________________
એકવાર શ્રી હંસરાજ સાથે સૂરનામનો સામંત પુત્ર યુદ્ધ કરવા આવ્યો. એ હાર્યો. પછી એણે જ નું કારણ જણાવતા કહ્યું – પૂર્વભવમાં આ હંસરાજ જિતારિ રાજાનો સિંહ નામનો મંત્રી હતો. એણે એના સેવક એવા મને ત્રાસ આપ્યો હતો. તેથી એ પછીના ભવે સાપ બની મેં એ સિંહ મંત્રીને હણ્યો હતો. હું નરકે જઇ ભવ ભમી અહીં સૂર થયો. સિંહ મંત્રી હંસ બની તીર્થના દર્શનથી પ્રતિબોધ પામી પ્રભુભક્તિ કરી દેવભવ પામી અહીં હંસરાજ બન્યા. આ વાત મને શ્રીદત્ત કેવળીએ કહી. તેથી વેરભાવથી યુદ્ધ માટે આવ્યો હતો. હવે હું દીક્ષા લઇશ.
ત્યારે મૃગધ્વજને દીક્ષાની ઇચ્છા થઇ. એ વખતે ત્યાં ચંદ્રાંક નામનો રાજપુત્ર આવ્યો. ત્યારે જ આકાશવાણી થવાથી મૃગધ્વજ રાજા એને લઇ યશોમતી નામની યોગિની પાસે ગયો. યોગિનીએ કહ્યું - ચંદ્રશેખર અને ચંદ્રવતી પૂર્વભવમાં યુગલિક હતા. ત્યાંથી દેવ થઇ ભાઇ-બહેન તરીકે અવતર્યા હોવા છતાં પૂર્વભવના સંસ્કારથી પરસ્પર કામરાગ ધરાવે છે. ગોત્રદેવીના પ્રભાવથી અદૃશ્ય થવાના અંજનપ્રભાવે એ ચંદ્રવતી સાથે સંબંધ રાખે છે. તેથી થયેલો આ ચંદ્રાંક નામનો પુત્ર છે. હું ચંદ્રશેખરની પત્ની હતી. મેં સંસારસુખ માણ્યું નથી. આને મેં જ ઉછેર્યો. પછી આની પાસે અઘટિત માંગણી કરી. આ મને તરછોડી તમારી પાસે આવ્યો. હું યોગિની થઇ. પછી યોગિનીએ મૃગધ્વજનો ક્રોધ શાંત કરી વૈરાગ્યભાવ જાગૃત કર્યો.
મૃગધ્વજે શુકરાજને રાજા બનાવ્યો. એ જ રાતે ભાવનાથી ભાવિત થયેલા મૃગધ્વજને કેવળજ્ઞાન થયું. એમના ઉપદેશથી શ્રી ચંદ્રાંક, હંસરાજ, શ્રી કમલમાળા વગેરેએ દીક્ષા લીધી. શુકરાજ શ્રાવક થયા. એકવાર પોતાની બંને પત્ની સાથે શુકરાજ તીર્થયાત્રાવગેરે માટે ગયા. ત્યારે ચંદ્રવતીના સૂચનથી અને દેવના પ્રભાવથી શુકરાજનું રૂપ લઇ ચંદ્રશેખર એ નગરના રાજા બની ગયા. મંત્રી વગેરેને કપટથી વશમાં લીધા. જાત્રા કરીને પાછા આવેલા શુકરાજની વાત પણ મંત્રીએ માની નહીં. શુકરાજ છ મહિના ભટક્યા. પછી પિતા મુનિએ પૂર્વભવમાં કયું પાપ કર્યું હતું, તે બતાવી વિમલાચલ તીર્થની ગુફામાં મહામંત્રની આરાધના કરવા જણાવ્યું. એ રીતે છ મહીના આરાધના કરવાથી તેજ પુંજ ફેલાયું. ચંદ્રશેખર પાછો મૂળરૂપમાં આવી ગયો. એ ભાગીને પાછો પોતાના નગરમાં ગયો. શુકરાજ ફરીથી રાજ્ય પામ્યા. પછી ખૂબ ધર્મ-તીર્થ ઉન્નતિના કાર્યો કર્યા. શ્રી શત્રુંજયનો સંઘ કાઢ્યો. ને ત્યાં એ તીર્થનું ‘શત્રુંજય' નામનું નવું નામ ઘોષિત કર્યું. ચંદ્રશેખર એ તીર્થમાં દીક્ષા. આલોચના, શુદ્ધિનો તપવગેરે કરી કર્મ ખપાવી મોક્ષે ગયા.
પછી શુકરાજે પણ બંને પત્નીસાથે દીક્ષા લીધી. છેવટે કેવળજ્ઞાન પામી મોક્ષ પામ્યા.
આમ ભદ્રકત્વાદિ ગુણોથી સમ્યકત્વવગેરે પામી અને તેનો ભવાંતરમાં પણ નિર્વાહ વગેરે ફળ અંગે શ્રી શુકરાજ રાજાનું અપૂર્વ ચરિત્ર સાંભળી હે ભવ્ય જીવો, તમે પણ તેમાટે પ્રયત્નશીલ બનો.
શ્રાવકનું સ્વરૂપ veceeF8PEG YeDeesme [(esYeeece FILe Dechie es el ellenes De YeeJeme[ {esobeCe-Je3e-GÊej i efeshb-4 --
(छाया-नामादिश्चतुर्भेदः श्राद्धो भावनात्राधिकारः। त्रिविधश्च भावश्राद्धो दर्शन-व्रत-उत्तरगुणैश्च ।।) શ્રાવક ચાર પ્રકારના છે. ૧. નામશ્રાવક ૨. સ્થાપનાશ્રાવક ૩. દ્રવ્યશ્રાવક અને ૪. ભાવશ્રાવક.
શ્રાદ્ધવિધિ પ્રકરણ