________________
અનુસરીને આપવું એ જીત વ્યવહાર છે. હાલમાં આ જીતવ્યવહાર મુખ્ય છે.
૪. અપવ્રીડક – શરમ છોડાવે છે. આલોચક શિષ્ય શરમથી બરાબર ન કહેતો હોય, તો તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથાઓ એવી રીતે કહે કે, તે સાંભળતાં જ તે શરમ છોડી સારી રીતે આલોવે. ૫. આલોચણા કરનારની સમ્યક્ પ્રકારે શુદ્ધિ કરે એ પ્રકુર્તી છે. ૬. આલોચકે પોતાના કહેલા અપરાધ વગેરે બીજા કોઇને કહે નહીં, તે અપરિસ્ત્રાવી. ૭. જે જેટલું પ્રાયશ્ચિત્ત રૂપે કરી શકે, તેને તેટલું જ પ્રાયશ્ચિત્ત આપે તે નિર્યાપ છે. ૮. સમ્યકુ આલોચણા અને પ્રાયશ્ચિત્ત નહીં કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલું દુ:ખ થાય છે? તે બતાવે, તે અપાયદર્શી. આલોચણા કરવાના શુભ પરિણામથી ગુરુ પાસે જવા નીકળેલો ભવ્ય જીવ જો કદાચ આલોચણા વિના વચ્ચે જ કાળ કરી જાય, તો પણ તે આરાધક થાય છે.
સાધુએ અથવા શ્રાવકે પહેલાં તો પોતાના ગચ્છના જ જે આચાર્ય હોય, તેમની પાસે આલોચણા લેવી. તેમનો જોગ ન હોય, તો પોતાના જ ગચ્છના ઉપાધ્યાય, તે ન હોય, તો પોતાના જ પ્રક સ્થવિર અથવા ગણાવચ્છેદનની પાસે આલોચણા કરવી. પોતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચેનો જોગ ન હોય, તો સાંભોગિક = સમાન સામાચારીવાળા બીજા ગચ્છના આચાર્ય આદિ પાંચમાંથી જેમનો જોગ મળે, તેમની પાસે આલોચણા કરવી. સમાન સામાચારીવાળા પરગચ્છના આચાર્યાદિ પાંચેનો યોગ ન હોય તો ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાર્યાદિકમાંથી જેમનો યોગ હોય તેમની પાસે આલોચણા કરવી. એ પણ શક્ય નહીં થાય, તો ગીતાર્થ પાસસ્થાની (શિથિલાચારી) પાસે આલોચણા કરવી. તેમ ન બને તો ગીતાર્થ સારૂપિક પાસે આલોચના કરવી. એ શક્ય નહીં થાય, તો ગીતાર્થ પશ્ચાત્કૃત પાસે આલોચણા કરવી. સફેદ કપડાં પહેરનારો, મુંડન કરાવનારો, કછોટી વિના ધોતીયું પહરનારો, રજોહરણ વગરે નહીં રાખનારો, બ્રહ્મચર્ય પાળનારો, અપરણીત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કરનારો એવો હોય તે સારૂપિક કહેવાય છે. શિખા અને પત્ની સહિત હોય, તે સિદ્ધપુત્ર કહેવાય. ચારિત્ર તથા સાધુનો વેષ મુકી ગૃહસ્થ થયેલો પશ્ચાદ્ભૂત કહેવાય છે.
ઉપર કહેલા પાસત્કાદિકને પણ ગુરુની માફક વંદન વગેરે યથાવિધિ કરવું, કારણ કે ધર્મનું મૂળ વિનય છે. જો પાસત્કાદિક પોતાને ગુણ રહિત માને તેથી જ તે વંદના ન કરાવે, તો તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરી આલોચના કરવી. ઉપર કહેલા પાસત્કાદિકનો પણ યોગ ન મળે, તો રાજગૃહી નગરીમાં ગુણશીલાદિ ચૈત્યમાં કે જ્યાં ઘણીવાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહાપુરુષોને પ્રાયશ્ચિત્ત આપતાં જોયા હોય, ત્યાં તે સમ્યગ્દષ્ટિ દેવને અટ્ટમવગેરે તપથી પ્રસન્ન કરી તેની પાસે આલોચણા લેવી. કદાચ તે સમયનો દેવ ચ્યવી ગયો હોય અને બીજો ઉત્પન્ન થયો હોય, તો તે મહાવિદેહક્ષેત્રમાં જઇ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે.
તેમ પણ ન બને, તો ગીતાર્થ સાધુ અરિહંતની પ્રતિમા આગળ આલોચના કરી પોતે જ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. અરિહંતની પ્રતિમાનો પણ જોગ ન હોય, તો પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી અરિહંતોની તથા સિદ્ધોની સમક્ષ આલોવે. પણ આલોચના કર્યા વગર ન રહે. કેમકે, શલ્ય સહિતનો જીવ આરાધક કહેવાતો નથી. અગીતાર્થ (પ્રાયશ્ચિત્ત સંબંધી ગ્રંથો નહીં ભણેલો) સાધુ ચારિત્રની શુદ્ધિ કેવી રીતે થાય તે જાણતો નથી. તેથી ઓછું-વતું પ્રાયશ્ચિત્ત આપી પોતાને અને આલોચક શિષ્યને સંસારસાગરમાં પાડે છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૪૭