________________
- સાધુએ સૂત્ર-અર્થ જે રીતે – જે આશયથી કહ્યા હોય, તે રીતે જ – તે જ આશયથી હૃદયથી ઝીલે તેને આગમમાં દર્પણ સમાન સુશ્રાવક કહ્યો છે.
પવનથી જેમ ધ્વજા આમ-તેમ ભમ્યા કરે, તેમ જે મૂઢ માણસોથી ભરમાઇ જાય અને ગુરુવચનનો વ્યવસ્થિત નિશ્ચય નહીં કરે, તે પતાકાસમાન શ્રાવક જાણવો.
ગીતાર્થોએ સારી રીતે સમજાવવા છતાં પોતાના ખોટા આગ્રહને-કદાગ્રહને જે છોડતો નથી. તે સ્થાણુ-થાંભલા જેવો શ્રાવક છે. જો કે એટલું ખરું કે એને સાધુઓ પર દ્વેષ નથી હોતો.
ગુરુ ખરો અર્થ કહેતા હોય તો પણ તે ન માનતાં એમ કહે કે – તું ઉન્માર્ગદેશક છે, નિર્બવ છે, મૂઢ છે, મંદ ધર્મપરિણામવાળો છે. આમ ગુરુને ખરડવાવાળો ખરંટકશ્રાવક છે. જેમ શિથિલ અશુચિ દ્રવ્ય (કાંક પ્રવાહીરૂપે રહેલું અશુચિ દ્રવ્ય) છાંટીને માણસને ખરડવામાં આવે છે, એમ હિતશિક્ષા આપતા પણ સાધુને દુષિત કરનારો ખરંટક છે.
ખરંટક અને સપત્ની (શોક્ય સમાન) શ્રાવક એ બન્ને નિશ્ચયનયમતે મિથ્યાત્વી જ કહ્યા છે; પરંતુ જિનેશ્વર ભગવંતના દહેરાસર વગેરેની સારસંભાળ રાખે છે, તેથી વ્યવહારનય એમને શ્રાવક કહે છે.
શ્રાવક શબ્દનો અર્થ દાન, શીલ, તપ અને ભાવનાદિક શુભ યોગથી આઠ પ્રકારનાં કર્મોને સૂવે છે – છોડે છે, તે શ્રાવક (અહીં સવતિમાં જે સુ છે, તે શ્રાવકમાં જે શું છે, એને સમાન ગણી આ વ્યાખ્યા બતાવી.) બીજી વ્યાખ્યા બતાવે છે સાધુ પાસેથી સમ્યક્ સામાચારી જે (કૃણોતિ) સાંભળે, તે શ્રાવક. શ્રાવક શબ્દના આ અર્થ પણ ભાવશ્રાવક માં જ ઘટે છે.
કહ્યું જ છે કે જેના પૂર્વબદ્ધ પાપો અનેક રીતે સૂવે છે- ખપે છે, અને જે હંમેશા વ્રતોથી વીંટળાયેલો (- પરિવરેલો) જ રહે છે, તે શ્રાવક કહેવાય છે. સમ્યકત્વાદી પામેલો જે પુરુષ પ્રતિદિન સાધુઓ પાસે સામાચારી સાંભળે છે, તે શ્રાવક કહેવાય છે. જે પદાર્થ ચિંતનથી શ્રદ્ધાને પાકી કરે, પાત્રોમાં (- સાત ક્ષેત્રમાં) વાવે (- વાપરે), સુ-સાધુની સેવા કરી પાપને નષ્ટ કરે, તેને ઉત્તમ પુરુષો શ્રાવક કહે છે. શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમ આચરે, તેને વિચક્ષણો, શ્રાવક કહે છે. જેને ધર્મમાં સારી શ્રદ્ધા છે, એ શ્રાદ્ધ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે.
આમ શ્રાદ્ધ શબ્દનો અર્થ પણ ભાવ શ્રાવકની અપેક્ષાએ જ છે. તેથી જ અહીં ભાવ-શ્રાવકનો અધિકાર છે. એવી રીતે શ્રાવકનું સ્વરૂપ જણાવ્યા પછી હવે દિન-કત્યાદિ છ કત્યમાંથી પ્રથમ દિનકૃત્યવિધિ કહે છે.
veJekelej Ce deyese es mej F meesmekegue - Oecce - elveeceF&
Heef[keketeceDe mer &lef De, di ensebeCebke CeF mebej Ceb-- 5 -- (छा - नमस्कारेण विबुद्धः स्मरति स स्वकुलधर्म - नियमादीन् । प्रतिक्रम्य शुचि: पूजयित्वा गृहे जिनं करोति संवरणं)
સવારે ક્યારે ઉઠવું? શું કરવું? નમો અરિહંતાણં ઇત્યાદિ પદો બોલીને જાગેલો શ્રાવક પોતાના કુળને યોગ્ય ધર્મકૃત્ય નિયમાદિક યાદ કરે.
શ્રાદ્ધવિધિ પ્રકરણ