________________
કાર્ય કરવું જોઇએ. જો એમ નહિ કરે, તો કાર્ય સિદ્ધ તો નહીં જ થાય; સાથે શરમાવું પડે, મશ્કરી થાય, હલકાઇ થાય, લક્ષ્મી અને બળની હાનિ થાય. બીજાઓએ પણ કહ્યું છે - આ કયો દેશ છે? કોણ મિત્રો છે? કયો કાળ છે? આવક જાવક શું છે? હું કોણ છું ? મારી શી શક્તિ છે? આ બધી બાબતોનો વારંવાર વિચાર કરવો જોઇએ.
શીધ્ર હાથમાં આવેલા, વિપ્ન વિનાના, તથા કાર્ય માટે જરૂરી સાધનોથી યુક્ત થયેલા કારણો જ કહે છે કે આગળ સિદ્ધિ છે. પ્રયત્ન વિના પ્રાપ્ત થતી અને પ્રયત્ન કરવા છતાં નાશ પામતી લક્ષ્મી જ કહી દે છે કે તમારો પુણ્યોદય ચાલે છે કે પાપોદય? (પછી એ પ્રમાણે જ સાવધ રહેવું.)
વેપારમાં વ્યવહાર શુદ્ધિ ચાર પ્રકારે છે (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ. તેમાં દ્રવ્યથી વિચાર કરતાં પંદર કર્માદાનો વગેરેમાં કારણ બનતી વસ્તુનો વેપાર સર્વથા છોડી દેવો. (એનો વેપાર કરવો નહીં) કેમકે જે ધર્મબાધક બને અને જે યશમાં બાધક બને, તેવી વસ્તુ ઘણો લાભ થતો હોય તો પણ પુણ્યના ઇકે ગ્રહણ કરવી નહીં.
તૈયાર થયેલા વસ્ત્રો, સૂતર, નાણું (ધીરધાર) અને સોના ચાંદી વગેરેનો વેપાર પ્રાયઃ નિર્દોષ છે. (અહીં નિર્દોષ એટલે ઘણા પાપઆદિમાં કારણ ન બને તે સમજવું) વેપારમાં જે જે રીતે આરંભ (હિંસાદિ) ઓછા થાય, તેમ તેમ કરવું. દુકાળવગેરે કારણે બીજી કોઇ રીતે નિર્વાહ થતો ન હોય, ને ઘણા આરંભવાળા ખરકર્મ (અંગારા પાડવા વગેરે કાર્યો) વગેરે પણ જો કરવા પડે, તો પણ તેમાં પોતાની ઇચ્છા મેળવવી નહીં, પોતાની નિંદા કરે અને દયાના પરિણામ ટકાવી રાખે.
આગમમાં ભાવશ્રાવકના લક્ષણમાં કહ્યું જ છે કે- તીવ્ર આરંભનો ત્યાગ કરે. (અપવાદપદે) નિર્વાહ ન થતો હોય, તો ઇચ્છા વિના એ કરે. તથા બધા જીવોપર દયાળુએ આરંભત્યાગી (સાધુઓ) ની સ્તવના કરે, કે તે મહામુનિઓને ધન્ય છે કે જેઓ મનથી પણ બીજાને પીડા આપતા નથી તથા આરંભ અને પાપના ત્યાગી થઇ ત્રણ કોટિ શુદ્ધ આહારાદિ જ વાપરે છે. (ત્રણ કોટિ - કરવું, કરાવવું, અને અનુમોદન - અનુમતિ આપવી. મુનિઓ આ ત્રણ રીતે પાપકાર્યના ત્યાગી છે.)
વેપાર કરતી વખતે નહીં જોયેલો અને પરીક્ષા નહીં કરાયેલો માલ લેવો નહીં. ઘણા પ્રકારનો માલ સાથે લેવાનો હોય ને માલ શંકાસ્પદ હોય, તો એ માલ એકલાએ નહીં લેવો પણ ઘણા ભેગાની સાથે જ લેવો, તેથી વિષમતા ઊભી થાય, તો બધા એક બીજાના સહાયક બની શકે.(નુકસાન પણ એકના માથે ન આવે.) કહ્યું જ છે કે વેપારી જો ધન ઇચ્છે છે, તો એણે નહીં જોયેલા માલ માટે બાનું (અગાઉથી અપાતી અમુક રકમ) નહીં આપવું. તથા એવો માલ ઘણાની સાથે જ લેવો. (આ દ્રવ્યત: વિચાર થયો).
હવે ક્ષેત્રશુદ્ધિ બતાવે છે - જ્યાં રાજા તરફથી કે દુમન રાજા તરફથી ઉપદ્રવ ન હોય, મંદી ન હોય, વ્યસન (આપત્તિ) ન હોય, તથા ધર્મસામગ્રી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી હોય; એવા ક્ષેત્રમાં વેપાર કરવો. બીજે બહુ લાભ થતો હોય તો પણ જવું નહીં. (વિદેશ કે ધર્મહીન સ્થાનોએ જવું નહીં.)
કાળશુદ્ધિ – પર્યુષણવગેરે ત્રણ અઠ્ઠાઈઓ, જે કુલ તો છ છે- ત્રણ ચોમાસી, બે શાશ્વતી ઓળી અને પર્યુષણ, પણ ચોમાસી, ઓળી અને પર્યુષણ એ રીતે વિવિક્ષા કરીએ તો ત્રણ) પર્વતિથિઓ વગેરે જે આગળ બતાવાશે, એ દિવસોમાં વેપાર નહીં કરવો, તથા વર્ષાકાળ વગેરે જે કાળ ચાલતો હોય, તેથી વિરુદ્ધનો ૧૨૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ