________________
પણ માફ કરી દે છે. પછી ધર્મપ્રભાવે અને ઋષિએ આપેલા મંત્રના કારણે કમલમાળાને સ્વપ્ન આવે છે કે શ્રી ઋષભદેવ ભગવાન પોતાને પોપટ (શુકરાજ) ભેટ આપે છે ને ભવિષ્યમાં હંસ આપવાનું વચન આપે છે. આવા સુંદર સ્વપ્નથી સૂચિત પુત્ર જન્મે છે. એનું નામ શુકરાજ રાખવામાં આવે છે.
એ પાંચ વર્ષનો થયો ત્યારે ઉપવનમાં આમ્રવૃક્ષનીચે મૃગધ્વજ રાજાના ખોળામાં બેઠો છે ત્યારે રાજા રાણીને તમે મને કેવી રીતે મળ્યા?’ એ અંગે વાત કરે છે ને પોપટને યાદ કરે છે. આ સાંભળી શુકરાજને જાતિસ્મરણ જ્ઞાન થવાથી એ મૌન થઇ ગયો.
છ મહિના પછી એ જ વૃક્ષ નીચે બેસેલા ને ત્યાં જ કેવળજ્ઞાન પામેલા શ્રીદત્ત મુનિના કહેવાથી શુકરાજ એમને વંદન કરે છે. આ કેવળજ્ઞાની શુકરાજનો પૂર્વભવ બતાવે છે કે તે
ભક્િલપુરમાં જિતારિ રાજા હતો. સ્વયંવરમાં એને બે સગી બેન રાજપુત્રીઓ - હંસી અને સારસી પરણે છે. પછી પોતાના નગરમાં પાછા ફરેલા શ્રી જિતારિ રાજાએ એકવાર શ્રી શંખપુર થે સિદ્ધાચલ જતો છ'રી પાલિત સંઘ જોયો. એ સંઘપાસે જાય છે. ત્યાં શ્રી શ્રુતસાગરસૂરિ પાસે દેવ-ગુરુધર્મનું સ્વરૂપ જાણી સમકત પામ્યો. શ્રી સિદ્ધાચલ ક્ષેત્રનો મહિમા જાણી અભિગ્રહ કરે છે કે મારે ચાલતા જ એ તીર્થની યાત્રા કરવી. યાત્રા ન થાય ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ. એ વખતે આચાર્યભગવંત તથા શ્રીસિંહ નામનો મંત્રી ઘણું સમજાવે છે. છતાં અભિગ્રહ પકડી રાખ્યો. બંને રાણી પણ એવો જ અભિગ્રહ કરે છે. જ્યારે સંઘ કાશમીર પાસે આવ્યો, ત્યારે રાજાની શારીરિક સ્થિતિ જોઇ ફરી મંત્રી વગેરે સમજાવે છે. પણ રાજા મનથી મક્કમ હતા. ભાવોલ્લાસ તીવ્ર હતો. બંને રાણીનો પણ સાથ હતો. રાતે ગોમુખ યક્ષે પહેલા મંત્રીને અને પછી બધાને સપનામાં આવી કહ્યું - કાલે સવારે તમને તીર્થના દર્શન થશે. યક્ષે ત્યાં જ કૃત્રિમ વિમલાચલ તીર્થની સ્થાપના કરી. બીજે દિવસે બધાએ તીર્થયાત્રા કરી પછી અભિગ્રહ પૂર્ણ થવા પર પારણું કર્યું.
જિતારિ રાજાના હૃદયમાં આ તીર્થ વસી ગયું. ત્યાં વિમલપુર નગર વસાવી રહ્યા. અંતિમ સમયે આહાર ત્યાગાદિ આરાધના કરવા છતાં દેરાસરના શિખરપર રહેલા પોપટમાં ધ્યાન જવાથી મરી પોપટ થયા. હંસી અને સારસી દીક્ષા લઇ પ્રથમ દેવલોકમાં ગયા. એ બંનેએ પ્રતિબોધ કરવાથી પોપટ પણ અનશન કરી ત્યાં દેવ થયો. પછી પેલા બંને ઍવી હંસી બની મૃગધ્વજ રાજા. સારસી બની કમલમાળા. જિતારિ દેવે જ કેવળજ્ઞાની પાસે પોતાના ભાવની વિગત જાણી પોપટરૂપે આવી બંનેનો મેળાપ કરાવી આપ્યો. એ જ દેવ હવે શકરાજ છે. પોતાની પૂર્વભવીય પત્નીઓને માતા-પિતા કહેતા શરમ આવવાથી મૌન પકડ્યું. પણ હવે આ વ્યવહાર સત્ય સમજવાથી એ બોલતો રહેશે. પછી શ્રીદત્તે પોતાનું ચરિત્ર વર્ણવ્યું. પછી શ્રી મૃગધ્વજ રાજાને કહ્યું - તમે ચંદ્રવતીના પુત્રના દર્શન પછી વૈરાગ્ય પામી આત્મકલ્યાણ સાધશો.
શુકરાજ દસ વર્ષનો થયો ત્યારે કમલમાળાએ હંસ સ્વપ્ન સૂચિત બીજા પુત્રને જન્મ આપ્યો. એનું નામ હંસરાજ પડ્યું. શુકરાજ કૃત્રિમ વિમલાચળની રક્ષા માટે ગયો. પછી એ પદ્માવતી અને વાયુવેગા નામની બે રાજકુમારીઓને પરણ્યો. ચક્રેશ્વરી દેવીએ આપેલા સંદેશથી (કૃત્રિમ) શ્રી વિમલાચલના શ્રી આદિનાથ પ્રભુને વાંદી પોતાના સ્થાને ફરી માતા-પિતાને પોતાના દર્શનથી પ્રસન્ન કર્યા. શ્રાદ્ધવિધિ પ્રકરણ