________________
છેલ્લી વહુ સૌથી નાની હોવા છતાં એને ઘરની સ્વામિની બનાવી. સૌથી મોટી જે ઉજ્ઞિતા (ફેંકનારી) તરીકે પ્રસિદ્ધ થઇ, એને છાણ-લીંપણ સફાઇ કામ સોપાંયુ. બીજી ભોગવતી (ખાઇ જનારી) ને રસોઇ કામ સોંપાયું. ત્રીજી રક્ષિતા (દાબડીમાં રાખનાર) ને તિજોરી-ભંડાર રક્ષાનું કામ સોંપાયું. ચોથી વહુ વર્ણિકા-રોહિણી તરીકે ખ્યાતિ પામી.
પુત્રના પ્રત્યક્ષ (હાજરી)માં વખાણ કરવા નહીં. કહ્યું જ છે - ગુરુઓની એમની હાજરીમાં પ્રશંસા કરવી. મિત્ર અને સ્વજનોના એમની ગેરહાજરીમાં વખાણ કરવા. નોકર-ચાકરોની કામ પત્યા પછી પ્રશંસા કરવી. પરંતુ પુત્રોની અને મરી ગયેલી પત્નીની પ્રશંસા કદી નહીં કરવી. તેથી પુત્રની પ્રશંસા કરવાની ન હોય. છતાં પ્રશંસા કર્યા વિના ચાલે એમ ન હોય (એને ખોટું લાગી જવું વગેરે થાય)ને ક૨વી પડે એમ હોય, તો પણ એની હાજરીમાં એના વખાણ નહીં કરવા; કેમકે એમ કરવાથી એનામાં ગુણની વૃદ્ધિ થતી નથી, પણ અભિમાનવગેરે આવી જાય છે. (પોતાને હોંશિયાર માની લેવાથી એનો વિકાસ અટકી જાય છે.)
એ જ રીતે જુગાર વગેરે વ્યસનોમાં પડેલાનું નિર્ધનપણું, અપમાન, તિરસ્કાર, માર પડવો વગેરે દુઃખદાયક અવસ્થાઓનું વર્ણન કરવું. એ સાંભળી પુત્રો એવા વ્યસનોમાં ફસાતા નથી. તથા પિતાએ કેટલી કમાણી થઇ, કેટલો ખર્ચ થયો અને ખર્ચ બાદ કરતાં શું બચ્યું? એ બધો હિસાબ પણ પુત્રપાસે જ કરાવવો જોઇએ, જેથી પોતાની પ્રભુતા અને પુત્રની સ્વચ્છંદતા બંને નાશ પામે છે. પુત્રને પિતાએ રાજસભામાં પણ ક્યારેક ક્યારેક લઇ જવો, કેમકે ક્યારેક ભાગ્યયોગે નહીં કલ્પેલી આપત્તિ આવી પડે, ત્યારે જો રાજસભાના વ્યવહારોથી અપરિચિત હોય; તો ગભરાઇને ભાગી જવાના વિચારથી સ્વસ્થતાથી ઊભો રહી શકે નહીં ને પોતાના પક્ષની વાત રજુ કરી શકે નહીં. એ જોઇ બીજાની સમૃદ્ધિ નહીં જોઇ શકનારા ને તેથી નિષ્કારણ વૈરી બનેલા દુષ્ટ પુરુષો એને વધુ મુશ્કેલીમાં મુકી દે છે. તેથી પિતાએ પુત્રને પહેલેથી જ રાજસભાનો પરિચય કરાવી દેવો. કહ્યું જ છે - રાજકુલમાં જવું જોઇએ ને ત્યાં રાજાથી પૂજાયેલા લોકોને મળતા રહેવું જોઇએ. કદાચ એથી કોઇ પ્રયોજન ન પણ સરે, તો પણ એથી જ અનર્થો પણ દૂર થાય છે.
એ જ રીતે પુત્રને બીજા દેશોવગેરેના આચાર-વ્યવહારનું જ્ઞાન પણ આપવું, કેમકે જો તેવા કોક પ્રયોજનથી તેને વિદેશમાં જવું પડે, તો એ દેશના આચારવગેરેનો જાણકાર નહીં હોવાથી ત્યાંના લોકો સહેલાઇથી એને વૈદેશિકતરીકે ઓળખી લઇ સરળતાથી એને આપત્તિમાં નાખી શકે. આ જ રીતે પુત્રની જેમ પુત્રીવગેરે સાથે, અને પિતાની જેમ માતાવગેરે સાથે તથા પુત્રવધુ વગે૨ે સાથે જેની સાથે જેવો સંભવે એવો ઉચિત વ્યવહાર કરવો. ખાસ કરીને ઓરમાન ભાઇ સાથે વિશેષથી ઉચિતતા જાળવવી. કેમકે એના મનમાં ‘મને ઓછું મળશે' એવી ગ્રંથી બંધાઇ ગયેલી હોય છે. જેમકે એક બાળકની સાવકી માતાએ અડદની રાબ આપી, તો એમાં કાળું કાળું જોઇ ખોટી કલ્પના કરી એ બાળકે ઊલટી કરી નાખી.
સ્વજનોસાથે ઉચિત વ્યવહાર
સ્વજનો સાથેનો ઉચિત વ્યવહાર એ છે કે પોતાના ઘરમાં પુત્રજન્મ વગેરેરૂપ વૃદ્ધિ-મંગળકારી કાર્યોમાં એમને બોલાવી એમનું સન્માન કરવું જોઇએ. તથા તેઓની હાનિમાં પણ તેમની પડખે રહેવું શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૬૩