________________
તથા ઉત્તમ પુરુષો સાથે મૈત્રી કરાવવી.
ગુરુવગેરે સાથે પરિચય થાય, તો વલ્કલચીરીની જેમ બાળપણથી જ ધર્મના સારા સંસ્કારાથી વાસિત થાય. જેઓ કુળથી, જાતિથી અને આચારથી ઉત્તમ છે. તેઓ સાથેની મૈત્રીથી કદાચ ભાગ્યયોગે ધન વગેરેનો લાભ ન પણ થાય, તો પણ અનર્થ તો ન જ થાય. અભયકુમાર સાથેની મૈત્રી અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલા આર્દ્રકુમાર માટે એ જ ભવમાં મોક્ષનું કારણ બની. પછી પુત્રને સમાન કુલમાં જન્મેલી રૂપયુક્ત કન્યાસાથે પરણાવવો અને ઘરનો ભાર ઉઠાવવાના કાર્યમાં જોડવો ને છેવટે ક્રમશ: ઘરનો સ્વામી બનાવવો. જો કુલ-રૂપવગેરેથી સમાન નહીં હોય એવી કન્યાસાથે પરણાવે, તો એમનું દામ્પત્યજીવન વિડંબનામાત્ર બની રહે ને પરસ્પર વિરક્ત થઇ જાય, તો અનુચિત પ્રવૃત્તિ પણ કરી નાખે.
એવું સંભળાય છે કે ધારાનગરમાં ભોજરાજાનું રાજ્ય હતું, ત્યારે એક ઘરમાં પુરુષ અત્યંત કદરૂપો અને નિર્ગુણ હતો. એની પત્ની અત્યંત સ્વરૂપવાન અને ગુણવાન હતી. બાજુના ઘરમાં એથી બરાબર વિપરીત પરિસ્થિતિ હતી. એકવાર એક ચોરે આ બંનેના ઘરમાં ચોરી માટે ખાતર પાડ્યું. બંનેના ઘરમાં વારાફરતી ઘુસ્યો. એ વખતે બંને ઘરમાં થતી વાતો વગેરે એ જાણી ગયો કે બંને ઘરમાં કજોડા છે. તેથી જ્યારે બધા સુઇ ગયા, ત્યારે બંનેની પત્નીઓની અદલાબદલી કરી નાખી. સ્વરૂપવાન અને ગુણવાન પુરુષને એવી જ સ્ત્રી મળવાપર એ બંને જે અત્યારસુધી ઉવિગ્ન હતા એ હવે પ્રસન્ન થઇ ગયા. આ બાજુ બેડોળ પુરુષને હવે એવી જ સ્ત્રી મળી, તેથી એણે રાજાની સભામાં જઇ ફરિયાદ કરી. એમાંથી વિવાદ થયો. ત્યારે રાજાએ આ કામ કોણે કર્યું - એ જાણવા પટહ વગડાવી નગરમાં ઘોષણા કરાવી. ચોરે આવી રાજાને કહ્યું - રાતના રાજા અને પરદ્રવ્યને હરી લેનારા એવા મેં (આ વિશેષણ રાજાને પણ લાગુ પડે) ભાગ્યે સર્જેલો માર્ગ લોપ્યો છે અને રત્નનો રત્ન સાથે મેળાપ કરાવી દીધો છે. આ સાંભળી હસી પડેલા રાજાએ એના કાર્યને પ્રમાણભૂત રાખ્યું.
| વિવાહભેદ વગેરે વાત આગળ કહેવાશે. પુત્રને ઘરનો ભાર સોંપવાથી પુત્ર નિરંતર એની ચિંતામાં વ્યસ્ત થવાથી સ્વચ્છંદતા, ઉન્માદ વગેરેથી બચી જાય છે. એને હવે ખબર પડે છે કે ધન ઘણી મહેનતે પ્રાપ્ત થાય છે. તેથી તે ખોટા ખર્ચા બંધ કરી દે છે. અને અવસરે પુત્રને ઘરનો સ્વામી બનાવવો. પુત્ર પણ પિતા જેવા વડીલ તરફથી આ અધિકાર મેળવે તો જ એની પ્રતિષ્ઠા પણ વધે છે. જો નાનો પુત્ર યોગ્ય હોય, તો તેને ઘરનો ભાર સોંપવોવગેરે કરવું. એ બાબતમાં સારી રીતે પરીક્ષા કરી પછી યોગ્ય નિર્ણય કરવો. યોગ્યને સોંપાય, તો જ ઘર ચાલે ને ઘરની શોભા પણ વધે. પ્રસેનજિત રાજાને સો પુત્રો હતા. એમાં કોણ રાજ્ય માટે યોગ્ય છે એ જાણવા જુદી જુદી પરીક્ષાઓ કરી. એ દરેકમાં શ્રેષ્ઠ સાબિત થયેલા સૌથી નાના સોમા પુત્ર શ્રેણિકને રાજ્ય સોંપ્યું. આ દૃષ્ટાંત છે.
પુત્રની જેમ પુત્રી, ભત્રીજીવગેરે સાથે યથાયોગ્ય ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરવો. આ જ રીતે પુત્રવધુ અંગે સમજવું. પુત્રવધુઓમાં જે સૌથી સમર્થ હોય, તેને ઘર કાર્યમાં આગળ કરવી. અહીં દૃષ્ટાંત બતાવે છે કે
ધન શ્રેષ્ઠીએ પોતાની ચાર પુત્રવધુઓને શાલિ ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા. વર્ષો પછી પાછા માંગ્યા. ત્યારે એકે ફેંકી દીધેલા, બીજી ખાઇ ગયેલી, ત્રીજીએ દાબડીમાં સાચવી રાખેલા અને ચોથીએ પોતાના ભાઇના ખેતરમાં વાવણીઓ કરાવી ખૂબ વૃદ્ધિ કરી હતી. આ વાત જાણી ધન શેઠે એ ૧૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ