________________
ચિત્ત પરોવવાથી મરીને સિંહલ દેશના રાજાની લાડકી પુત્રી સુદર્શના બની. દરબારમાં પોતે પિતા રાજા પાસે બેઠી હતી, ત્યારે છીંક આવવાથી એક શેઠ ‘નમો અરિહંતાણં બોલ્યા. આ સાંભળી એને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી પાંચસો વહાણ લઇ પોતાની સમડી તરીકેની મૃત્યુભૂમિ ભરુચ હોવાથી ત્યાં આવી. ત્યાં સમડી વિહાર નામનું ભવ્ય દેરાસર બનાવ્યું. આમ અત્યંત પ્રભાવક હોવાથી ઊંઘમાંથી ઉઠતાં જ નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઇએ. એ પછી ધર્મજાગરિકા કરવી.
ધર્મજાગરિકા તે આ રીતે :- હું કોણ છું? મારી જાતિ કઇ? મારા કુલદેવતા કોણ? મારા ગુરુ કોણ? મારો ધર્મ કયો? મારે કયા કયા અભિગ્રહો-નિયમો છે? અત્યારે મારી કઈ અવસ્થા છે? મેં અત્યાર સુધી શી આરાધના કરી? હજી મારે કયા કૃત્યો કરવાના બાકી છે? હું કરી શકું એવો કયો ધર્મ હું કરતો નથી? મારા કયા કાર્યો બીજા જુએ છે? ને કયા કાર્યો મારો આત્મા જુએ છે? હું કઇ કઇ અલનાઓ અટકાવી શકતો હોવા છતાં અટકાવતો નથી? તથા આજે કઇ તિથિ છે? શું આજે કોઇ ભગવાનનું કલ્યાણક છે? આજે મારું વિશેષ કૃત્ય કર્યું છે? વગેરે. આ ધર્મજાગરિકામાં દ્રવ્ય - ક્ષેત્ર – ભાવ - કાળ અંગે જો વિચારીએ, તો પોતાના કુળનું, ધર્મનું, વ્રતનું વગેરેનું સ્મરણ કરવું એ ભાવ અંગે વિચારણા છે. મારા ગુરુ કોણ? વગેરે વિચારણા દ્રવ્ય અંગ છે. કયા દેશ, નગર, ગામ, સ્થાને છું? ઇત્યાદિ વિચારણા ક્ષેત્રઅંગે છે. અત્યારે પ્રભાતાદિ કયો સમય છે કે આજે કઇ તિથિ છે? ઇત્યાદિ વિચારણા કાળસંબંધી
એવી ધર્મ-જાગરિકા કરવાથી પોતે સાવધાન થાય છે. પોતે કરેલા પાપ, દોષ યાદ આવવાથી તેના ત્યાગની, તથા પોતે ગ્રહણ કરેલા નિયમનું પાલન કરવાની અને નવા ગુણ તથા વિશેષથી ધર્મ ઉપાર્જન કરવાની ઇચ્છા થાય છે. ધર્મજાગરિકાના આ અને બીજા ઘણા લાભો છે. સંભળાય છે કે પાછલી રાતે આરીતે ધર્મ જાગરિકાથી પ્રતિબદ્ધ થયેલા આનંદ-કામદેવ વગેરે શ્રાવકો પણ શ્રાવકની પ્રતિમાઓ વગેરે વિશેષ ધર્મ કરવામાં લાગ્યા હતા.
કુસ્વMઅંગે કાઉસગ્ગ (આટલે સુધી મૂળ ગાથા નંબર પાંચના પૂર્વાદ્ધની વ્યાખ્યા કરી. હવે ઉત્તરાદ્ધની વ્યાખ્યા કરે છે.) ધર્મજાગરિકા પછી જો પ્રતિક્રમણ કરતો હોય, તો રાઇ પ્રતિક્રમણ કરે. (એની વિધિ આગળ બતાવશે.) જે પ્રતિક્રમણ ન કરતો હોય, એણે પણ રાગદશાથી ભરેલા કુસ્વપ્ન અને દ્વેષભાવથી ભરેલા સ્વપ્નના પ્રાયશ્ચિત્ત માટે, કોઇ અનિષ્ટ સ્વપ્ન આવ્યું હોય, તો એના પ્રતિઘાત-પ્રતિકાર માટે તથા મૈથુનસંબંધી સ્વપ્ન આવ્યું હોય, તો પાપ નિવારવા એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણનો કાઉસગ્ગ કરવો.
આ બાબતમાં વ્યવહાર ભાષ્યમાં જે કહ્યું છે, તેનું તાત્પર્ય બતાવે છે - ૧) હિંસા, જુઠ, ચોરી અને પરિગ્રહ કરવાનું, કરાવવાનું કે અનુમોદવાનું સ્વપ્ન આવ્યું હોય, અને મૈથુનવ્રતમાં કરાવવાનું કે અનુમોદવાનું સ્વપ્ન આવ્યું હોય, તો એ પાપ ખપાવવા સો શ્વાસોચ્છવાસ પ્રમાણ એટલે કે ચંદેસ નિમ્મલયરા સુધીના ચાર લોમ્બસનો કાઉસગ્ગ કરવો. અને ૨) જો મૈથુન સેવન પોતે કર્યું છે એવું સ્વપ્ન આવે, તો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ એટલે કે સાગરવરગંભીરા સુધીના ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. અથવા દસવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં મહાવ્રત સંબંધી જે શ્રાદ્ધવિધિ પ્રકરણ