________________
જોઇએ. અહીં સ્વજનો ૧) પિતાના સંબંધથી ૨) માતાના સંબંધથી અને ૩) પત્નીના સંબંધથી જેઓ જોડાય છે તે ગણવાના છે. જેમ આપણા પ્રસંગે એમને બોલાવવાના છે, એમ પોતે પણ એમના સારા માઠાં પ્રસંગે હંમેશા એમની સાથે-પડખે રહેવું જોઇએ. એમાં પણ તેઓનો વૈભવની ક્ષીણતામાંથી અને રોગની પીડામાંથી ઉદ્ધાર થાય એ માટે પ્રયત્ન કરવો. કહ્યું જ છે - રોગવખતે, આપત્તિ આવ્યે, દુર્ભિક્ષ કાળમાં, શત્રુત૨ફથી સંકટ આવે ત્યારે, રાજદ્વારે અને સ્મશાનમાં જે સાથે ઊભો રહે છે, તે જ ખરો બાંધવ-સ્વજન છે. સ્વજનનો ઉદ્ધાર એ તત્ત્વથી પોતાનો જ ઉદ્ધાર છે કેમકે અરઘટ્ટમાં રહેલા ઘડાઓની જેમ જીવોને પ્રાય: પૂર્ણતા અને ખાલીપો અનૈકાંતિક છે (= કાયમી નથી). ક્યારેક દુર્ભાગ્યથી પોતાને પણ એવી કષ્ટદાયક અવસ્થામાંથી પસાર થવાનું થાય, ત્યારે પૂર્વે ઉપકાર કરાયેલા એ સ્વજનોની સહાયથી જ એ કષ્ટમાંથી ઉદ્ધાર થઇ શકે. તેથી જ સમય આવ્યે અવશ્ય સ્વજનોનો ઉદ્ધાર કરવો.
તથા તેઓનું પૃષ્ઠમાંસ ખાવું નહીં - એટલે કે તેમની ગેરહાજરીમાં તેમની નિંદા કરવી નહીં. તથા શુષ્ક કલહ ક૨વો નહીં. એટલે કે મજાક-મશ્કરીમાં પણ એવો નિરર્થક વાદવિવાદ કરવો નહીં કે જેથી લાંબા કાળથી ચાલી આવતો પ્રેમભાવ નાશ પામી જાય. તેમના દુશ્મનો સાથે સંબંધ રાખવો નહીં, ને તેમના મિત્રોસાથે મૈત્રી ક૨વી. એ સ્વજનની ગેરહાજરીમાં એમના ઘરે જવું નહીં. એમની સાથે પૈસાનો વ્યવહાર કરવો નહીં. ગુરુ-દેવ અને ધર્મના કાર્યોમાં પરસ્પર એકચિત્તવાળા થવું. સ્વજન પુરુષ પરદેશ ગયો હોય ને ઘરમાં એકલી તેની પત્નીવગેરે સ્ત્રી જ રહેતી હોય, તો તે સ્વજનના ઘરે ક્યારેય પણ એકલા જવું નહીં. સ્વજનો સાથેનો અર્થ (ધન) સંબંધી વ્યવહાર ભલે શરુઆતમાં કાંક પ્રેમ વધારતો દેખાય-મીઠો લાગે, પણ છેવટે તો એ વિરોધભાવ જ ઊભો કરાવે છે, કહ્યું જ છે કે - જો ગાઢ પ્રેમ જોઇતો હોય, તો ત્રણ વસ્તુ કરવી નહીં... ૧) વ્યર્થ વાદવિવાદ ૨) અર્થ વ્યવહાર અને ૩) એની ગેરહાજરીમાં એની પત્નીને મળવું.
આલોકના કાર્યોમાં પણ સ્વજનોસાથે મેળ રાખીને એકચિત્તવાળા થઇને કાર્ય કરવાથી જ ભવિષ્યમાં હિત થાય છે. દેરાસ૨વગે૨ે પારલૌકિક હિતકર કાર્યોમાં તો આ રીતે મેળ રાખવો ખાસ જરુરી છે, કેમકે એ કાર્યો એકલાથી પતતા નથી, ઘણાનો આધાર રાખવો પડતો હોય છે, તેથી જ મેળ રાખીને કામ કર્યું હોય, તો એ કામ સારી રીતે પાર પણ પડે છે ને શોભા પણ વધે છે. તેથી એ કાર્યો સર્વસંમતિથી થાય એ માટે સ્વજનોસાથે મેળ રાખી જ કામ કરવું. અહીં પાંચ આંગળીઓનું દૃષ્ટાંત છે. પાંચ આંગળીઓનું દૃષ્ટાંત
લેખન, ચિત્રકામવગેરે પ્રાય: બધા કાર્યોમાં, તથા એ બતાવવામાં, ઉત્કૃષ્ટતાનું વર્ણન ક૨વામાં, બીજાની તર્જના (-તિરસ્કાર) કરવામાં, ચીમટુ ભરવું વગેરેમાં ખાસ કુશળ હોવાથી ગર્વથી ભરાયેલી તર્જની (અંગુઠા પછીની તરતની આંગળી) એ મધ્યમા (વચલી-મોટી) આંગળીને કહ્યું - તારામાં કયા ગુણો છે? ત્યારે મધ્યમાએ કહ્યું - હું મુખ્ય છું. કેમકે સૌથી મોટી છું... મધ્યમાં રહી છું. (મધ્યસ્થ છું.) વળી, તંત્રી (તંબુરા જેવું વાજિંત્ર) ગીત, તાલ વગેરે કાર્યોમાં કુશળ છું. જ્યારે કોઇ કાર્ય અંગે ઉત્સુકતા હોય, ત્યારે ચપટી વગાડી સંકેત કરનારી છું. ચપટી વગાડીને દોષ, છળ વગેરેનો નાશ કરું છું. અને ટચકારાથી શિક્ષા કરનારી છું. એ જ રીતે પૂછાયેલી અનામિકાએ કહ્યું - દેવ, ગુરુ, સ્થાપનાચાર્ય, સાધર્મિકવગેરેની નવાંગ ચંદનપૂજા, મંગળમય સાથિયો, નંદાવર્ત વગેરે કરવામાં, પાણી, ચંદન,
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૬૪