________________
વિશેષને અપેક્ષીને વિશેષથી એવી પ્રતિજ્ઞા કરે કે – સ્વયંભૂરમણ સમુદ્ર વગેરેમાં રહેલી માછલીના માંસ વગેરેનો મારે ત્રિવિધ ત્રિવિધ ત્યાગ, અથવા મનુષ્યક્ષેત્રની બહાર સ્થલ હિંસાદિનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ, તો ત્યાં શ્રાવકને ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ મળે ખરું. પણ તે અલ્પ વિષયવાળું હોવાથી (અને સામાન્યથી શ્રાવક માટે એ સંભાવનારૂપે પણ ન હોવાથી-મહત્ત્વનું ન હોવાથી) એની ગણત્રી કરવામાં આવતી નથી.
મહાભાષ્યમાં પણ કહ્યું છે - કેટલાક આચાર્યો એમ કહે છે - ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ નથી. પણ તે બરાબર નથી, કેમકે પ્રજ્ઞપ્તિમાં વિશેષ હેતુમાં તે બતાવ્યું છે. ll૧/l.
દીક્ષાને અભિમુખ થયેલા પણ પુત્રાદિ સંતતિના નિમિત્તે રોકાયેલા ગૃહસ્થ શ્રાવકની અગ્યિારમી પ્રતિમા સ્વીકારેલી હોય, ત્યારે એને ત્રિવિધ ત્રિવિધ પચ્ચખાણ પણ સંભવે છે. રા/
જે કાંઇ કાગડાનું માંસ વગેરે અપ્રયોજનીય વસ્તુ તેમજ મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલા હાથીઓના દાંત કે ચામડી વગેરે અપ્રાપ્ય વસ્તુઅંગે કે સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલા માછલાઅંગે, ઇત્યાદિ કોઇ વિશિષ્ટ વસ્તુઅંગે ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરવામાં કોઇ દોષ નથી. //all
શ્રાવકના બીજી રીતે ચાર પ્રકાર શંકા : આગમમાં તમે કહ્યાં તે નામાદિ ચાર પ્રકારથી અલગ પ્રકારે શ્રાવકના ભેદો બતાવેલા સંભળાય છે. તે આ પ્રમાણે - સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે – ચાર પ્રકારના શ્રાવક કહેવાયા છે, તે આ પ્રમાણે - (૧) માતા - પિતા સમાન. (૨) ભાઇ સમાન (૩) મિત્ર સમાન (૪) સપત્ની સમાન.
બીજી રીતે પણ ચાર પ્રકારના શ્રાવકો કહેલા છે, તે આ પ્રમાણે – (૧) આદર્શ અરિસા - સમાન (૨) પતાકા સમાન (૩) સ્થાણુ સમાન (૪) ખરંટક સમાન.
શ્રાવકના આ ભેદો તેઓના સાધુપ્રત્યેના વ્યવહારને અપેક્ષીને પડ્યા છે. આ શ્રાવકો નામ આદિ ચાર શ્રાવકમાંથી કયા શ્રાવક ગણાય?
ઉત્તર : વ્યવહારનયથી આ શ્રાવકો ભાવશ્રાવક જ છે, કેમકે શ્રાવક તરીકેનો જ વ્યવહાર થાય છે. નિશ્ચયનયમતે સપત્ની-શૌક્ય જેવા અને તીક્ષ્ણ કાંટા જેવા શ્રાવકો પ્રાય: મિથ્યાત્વી હોવાથી દ્રવ્યશ્રાવક છે, (શ્રાવકના ગુણો ન હોવાથી) ભાવશ્રાવક નથી. બાકીના બધા પ્રકારો ભાવશ્રાવકના છે.
કહ્યું છે કે – સાધુના કામ (સેવા-ભક્તિ)ના વિચાર કરે. પ્રમાદાચારણ જોઇને પણ સાધુ પર પ્રેમ વિનાના થાય નહીં, તેમજ સાધુ-સમુદાયપર સદા ય હિત-વત્સલ રહે, તે માતા સમાન શ્રાવક છે.
સાધુના વંદનઆદિ વિનય કરવામાં ઢીલો હોય, પણ હૃદયમાં સાધુપ્રત્યે સ્નેહવાળો હોય અને સાધના અપમાન-કષ્ટ વખતે ખરેખર સહાયકારી થાય, એવો શ્રાવક ભાઇસમાન શ્રાવક છે.
જે માનકષાયના કારણે કોઇ કાર્યમાં સાધુ પૂછે નહીં, તો ક્યારેક સાધુપર રીસાય ખરો, પણ પોતાના સગાવ્હાલા કરતાં પણ તેમને (સાધુને) અધિક ગણે, તે મિત્રસમાન શ્રાવક છે.
પોતે અભિમાની હોય, સાધુના દોષો-ખામી વગેરે છિદ્રો જોતો રહે, ને પછી સાધુને એ પ્રમાદદોષો અંગે વારંવાર ટોણા મારતો રહે, ને સાધુને તણખલા સમાન ગણે, તે શોક્યસમાન શ્રાવક છે.
બીજા ચતુષ્કમાં કહેલા શ્રાવકોનું વર્ણન :શ્રાદ્ધવિધિ પ્રકરણ