________________
૧. આર્દ્રકુમારાદિની જેમ રાગ-દ્વેષ વિનાનો મધ્યસ્થ જીવ ધર્મને યોગ્ય જાણવો. આ થઇ ભદ્રક પ્રકૃતિ ગુણની વાત.
૨. વિશેષ-નિપુણમતિ-તે વિશેષજ્ઞ :- જેની બુદ્ધિ વિશેષથી ચાલે, તે વિશેષજ્ઞ. અથવા હેયછોડવા યોગ્ય અને ઉપાદેય - ગ્રહણ કરવા યોગ્ય વચ્ચેના અંતરને પારખવામાં નિપુણ-કુશળ બુદ્ધિવાળો વિશેષજ્ઞ છે. ઉપર બતાવેલા ગામડિયાના દૃષ્ટાંત જેવો મૂઢ હોય, તે તો ધર્મ માટે અયોગ્ય જ
છે.
૩ ન્યાયમાર્ગ રતિ:- ન્યાય (આગળ વ્યવહાર-શુદ્ધિ અધિકારમાં કહેવાશે તે) માર્ગમાં રતિ (પ્રીતિ) જેને હોય અને અન્યાયમાર્ગે જરા પણ રતિ ન હોય, તે પણ ધર્મને યોગ્ય જાણવો.
૪ દૃઢનિજવચનસ્થિતિ :- દઢ (આકરી) પણ શિથિલ નહીં, એવી નિજ (પોતાની) વચનસ્થિતિ (પ્રતિજ્ઞા) જેની છે. એ પણ ધર્મને યોગ્ય જાણવો. આ ચાર ગુણોના સૂચનથી આગમમાં કહેવાયેલા શ્રાવકના એકવીશ ગુણો પણ અહીં સમજી લેવાના.
(શ્રાવકના એકવીશ ગુણો આ છે) (૧) અક્ષુદ્ર - વિશાળ હૃદયવાળો (ઉદાર અને ગંભીર) (૨) રૂપવાનું - પાંચ ઇંદ્રિયોથી સંપૂર્ણ, (બોબડો, લૂલો પાંગળો ન હોય એવો); (૩) પ્રકૃતિસૌમ્ય - સ્વભાવથી જ પાપ કાર્યોથી દૂર રહેનારો તથા નોકરો જેની સેવા સરળતાથી કરી શકે એવો હોય (પણ દૂર સ્વભાવ ન હોય); (૪) લોકપ્રિયદાન, વિનય, શીલ-સદાચારવાળો હોય (૫) અક્રૂર – અક્લિચિત્ત અદેખાઇ વગેરેથી રહિત હોય (૬) ભીરુ - પાપ અને અપયશથી ડરવાવાળો. (૭) અશઠ - બીજાને નહીં છેતરવાવાળો (૮) સદાક્ષિણ્ય બીજાની પ્રાર્થના - વિનંતીને નહીં નકારવાવાળો પ્રાર્થનાભંગભીરુ (૯) લજ્જાળું અકાર્યવર્જક, (અકાર્ય કદી નહીં કરે); (૧૦) દયાળુ - જીવો પ્રત્યે અનુકંપાવાળો; (૧૧) મધ્યસ્થ - રાગદ્વેષ રહિત. તેથી જ સૌમ્યદૃષ્ટિ, મધ્યસ્થ – સોમદષ્ટિ બંને ગુણ એક જ છે. જે મધ્યસ્થ છે તે જ ધર્મના યથાર્થ સ્વરૂપને જાણતો હોવાથી દોષોનો ત્યાગ કરે છે ને તેથી સોમદૃષ્ટિ બને છે. (૧૨) ગુણરાગી - ગુણવંતનો જ પક્ષ લે. અવગુણીની ઉપેક્ષા કરે; (૧૩) સત્કથ - સત્ - ધર્મયુક્ત કથા - વાતો જ જેને ઇષ્ટ છે, તે સત્કથ: (૧૪) સુપયુક્ત - સુશીલ, અનુકુળ પરિવારવાળો: (૧૫) સુદીર્ઘદર્શી - બધા કાર્યોમાં ભવિષ્યમાં આવનારા પરિણામને જોઇ શકતો હોવાથી જે છેવટે બહુ લાભ અને અલ્પ વ્યયવાળું હોય, તેવા જ કાર્ય કરવાવાળો; (૧૬) વિશેષજ્ઞ – પક્ષપાતરહિત હોવાથી ગુણ-દોષનું અંતર સમજી શકે એવો; (૧૭) વૃદ્ધાનુગ-આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની સેવા કરવાવાળો; (૧૮) વિનીત - અધિક ગુણીનું બહુમાન કરનારો; (૧૯) કતજ્ઞ - બીજાએ કરેલા ઉપકારને યાદ રાખનારો; (૨૦) પરહિતાર્થકારી - ઇચ્છા-અપેક્ષા વિના પરોપકાર કરવાવાળો.; (૨૧) લબ્ધલક્ષ - ધર્મકાર્યોમાં નિપુણ થયેલો. આ ગુણોવાળો ધર્મરત્નને યોગ્ય છે.
આ ગ્રંથના કર્તાએ બતાવેલા મુખ્ય ચાર ગુણોમાં ઘણું કરીને આ બધા ગુણોનો સમાવેશ થઇ શકે છે. તે આ રીતે :
(ચારમાં એકવીશનો સમાવેશ) પહેલા ભદ્રકપ્રકૃતિ ગુણમાં: ૧) અક્ષદ્રપણું ૨) પ્રકૃતિસૌમ્યતા ૩) અક્રુરત ૪) સદક્ષિણત્વ શ્રાદ્ધવિધિ પ્રકરણ
૦૫