________________
મૈથુન ત્યાગ – પરસ્ત્રીગમન ત્યાગ... અને (૫) સ્થૂળ પરિગ્રહ ત્યાગ. આ પાંચ અણુવ્રતો સમ્યકત્વ સહિત લેનારો શ્રાવક વ્રતશ્રાવક છે.
૩. ઉત્તરગુણશ્રાવક : વ્રતશ્રાવકના અધિકારમાં બતાવ્યા મુજબના પાંચ અણુવ્રતની ઉપર છઠ્ઠું દિષ્પરિમાણવ્રત, સાતમું ભોગોપભોગપરિમાણવ્રત, આઠમું અનર્થદંડપરિહારવ્રત; (એ ત્રણ ગુણવ્રત કહેવાય છે), નવમું સામાયિકવ્રત, દશમું દેશાવગાશિકવ્રત, અગિયારમું પૌષધોપવાસવ્રત અને બારમું અતિથિસંવિભાગવ્રત, (એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે.) એમ બારે વ્રત ધારણ કરે, તે સુદર્શન શેઠની જેમ “ઉત્તરગુણશ્રાવક” છે.
અથવા સમ્યત્વસહિત બાર વ્રત લેનારો વ્રતશ્રાવક છે. ‘ઉત્તરગુણશ્રાવક” તો નીચે લખ્યા મુજબ સમજવા...
સમ્યકૃત્વ સહિત બાર વ્રતધારી, સર્વથા સચિત્ત પરિહારી, એકાહારી, (એક જ વાર ભોજન કરે), તિવિહાર, ચઉવિહાર પચ્ચખાણ કરનારો, બ્રહ્મચારી, ભૂમિશયનકારી, તથા શ્રાવકની અગિયાર પડિયા (પ્રતિમા) વહન કરવી વગેરે વિશેષ અભિગ્રહો લેનારો ઉત્તરગુણ શ્રાવક છે. આનંદ, કામદેવ અને કાર્તિક શેઠ વગેરે ‘ઉત્તરગુણશ્રાવક' છે.
કેટલા પ્રકારે વ્રતો લઇ શકાયા સમ્યકત્વ તો અવશ્ય જ જોઇએ. એ ઉપરાંતમાં બાર વ્રતમાંથી એક - બે વગેરે વ્રત લેનારો પણ વ્રતશ્રાવક ગણાય. તથા એમાં પણ કેટલાક દ્વિવિધ (કરું નહીં, કરાવવું નહીં ઇત્યાદિ) ત્રિવિધ (મનવચન-કાયાથી) હોય, કેટલાક એકવિધ-ત્રિવિધ હોય, ઇત્યાદિ ભેદો સંભવે. તેથી એક વ્રત દ્વિવિધ - ત્રિવિધ. એક વ્રત દ્વિવિધ-દ્વિવિધ વગેરે... અથવા બે વ્રત દ્વિવિધ-ત્રિવિધ...ઇત્યાદિ રૂપે અથવા એક વ્રત જ દ્વિવિધ-ત્રિવિધ...બે વ્રતમાં એક થી બારમાં કયા કયા બે, ત્રણ વ્રતમાં, એ જ રીતે કયા કયા ત્રણ...ઇત્યાદિ રીતે વિચારતા વ્રતશ્રાવક તરીકે કેટલા પ્રકારે વ્રત લઇ શકાય? તો કહે છે, ઉત્તરગુણ શ્રાવક અને અવિરત શ્રાવક આ બન્ને ભેદને પણ ગણીને કુલ ૧૩૮૪૧૨૮૭૨૦૨ (તર અબજ,ચોર્યાશી કરોડ, બાર લાખ, સત્યાશી હજાર, બસ્સો ને બે) ભાંગા - વિકલ્પો થાય. (વ્રત શ્રાવક થવા આટલા વિકલ્પો મળે છે. સાધુને પાંચે ય મહાવ્રતો લેવા આવશ્યક છે. તેથી સાધુ થવા માટે એક જ પ્રકાર છે.)
શ્રાવકને ત્રિવિધ-ત્રિવિધ પચ્ચકખાણ ક્યારે સંભવે? શંકા:- મનથી, વચનથી, કાયાથી, કરું નહીં, કરાવું નહીં, કરતા પ્રત્યે અનુમોદું નહીં, એવો નવ કોટીનો ભાંગો ઉપરના કોઇપણ ભાંગામાં કેમ કહ્યો નહીં?
સમાધાનઃ- શ્રાવકને દ્વિવિધ ત્રિવિધ પચ્ચકખાણ હોય છે, પણ ત્રિવિધ ત્રિવિધ ભાંગે પચ્ચક્ખાણ હોય નહીં; કેમકે શ્રાવક માટે વ્રત લેતા પહેલા પોતે જ અથવા પુત્ર વગેરે દ્વારા પ્રારંભ કરેલા અને વ્રત લીધા પછી પણ ચાલુ રહેલા આરંભ વગેરેની લાગી જતી અનુમતિનો નિષેધ કરવો અશક્ય છે. “પ્રજ્ઞપ્તિ” વગેરે ગ્રંથોમાં શ્રાવકને પણ જે ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કહેલાં છે, તે વિષયવિશેષને અપેક્ષીને છે.
તે આ પ્રમાણે – દીક્ષા લેવાની ઇચ્છાવાળો પુરુષ પુત્રવગેરેના પાલનના આશયથી દીક્ષામાં વિલંબ થાય એમ હોય, તો જ્યારે તેવી પ્રતિમાઓ (અભિગ્રહ વિશેષ) ધારણ કરે ત્યારે અથવા અવસ્થા ૧૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ