________________
વેપાર નહીં કરવો.
ભાવથી અનેક ભેદો છે. તે આ પ્રમાણે - ક્ષત્રિય વેપારી અને રાજા વગેરે સાથે થોડો પણ વેપાર કરવો પ્રાય: લાભકારી થતો નથી. જેમની પાસેથી પોતાના હાથે આપેલા પૈસા પણ પાછા માંગતા ભય લાગે, તેમની સાથે કરેલો થોડો પણ વેપાર છેવટે સારા પરિણામવાળો શી રીતે થઇ શકે? કહ્યું જ છે કે... ઐશ્વર્ય ઇચ્છતા શ્રેષ્ઠ વણિકે બ્રાહ્મણો સાથે અને શસ્ત્ર રાખવાવાળા વેપારીઓ સાથે ક્યારેય પણ વેપાર કરવો નહીં.
પછી વિરોધ કરવાવાળા કોઇની પણ સાથે ઉધારથી ધંધો કરવો નહીં. કેમકે- સંગ્રહ કરી રાખ્યો હોય, તો અવસરે વેંચવાથી ધનની કમાણી પણ થાય. પણ વેરીઓ અને લડવાના સ્વભાવવાળાઓને ઉધાર આપવામાં તો એ પણ થાય નહીં. નટ, વિટ (વ્યભિચારી-શઠ, વેશ્યા અને જુગારીને તો વિશેષથી ઉધાર આપવું નહીં, કેમકે એમાં (નફો તો છોડો) મૂળનો પણ નાશ થાય છે.
વ્યાજનો (ધીરધારનો) ધંધો પણ અપાતી રકમ કરતાં વધુ મૂલ્યવાળી ચીજ ગીરવે રખાવવાપૂર્વક ઉચિત રીતે જ કરવો. જો ગીરવે મુકાવ્યું ન હોય અથવા અલ્પ મૂલ્યવાળું ગીરવે રખાવ્યું હોય, તો પોતાને ધનમાટે ઉઘરાણી કરવાનો અવસર આવે. એમાં ઘણો ક્લેશ થાય. વિરોધ થાય એમાં ધર્મ પણ બરાબર થઇ શકે નહીં, પેલા લોકો પકડી રાખે વગેરે ઘણા અનર્થની આપત્તિ આવે.
ઉધાર આપવા અંગે મુગ્ધની કથા સંભળાય છે કે – જિનદત્ત શેઠને નામથી (અને સ્વભાવથી પણ) મુગ્ધ નામનો પુત્ર હતો. પિતાની મહેરબાનીથી લીલાલહેર કરતો હતો. પિતાએ એને સમકતધારી – જૈનકુલના શેઠ શ્રીનંદિવર્ધનની કન્યા મોટા ઉત્સવ સાથે પરણાવી. મરતી વખતે શેઠે પુત્રની મુગ્ધતા જોઇ ગૂઢાર્થવાળા વાક્યોથી હિતશિક્ષા આપી કે – હે વત્સ! (૧) બધે દાંતથી વાડ કરવી. (૨) બીજાના લાભની વાત ધન આપીને કરવી. (૩) પત્નીને બાંધીને મારવી (૪) મિષ્ટ ભોજન જ કરવું (૫) સુખેથી સવું (૬) ગામે ગામ ઘર કરવા. (૭) ગરીબી આવી જાય તો ગંગા તટે ખોદવું. જો આ વાક્યોનો અર્થ નહીં સમજાય, તો પાટલીપુત્રમાં મારા મિત્ર સોમદત્ત શેઠને પૂછવું.
પિતાના વચનોના ભાવાર્થને નહીં સમજેલા મુદ્દે તો શબ્દાર્થને પકડી વ્યવહાર કરવા માંડ્યો. એમ કરવા જતાં બિચારો પૈસેટકે ખુવાર થઈ ગયો. માર ખાઇને ત્રાસેલી પત્ની પણ એનાથી કંટાળી પિયર ભેગી થઇ ગઇ. કામ બધા સાદાવા માંડ્યા ને પૈસા તુટવા માંડ્યા. લોકોએ પણ એની મહામુર્ખ તરીકે મશ્કરી કરવા માંડી. તેથી તે કંટાળી સલાહ લેવા પાટલીપુત્ર ગયો. ત્યાં સોમદત્ત શેઠને મળ્યો. પિતાજીએ અંતિમ સમયે કહેલા વાક્યો કહી સોમદત્તને એ વાક્યોનો ભાવાર્થ પૂછ્યો. એણે કહ્યું - દાંતથી વૃત્તિ કરવી એનો અર્થ છે બધાને પ્રિય અને હિતકર જ કહેવું. (૨) બીજા વાક્યનો અર્થ છે કે અધિક મૂલ્યનું ગીરવે લઇ વગેરે રીતે એવી રીતે બીજાને ધન આપવું કે પેલો એ ધન સામેથી આપી જાય. (૩) પત્નીને બાંધીને મારવી; એટલે પત્ની બાળકવાળી થાય, પછી જ એનાપર કડક થવું, નહિતર એ રોષ પામીને પોતાને પિયર ચાલી જાય કે કૂવામાં પડી આપઘાત કરે. (પુત્રના કારણે માતૃત્વભાવથી બંધાયેલી એ ખોટું પગલું નહીં ભરે) (૪) મિષ્ટભોજી બનવું એટલે જ્યાં આદર મળતો હોય, ત્યાં જ જમવું. આદર એ જ મિષ્ટ ભોજન છે. અનાદરવાળાને ત્યાં જમવું નહીં. (૫) સુખે સુવું શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૨૩