________________
૫) દયાળુત્વ ૬) મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ– ૭) વૃદ્ધાનુગ– ૮) વિનીત એમ આઠ ગુણો આવે. બીજા વિશેષ નિપુણમતિ ગુણમાં - ૯) રૂપવંતપણું ૧૦) સુદીર્ધદર્શિત્વ ૧૧) વિશેષજ્ઞત્વ ૧૨) કૃતજ્ઞત્વ ૧૩) પરહિતાર્થકર્તૃત્વ ૧૪) લબ્ધલક્ષત્વ એમ છ ગુણો આવે. ત્રીજા ન્યાયમાર્ગરતિ ગુણમાં - ૧૫) ભીરુત્વ ૧૬) અશઠત્વ ૧૭) લજ્જાળુત્વ ૧૮) ગુણરાગિ– ૧૯) સત્યથત્વ એમ પાંચ ગુણો આવે. ચોથા દ્રઢ-નિજવચન સ્થિતિ ગુણમાં - ૨૦) લોકપ્રિયત્ન ૨૧) સુપયુક્તત્વ, એમ બે ગુણ આવે.
આમ એકવીશ ગુણોનો ચાર ગુણોમાં પ્રાયઃ સમાવેશ થઇ શકે છે. માટે આ ગ્રંથકારે ચાર જ ગુણ મુખ્ય લીધા છે.
(ચાર ગુણોની મહત્તા) આ ચાર ગુણોમાં પ્રથમ ત્રણ ગુણો ન હોય, તો કદાગ્રહ, મૂઢતા અને અનીતિમાં જ રસ આ ત્રણ અવગુણોના કારણે શ્રાદ્ધધર્મની પ્રાપ્તિ જ થતી નથી.
અને જો પ્રતિજ્ઞાપાલનમાં દઢતા ન હોય, તો શ્રાવક ધર્મ મળ્યા પછી પણ ખાસ વિશેષ લાભ થતો નથી. ધુતારાની મિત્રતાથી કેટલો લાભ થાય? ગ્રહિલ = ગ્રહની અસર હેઠળ પાગલ થયેલાના સારા કપડા કેટલા ટકે? અને વાંદરાની ડોકે નાખેલો હાર ક્યાં સુધી એની ડોકમાં રહે? જેમ આ ત્રણે વાત ક્ષણિક છે, ને તેથી વિશેષ લાભકારી નથી; એમ પ્રતિજ્ઞાપાલનની દૃઢતા વિના વ્રત ગ્રહણ પણ અલ્પજીવી બને છે ને તેથી વિશેષ લાભકારી બનતું નથી.
ઉપરોક્ત ચાર ગુણોવાળો ગૃહસ્થ જ શ્રાવકધર્મનો અધિકારી છે, કેમકે જેમ સ્વચ્છ-સારી ભીંતપર ચિત્રકામ શોભે છે, ને ટકે છે. સારા દૃઢ પાયાપર મકાન દીર્ઘકાળ અડીખમ ઊભું રહે છે. ને સારી રીતે ઘડાયેલી સોનાની વીંટીમાં માણેક શોભે છે, ને ટકે છે. એમ આવા ગૃહસ્થમાં જ શ્રાવકધર્મ શોભે છે ને ટકે છે.
ચક્રીભોજન વગેરે દસ દૃષ્ટાંતોથી અત્યંત દુર્લભ ગણાતાં પણ સમ્યગ્દર્શનાદિગુણો ગુરુદેવઆદિના અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. પછી એનો શુકરાજાએ પૂર્વભવમાં કરેલા નિર્વાહને આદર્શ ગણી એ રીતે નિર્વાહ કરવો. અહીં ત્રીજી ગાથાનો અર્થ સમાપ્ત થયો.
શુકરાજ કથા (ગ્રંથકારે આ કથા ખૂબ વિસ્તારથી લીધી છે. મેં એ કથાને અલગ કરી ‘કથા હું કહું, શ્રી શત્રુંજય નામની'એ નામના પુસ્તકમાં વણી લીધી છે. ત્યાં વાંચી લેવા ભલામણ છે. અહીં અતિ સંક્ષેપમાં સાર વણી લીધો છે.)
આ ભરતક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના મૃગધ્વજ નામના રાજાને પોપટના રૂપમાં આવેલો દેવ કાશમીર પાસેના જંગલમાં શ્રી ઋષભદેવ ભગવાનના ભવ્ય જિનાલયમાં લઇ જઇ ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનના દર્શન કરાવે છે. પછી ત્યાંના આશ્રમમાં રહેલા ગાંગલિ ઋષિ પોતાની કમલમાળા નામની કન્ય રાજાને પરણાવે છે. પછી પોપટ રાજાને એના નગર તરફ પાછા લાવે છે. આ બાજુ રાજાની ચંદ્રવતી રાણી પોતાના ભાઇ ચંદ્રશેખરને આ રાજ્ય પડાવી લેવા બોલાવે છે. એ ચંદ્રશેખર નગરને જીતે એ પહેલા મગધ્વજ રાજા આવી જવાથી એ પાછો પડે છે. પણ દેખાવ એવો કરે છે કે પોતે તો ખાલી પડેલા નગરને સાચવવા આવ્યો હતો. સરળ સ્વભાવી મગધ્વજ રાજા એની વાત માની લે છે ને દાક્ષિણ્યથી પોતાની ચંદ્રવતી રાણીને
શ્રાદ્ધવિધિ પ્રકરણ