવિષ્યમાં ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. તદ્દન નાસ્તિક રાજા પણ શ્રી ગુરુમુખે ધર્મશ્રવણ કરી કેટલો શીધ્ર સુશ્રાવક થઇ તરી ગયો? આ રીતે પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે. શ્રી આમ રાજા શ્રી બપ્પભટ્ટસૂરિના અને શ્રી કુમારપાળ રાજા શ્રી હેમચંદ્રસૂરિના વચનો સાંભળી પ્રતિબોધ પામ્યા તે પ્રસિદ્ધ જ છે.
થાવગ્ગાપુત્રની કથા દ્વારકા નગરમાં અત્યંત સમૃદ્ધ ‘થાવચ્ચા” નામની સાર્થવાહી રહેતી હતી. એનો પુત્ર થાવચ્ચપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો. માતાએ એને બત્રીસ કન્યાઓ પરણાવી હતી. એક વાર શ્રી નેમિનાથ ભગવાનની દેશના સાંભળી પ્રતિબોધ પામેલો તે પરમ વૈરાગી થયો. માતાએ દીક્ષા લેતા રોકવા ઘણું સમજાવ્યો. પણ તે મક્કમ રહ્યો. તેથી માતા દીક્ષા મહોત્સવમાટે શ્રીકૃષ્ણ પાસે રાજચિહ્નો માંગવા ગઇ. ત્યારે શ્રીકૃષ્ણ એના ઘરે આવી થાવચ્ચપુત્રને કહ્યું – સાધુ થવાનું છોડ ને ભોગ ભોગવ. થાવસ્ત્રાપુત્રે કહ્યું - ભયભીત થયેલા માણસને ભોગમાં કશો સ્વાદ આવતો નથી. શ્રીકૃષ્ણે કહ્યું – “હું છું, પછી તને શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૦૭