________________
ધ્યાનનો સમય પણ તે જ શ્રેષ્ઠ છે કે જે સમયે ઉત્તમ યોગ સમાધાન પ્રાપ્ત થાય છે. (યોગ સમાધાન = મન વગેરેની વ્યાકુળતા ન થવી) આ માટે દિવસ-રાત વગેરે રૂપે સમયનું કોઇ નિયમન જરૂરી નથી. શરીરની પણ તે જ ઉભેલી, બેસેલી કે સુતેલી અવસ્થા ધ્યાન માટે માન્ય છે કે જે અવસ્થામાં ધ્યાન સારી રીતે ધરી શકાય. (આમ કહેવા પાછળ કારણ બતાવે છે.) બધા દેશ-કાળઅવસ્થામાં રહેલા ઘણા મુનિઓ પાપને શાંત કરી શ્રેષ્ઠ કેવળજ્ઞાન આદિ લાભ પામ્યા છે. તેથી આગમમાં ધ્યાનમાટે દેશ, કાળ, અવસ્થા અંગેનો કોઇ નિયમ બતાવ્યો નથી. જે રીતે મન વગેરે યોગ સમાધાન પામે-સ્થિરતા પામે તે રીતે પ્રવર્તવું.
શ્રી નવકાર મહામંત્રના લાભ - શિવકુમાર વગેરેના દષ્ટાંત શ્રી નમસ્કાર મહામંત્ર આલોક અને પરલોક બન્ને માટે અત્યંત લાભકારી છે. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે :- ભાવથી નમસ્કારનું સ્મરણ-ચિંતન કરનારના ચોર , હિંસક પશુ, સાપ, પાણી,અગ્નિ, બંધન, રાક્ષસ, રાજા, રણ(યુદ્ધ) વગેરેથી ઉદ્ભવતા ભયો નાશ પામી જાય છે.
બીજે પણ કહ્યું છે :- જન્મે ત્યારે નવકાર સંભળાવવાથી એ જન્મેલાને એ જીવનમાં ફળ-ઋદ્ધિ મળે છે. મરતા પણ નવકાર જાપથી (કે સાંભળવાથી) મરણ પછી સદ્ગતિ થાય છે. આપત્તિમાં નવકાર ગણવાથી સેંકડો આપત્તિઓ ઓળંગી જવાય છે. સમૃદ્ધિમાં પણ નવકાર ગણવો, જેથી સમૃદ્ધિ વિસ્તાર પામે છે, વધે છે. નમસ્કાર મહામંત્રનો એક એક અક્ષર સાત સાગરોપમના પાપનો નાશ કરે છે. નવકારના એક પદનો જાપ પચાસ સાગરોપમના પાપને હણે છે. સંપૂર્ણ નવકારનું સ્મરણ પાંચસો સાગરોપમના પાપ દૂર કરે છે.
જે વ્યક્તિ શ્રી જિનેશ્વરની વિધિપૂર્વક પૂજા કરી વિધિપૂર્વક એક લાખ નવકાર ગણે, તે તીર્થંકર નામકર્મ ઉપાર્જ એમાં કોઇ સંદેહ નથી. જે વ્યક્તિ ૮૦૮૦૮૮૦૮ નવકાર ગણે, એ ત્રીજે ભવે મોક્ષ પામે છે. નમસ્કારના આલોક સંબંધી મહિમા અંગે શેઠ પુત્ર શિવકુમાર વગેરેના દ્રષ્ટાંત છે.
આ શિવકુમાર જુગારમાં અત્યંત આસક્ત હોવાથી પિતાની વાત પણ માનતો ન હતો. મરતી વખતે પિતાએ હિતશિક્ષા આપી કે “આપત્તિમાં નવકાર યાદ કરજે.' પિતાના મોત પછી જુગારમાં બધું ગુમાવવાથી શિવકુમાર નિર્ધન થઇ ગયો. એને ત્રિદંડીનો ભેટો થયો. ત્રિદંડીએ “મારી સાધનામાં ઉત્તરસાધક થશે, તો તારું દળદર ફિટશે” એમ કહ્યું. તેથી કાળીચૌદશની રાતે ત્રિદંડી સાથે સ્મશાનમાં ગયો.
આ ત્રિદંડી દુષ્ટ હતો. ત્રિદંડીએ મડદાના હાથમાં તલવાર મૂકી. પછી શિવકુમારને એના પગનું માલિશ કરવાનું કામ સોપ્યું. તે વખતે ડરી ગયેલા શિવકુમારે આપત્તિથી બચવા નવકાર ગણવા માંડ્યા. તેથી એ શબ ત્રણ વાર ઉઠવા છતાં શિવકુમારને કાંઇ કરી શક્યું નહીં. અંતે ત્રિદંડીના જાપથી ખેંચાઇ આવીને શબમાં પેસેલા એ દેવે ત્રિદંડીને જ મારી નાખ્યો. એનું શબ સુર્વણ પુરુષ બની ગયું. તેથી શિવકુમાર મોતને બદલે મોટી સમૃદ્ધિ પામ્યો. એણે જિનાલય નિર્માણવગેરે સુકતો કર્યા.
સુદર્શના દષ્ટાન્તા નવકારના પ્રભાવથી પરલોકમાં થયેલા લાભમાટે વડની સમડી વગેરે દ્રષ્ટાંત છે. એ સમડી કોઇ દુષ્ટના બાણથી વિંધાઈને ભૂમિપર પડી. ત્યાંથી પસાર થતાં સાધુએ એને નવકાર સંભળાવ્યો. એમાં ૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ