________________
ઉપાંશુજાપ એટલે બીજો કોઈ સાંભળી ન શકે, પણ અંતર્જલ્પરૂપ (અંદરથી બોલતો હોય તેવો)જાપ. અને ભાષ્યજાપ એટલે બીજા બધા સાંભળી શકે એવો જાપ. આમાં શાંતિ જેવા ઉત્તમ કાર્યની સિદ્ધિ માટે માનસ જાપ, પુષ્ટિ જેવા મધ્યમ કાર્ય માટે ઉપાંશુજાપ અને કામણ-ટુમણ જેવા તુચ્છ – અધમ કાર્ય માટે ભાષ્યજાપ કરાતો હોય છે. માનસજાપ પ્રયત્ન-કષ્ટ સાધ્ય છે. ભાષ્ય જાપ અધમ કાર્યોની સિદ્ધિ માટે છે. તેથી સાધારણ સરળ એવો ઉપાંશુજાપ કરવો જોઇએ.
નવકારના અક્ષરજપો અને તેના લાભો નવકારની પાંચ પદની કે નવપદની અનાનુપૂર્વી ચિત્તની એકાગ્રતા માટે ગણી શકાય. નવકારમંત્રના એક-એક અક્ષર-પદ વગેરેનો જાપ પણ કરી શકાય. યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે તે
ગુરુપંચક અરિહંત, સિદ્ધ, આયરિય, ઉવઝાય, સાહુ, આ સોળ અક્ષરની વિદ્યા બસો વાર જપે, તો એક ઉપવાસનું ફળ પામે છે. ગુરુપંચક-પાંચ પરમેષ્ઠી. “અરિહંત સિદ્ધ” એ છ અક્ષરનો મંત્ર ત્રણસો વાર, “અરિહંત' એ ચાર અક્ષરનો મંત્ર ચારસો વાર અને “અવર્ણ” એટલે (અરિહંતમાં રહેલો પ્રથમ વર્ણ) “અ” ને પાંચસો વાર ગણનારો યોગી એક ઉપવાસનું ફળ પામે છે.
ભવ્ય જીવો જાપ કરતા થાય એ હેતુથી આ જાપોના આવા ફળ કહ્યા છે. બાકી તો આ જાપોના સ્વેગ અને મોક્ષની પ્રાપ્તિ એ જ પારમાર્થિક ફળ છે એમ યોગીઓ કહે છે.
પાંચ અક્ષરનો મંત્ર ગણવાની વિધિ નાભિકમલમાં સર્વતોમુખી ‘કારને સ્થાપી એનું ચિંતન-ધ્યાન કરવું. મસ્તક કમળમાં ‘સિ’ અક્ષરને ધ્યાવવો. મુખરૂપ કમળમાં ‘આ’ કારને ધ્યાવવો. હૃદયરૂપ કમળમાં “ઉ” કાર ચિંતવવો અને કંઠ પિંજરમાં (કંઠે) “સા' કાર ચિંતવવો. પંચ પરમેષ્ઠીના બીજભૂત આ “અસિઆઉસા” મંત્ર અને બીજા પણ નમ: સર્વસિદ્ધભ્ય:” એ બીજાક્ષરોનું સ્મરણ કરી શકાય.
ધ્યાન ક્યાં કેવી રીતે ધરવું? આ લોકના ફળની ઇચ્છા રાખનારે આ મંત્રનું ૐ કાર સહિત ધ્યાન ધરવું. મોક્ષ પદની ઇચ્છા રાખનારે એ વિના જાપ કરવો. (પ્રણવ-ૐ કાર) એવી રીતે મંત્રવિદ્યાના વર્ષોમાં અને પદમાં ક્રમથી વિશ્લેષ લક્ષ્યભૂત ભાવની સિદ્ધિ માટે કરવો. જાપ વગેરે બહુ ફળવાળા છે, કેમકે :- કરોડ પૂજાતુલ્ય સ્તોત્ર છે. કરોડ સ્તોત્ર સમાન જાપ છે. કરોડ જાપ સમાન ધ્યાન છે અને કરોડ ધ્યાનને સમકક્ષ લય છે.
ધ્યાનની સિદ્ધિ માટે જોઇતી સ્વસ્થતા માટે જિનશ્વરોની જન્મભૂમિ વગેરે રૂપ તીર્થોનો અથવા અન્ય એકાંત સ્થાન વગેરેનો આશ્રય કરવો.
ધ્યાનશતકમાં કહ્યું છે :- સાધુઓનું સ્થાન હંમેશા સ્ત્રી, પશુ, નપુંસક, કુશીલ (= દુરાચારી) વગેરેથી રહિત એકાંતમાં જ હોય, એમાં પણ ધ્યાન વખતે તો વિશેષથી એકાંત હોવું જરૂરી છે. જેઓ પોતાના સાધનાના યોગમાં સ્થિર છે અને ધ્યાનમાં નિશ્ચય મનવાળા છે, તેવા મુનિ માટે તો લોકોથી વ્યાપ્ત ગામ કે શૂન્ય અરણ્ય (જંગલ) માં કોઇ ફરક પડતો નથી. તેથી જ્યાં મન-વચન-કાયાના યોગોનું સમાધાન થતું હોય અને જીવોને પીડા થતી ન હોય, તે જ ધ્યાન ધરનારા માટે ઉચિત દેશ (થાન) છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ