________________
(આ ચાર નિક્ષેપા ગણાય છે) ૧. નામશ્રાવક: ‘શ્રાવક' શબ્દના અર્થથી રહિત જે કેવલ “શ્રાવક એવા નામને ધારણ કરતો હોય, તે નામ શ્રાવક છે. જેમકે કોઇનું નામ ઈશ્વર હોય, પણ તે દરિદ્ર - દાસ હોય. ૨. સ્થાપનાશ્રાવક : માટી વગેરેમાં શ્રાવકનો આકાર ઉપસાવતી પ્રતિમા વગેરે સ્થાપના “શ્રાવક ગણાય. ૩. દ્રવ્યશ્રાવક : ભાવ-શ્રદ્ધા વિના શ્રાવકની ક્રિયા કરનારો દ્રવ્યશ્રાવક છે. જેમકે ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞાથી અભયકુમારને બાંધવા માટે કપટ શ્રાવિકા બનેલી ગણિકાઓ. ૪. ભાવશ્રાવક: ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય, તે ભાવશ્રાવક છે. આ ભાવનિક્ષેપો ગણાય
તેથી જેમ દૂધ નહીં આપતી નામમાત્રથી ગાય વગેરેની દૂધના પ્રયોજન વખતે કોઇ અપેક્ષા રહેતી નથી, કેમકે તે કાર્ય માટે એ સાધક – સમર્થ નથી; એમ ભાવશ્રાવકની જે ભૂમિકા છે, તે નામશ્રાવક આદિમાં નથી; માટે ધર્મવિધિ અંગે તેઓ યોગ્ય ન હોવાથી તેઓની વાત અહીં કરવાની નથી.
પ્રસ્તુત ગ્રંથમાં ભાવશ્રાવકથી જ પ્રયોજન છે. ભાવશ્રાવક અંગે જ વિધિઓ બતાવવાની છે. કેમકે નામ શ્રાવક પાસે શ્રાવકધર્મને યોગ્ય ક્રિયા પણ નથી. દ્રવ્યશ્રાવક એવી ક્રિયા કરતો હોવા છતાં એવા ભાવવાળો નથી, માટે બંને અયોગ્ય છે. (સ્થાપના તો માત્ર આકાર-અનાકારરૂપે શ્રાવકની ઓળખ પૂરતી જરુરી છે, એમાં તો ક્રિયા કે ભાવ સંભવતા જ નથી.)
ભાવશ્રાવકના ત્રણ પ્રકાર ભાવશ્રાવકના ત્રણ ભેદ છે. ૧. દર્શનશ્રાવક, ૨. વ્રતશ્રાવક અને ૩. ઉત્તરગુણશ્રાવક.
૧. શ્રેણિક વગેરેની જેમ માત્ર સમ્યક્ત ધારણ કરવાવાળા દર્શનશ્રાવક છે. ૨. સમ્યકત્વ સહિત સ્થૂળ અણુવ્રતધારી શ્રાવક વ્રતશ્રાવક છે. જેમકે સુરસુંદરકુમારની પત્નીઓ... એ કથા આવી છે...
એક મુનિ સુરસુંદરકુમારની પત્નીઓને વ્રતનો ઉપદેશ આપી રહ્યા હતા. તે વખતે ઈર્ષાભાવથી છુપી રીતે ઊભા રહી સુરસુંદરે પોતાની પત્નીઓ સાથે વાત કરવાના દંડરૂપે મુનિને પાંચ અંગોમાં લાકડીના પાંચ પાંચ પ્રહાર કરવાનું વિચાર્યું.
મુનિએ પ્રથમ સ્થૂળ અહિંસા વ્રત દૃષ્ટાંત સહિત સમજાવ્યું. એ પત્નીઓએ એ વ્રત લીધું. ત્યારે સુરસુંદરે વિચાર્યું - સારું થયું. હવે આ પત્નીઓ ક્રોધે ભરાશે, તો પણ મને મારશે નહીં. તેથી મુનિને એક પ્રહાર ઓછો મારીશ.
મુનિ તો આ રીતે એક પછી એક અણુવ્રત દૃષ્ટાંત સહિત સમજાવતા જાય છે, તે સ્ત્રીઓ એક એક અણુવ્રત લેતી જાય છે. ને તે જાણી સુરસુંદર એક-એક પ્રહાર ઓછો કરતા જવાનું વિચારતો જાય છે. સ્ત્રીઓએ આ રીતે પાંચ અણુવ્રત લીધા. ત્યારે તાત્પર્યને સમજેલા શેઠે મુનિને પ્રહાર કરવાના પોતાના દુર્થાન પર ધિક્કાર વરસાવી અત્યંત પશ્ચાતાપ સાથે મુનિને ખમાવ્યા અને પોતે પણ એ વ્રતો લીધા. પછી સારી રીતે પાળી સ્વર્ગે ગયો.
આ રીતે (૧) સ્થળ હિંસાત્યાગ (૨) સ્થૂળ મૃષાવાદ ત્યાગ (૩) સ્થળ ચોરી ત્યાગ (૪) સ્થૂળ શ્રાદ્ધવિધિ પ્રકરણ