________________
જ પોપટ બોલ્યો - હં! હં! કુમાર! પહેલા મેં જે તને મારી ધારણા મુજબ કહેલું તે હવે બરાબર મેળ ખાય છે. તે તાપસકુમાર કન્યા જ છે ને આમની બેન જ છે. મારું જ્ઞાન એમ જ કહે છે ને આમને પણ દેવીએ જે મહિનાની વાત કરી હતી એનો પણ એ જ રીતે મેળ ખાય છે. તેથી આજે જ કદાચ મિલન પણ થાય. આ સાંભળી તિલકમંજરીએ કહ્યું - હે કીર ! જો આજે મને મારી બેનના દર્શન થાય, તો હું તમારી કમળોથી પૂજા કરીશ. કુમારે પણ - હે પ્રાજ્ઞ! તેં સારું - મનગમતું કહ્યું એમ કહી પ્રશંસા કરી.
આ બાજુ એ જ વખતે આકાશમાં દૂર દૂરથી ઉડીને આવતી અને જમીનપર ઝડપથી ઉતરી રહેલી, દિવ્ય રૂપ, તેજ કાંતિવાળી, ધવલતાની પરમ સીમા જેવી, તથા આકાશમાં ઘણું ઉડવાથી થાકેલી, તથા ભયથી અત્યંત વિદ્યુલ થયેલી એક હંસી સીધી જ કુમારના ખોળામાં પડીને ત્યાં જ આળોટવા માંડી... કુમાર, કીર અને કન્યા આ આખું દ્રશ્ય આનંદ અને વિસ્મયથી જોઇ રહ્યા હતા. ભયથી કંપતા દેહવાળી એ હંસી કુમારના મુખસામે જોઇ મનુષ્યની ભાષામાં બોલવા માંડી- હે સાત્ત્વિકોમાં શિરોમણિ ! હે શરણાગતવત્સલ! હે કપાસાગર! મારું રક્ષણ કર ! મને બચાવ! હું તારા શરણે આવી છું. મને શરણે લે! મહાપુરુષો શરણે આવેલા માટે વ્રજપંજર બને છે –એ રીતે એની રક્ષા કરે છે. મેર ચલે, પવન સ્થિર થાય કે અગ્નિ ઠંડો પડી જાય. પણ મહાપુરુષો એવા ધીર હોય છે કે શરણાગતના રક્ષણ માટે પ્રાણને પણ તણખલાની જેમ છોડી દેવા તૈયાર થાય છે.
ત્યારે એ હંસીના અત્યંત કોમળ પીંછાઓને પ્રેમથી સ્પર્શ કુમારે કહ્યું - હે હંસી! તમે જરા પણ ડરો નહીં. મારી પાસે રહેલા તમારું અહિત કરવા ઈદ્રો કે નરેંદ્રો પણ સમર્થ નથી. તેથી તમે હવે ભયથી ધ્રુજવાનું બંધ કરો. એ પછી તળાવમાંથી પાણી વગેરે લાવી ભોજન-પાણી કરાવી કુમારે હંસીને સ્વસ્થ કરી. કુમાર હજી તો આ કોણ છે? ક્યાંથી આવી? કોનાથી ભયભીત છે? મનુષ્યવાણીમાં કેવી રીતે બોલી શકે છે? ઇત્યાદિ વિચારે, ત્યાં જ, કોણે યમરાજને કોપાયમાન કરવાની હિંમત કરી છે? કોણ મરવા તૈયાર થયું છે? શેષનાગના માથા પરથી મણિ ઉતારવાની ધૃષ્ટતા કોણે કરી છે? ઇત્યાદિ ભયજનક ઘોંઘાટથી આખું આકાશ ભરાઇ ગયું.
ત્યારે અનિષ્ટની આશંકાથી સાવચેત કીર શીધ્ર દેરાસરના પરિસરના બારણે આવી શું હકીકત છે? તે જોવા ગયો. ત્યાં એણે કોઇ વિદ્યાધર રાજાના હજારો સૈનિકોથી ભરાઇ ગયેલું આકાશ જોયું. તીર્થના પ્રભાવથી, પરમાત્માના અનુભાવથી, પરમ ભાગ્યનિધાન રત્નસારના અદ્ભુત ભાગ્યોદયથી અને જાણે કે કુમારના સંસર્ગથી એકદમ વીરતાને ધારણ કરેલા પોપટે જોરથી ગર્જના કરી સૈનિકોને પડકાર ફેંક્યો કે - હે વિદ્યાધર સૈનિકો! દુર્બુદ્ધિથી ભરાયેલાઓ ! વીરો ! તમે ક્યાં દોડી રહ્યા છો? તમને શું સામે દેવોથી પણ અપરાજિત આ દેખાતા નથી? કંચન જેવી કાયાવાળા આ કુમાર જો યમની જેમ કોપાયમાન થયા, તો આ યુદ્ધ તો છોડો, તમને ભાગવા માટે પણ જગ્યા નહીં રહે.
પોપટની આ ગર્જનાથી વિષાદ, વિસ્મય અને ભય પામેલા તે સૈનિકોએ વિચાર્યું - ચોક્કસ પોપટના રૂપમાં આ કોક દેવ કે દાનવ છે, એ વિના અમારા જેવા વિદ્યાધર સૈનિકોને આ રીતે ધુત્કારવાની હિંમત કેવી રીતે કરી શકે? વિદ્યાધરો તો સિંહનાદથી પણ ડરે નહીં, એ અમે આજે આ પોપટમાત્રની ગર્જનાથી આ રીતે કેમ ડરી જઇએ? જેનો પોપટ પણ આટલો વીર હોય કે જેથી વિદ્યાધરો પણ ક્ષોભ પામી જાય, સામે દેખાતો કુમાર તો કોણ જાણે કેટલા બળવાળો હશે? તેથી આના શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૮૭