________________
સ્વરૂપને જાણ્યા વિના શી રીતે આની સાથે યુદ્ધ થાય? તરાપામાત્રથી (નાની હોડી માત્રથી) અપાર સાગર કેવી રીતે કરી શકાય? આમ વિચારી ત્રાસ પામેલા ને તેથી જ પરાક્રમ ગુમાવી ચુકેલા તે સૈનિકો શિયાળની જેમ પાછા ફરી બાળકો જેમ મા-બાપ આગળ જેવું બન્યું તેવું કહે, એમ વિદ્યાધર રાજા આગળ બધી વાત કરી.
આ સાંભળી અત્યંત ક્રોધથી ભરાયેલા વિદ્યાધર રાજાએ સૈનિકોને કાયર કહી ધિક્કાર વરસાવી કહ્યું – અરે! તમે જુઓ મારી આગળ એ પોપટ કે એ કુમારની શી તાકાત છે? આમ કહી દસ મુખ બનાવી, વીસ હાથ તૈયાર કરી તલવાર, ઢાલ, ભાલો, ધનુષ્ય, બાણ, શંખ, નાગપાશ, ચક્ર વગેરે શસ્ત્રો એક એક હાથમાં ધારણ કર્યા. એક મોંઢેથી મોટેથી હુંકારો કર્યો, બાકીના મોંઢેથી સિંહગર્જના વગેરે ચેષ્ટાઓ કરતો કરતો દશે દિશાને ધ્રુજાવતો વીશ આંખોથી પણ જોડકા-જોડકાથી સૈનિકોતરફ ધિક્કારથી, પોપટતરફ દયાભાવથી, હંસતરફ પ્રણયભાવથી, મોરને કૌતુકભાવથી, જિનપ્રતિમાને ભક્તિભાવથી, કુમારને રોષભાવથી ઈત્યાદિરીતે ભાવો વ્યક્ત કરતો કરતો ત્યાં આવ્યો.
આના આવા સ્વરૂપને જોઇ પોપટ ડરી ગયો ને કુમારના શરણમાં લપાઇ ગયો. ત્યારે વિદ્યાધર રાજાએ કુમારને ધુત્કારભાવે કહ્યું – તું અહીંથી જલ્દીથી ભાગી જા, નહિતર ખતમ થઇ જઇશ. મારા જીવિતસર્વસ્વ જેવી આ હંસીને પોતાના ખોળામાં રાખતા તને શરમ નથી આવી? નિર્લજ્જ! મયાર્દાહીન! હજી મારી સામે ઊભો છે? ઇત્યાદિ રીતે કુમારને ડરાવવાનો રાજાએ પ્રયત્ન કર્યો ત્યારે પોપટ “શું થશે?” એવી આશંકાથી, કૌતુકભાવે મોર અને ભયભીતભાવે કન્યા અને હંસી જોવા માંડ્યા. ત્યારે કુમારે હસીને કહ્યું – અરે ! ફોગટ ડરાવવાની ચેષ્ટા છોડો. એવી ચેષ્ટા બાળક આગળ શોભે. મારા શરણે આવેલી આ હંસીને હું મુકીશ નહીં. છતાં જો તમે લેવાની કોઇ ચેષ્ટા કરશો, ને દૂર થશો નહીં, તો તમારા દસ માથા દશે દિશાના સ્વામીઓને બલિ તરીકે ચઢાવીશ. એજ વખતે ચંદ્રચુડદેવ પણ મોરનું રૂપ છોડી દેવનું રૂપ ધારણ કરી વિવિધ શસ્ત્રો સાથે રત્નસાર પાસે આવીને ઊભો રહ્યો. સુકતજન્ય પુણ્યની કેવી બલિહારી ! દેવે રત્નસારને કહ્યું - હે કુમારેન્દ્ર ! તમે ઇચ્છા મુજબ યુદ્ધ કરો. હું તમને શસ્ત્રો પૂરા પાડીશ અને દુશ્મનના નાશમાં સહાય બનીશ.
આથી બમણા ઉત્સાહથી તિલકમંજરીના હાથમાં હંસીને સોંપી કુમાર અશ્વપર ચઢ્યો. ચંદ્રચુડે પણ એને ધનુષ્ય-બાણવગેરે આપ્યા. પછી કુમાર અને વિદ્યાધર રાજા વચ્ચે ભયંકર યુદ્ધનો આરંભ થયો. દીર્ઘકાળ સુધી બાણયુદ્ધ વગેરે કરી પછી બંને દિવ્ય અસ્ત્રોથી લડવા માંડ્યાં. પણ થાક્યા વિના કે દીન થયા વિના લડતાં રહેવા છતાં બેમાંથી એક પણ પક્ષનો વિજય થાય તેવું દેખાતું ન હતું. પણ છેવટે ન્યાયધર્મના બળથી કુમાર ક્રમશ: બળવત્તા પામતો ગયો. તેથી થાકેલા વિદ્યાધર રાજાએ પણ સમાન યુદ્ધ છોડી પોતાની પૂરી શક્તિ લગાડી યેન કેન પ્રકારે જીતવાનો ઉદ્યમ શરૂ કર્યો. તેથી વીશે વીશ હાથથી શસ્ત્ર ફેંકવાનું શરૂ કર્યું. ત્યારે ‘આણે યુદ્ધમાં હવે અનીતિ શરૂ કરી છે, તેથી હવે આ હારવાનો” એમ વિચારી રત્નસારનો ઉત્સાહ વધી ગયો, કેમકે અન્યાયથી કોઇ જીતી શકતું નથી.
પોતાના શ્રેષ્ઠ અશ્વના વિવિધ પ્રયોગથી રત્નસારે એ રાજાના બધા પ્રયોગો ચૂક્યા, ને પોતાના ધારદાર બાણથી એ રાજાના બધા શસ્ત્રોનો અકલ લીલાથી નાશ કરી નાખ્યો, ધનુષ્ય પણ ભાંગી નાખ્યું, તથા એક બાણથી એની છાતી પણ વિધી... એક વેપારીપુત્રના આ પરાક્રમથી દેવો પણ છક ૧૮૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ