________________
જમીન પર ઊભા રહીને કે પદ્માસન વગેરે આસને અથવા જેથી સુખે બેસી શકાય એવાં સુખાસને બેસીને પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ અથવા જિનપ્રતિમા આદિને સન્મુખ મનની એકાગ્રતા નિમિત્તે કમળબંધ, કરજાપ આદિથી નવકાર જાપ કરવો.
આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરી તેમાં મધ્યમાં કર્ણિકાપર “નમો અરિહંતાણં” પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં “નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો ઉવન્ઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણં” એ ચાર પદ સ્થાપે અને ચાર આગ્નેયી (પૂર્વ અને દક્ષિણની વચ્ચેની) વગેરે ચાર વિદિશામાં ચૂલિકાનાં ચાર પદો (એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમ હવઈ મંગલ) સ્થાપે. આ રીતે નવકાર સ્થાપન કરી જાપ કરવો એ કમળબંધ જાપ કર્યો કહેવાય છે.
કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે તે
આઠ પાંખડીવાળા સફેદ કમળના મધ્યની કર્ણિકામાં સાત અક્ષરી પ્રથમ પવિત્ર મંત્ર (નમો અરિહંતાણું) નું ચિંતન કરે. પછી સિદ્ધ વગેરે ચાર પદો ચાર દિશાની પાંખડીઓમાં ક્રમશ ચિંતવે. અને ચૂલિકાના ચાર પદ વિદિશાની પાંખડીઓમાં ચિંતવે. આ રીતે મન-વચન-કાયાની શુદ્ધિ પૂર્વક એકસો આઠ નવકારનો જાપ કરતો સાધુ ગોચરી કરે તો પણ ઉપવાસનું ફળ પામે છે.
જાપની અન્ય પદ્ધતિઓ કરજાપ નંદાવર્ત-શંખાવર્ત વગેરે રીતે કરવાથી ઇષ્ટસિદ્ધિ વગેરે ઘણું ફળ આપનારો બને છે.
કરજાપ વગેરે જેને ન ફાવે, એ કર આવર્તે (આંગળીથી) નવકારને બાર સંખ્યાથી નવ વાર ગણે, તો તેને પિશાચ વગેરેનો ઉપદ્રવ થતો નથી. બંધન (જલ) વગેરે કષ્ટ આવે ત્યારે વિપરીત શંખાવર્ત વગેરે દ્વારા અક્ષર અથવા પદથી વિપરીત (ઉલ્ટા અક્ષરો અથવા પદથી) નવકારમંત્રનો એક લાખ કે તેથી અધિક જાપ કરવાથી શીઘ્ર ક્લેશ નાશ-આપત્તિ ટળવી વગેરે થાય છે. - સૂતર, રત્ન, રૂદ્રાક્ષ વગેરેની જપમાળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી પહેરેલાં વસ્ત્ર કે પગવગેરેને સ્પર્શે નહિ તે રીતે, તેમ જ મેરુનું ઉલ્લંઘન ન થાય વગેરે વિધિ સાચવીને જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે :- આંગળીના અગ્રભાગથી, મેરુ ઉલ્લંઘન કરવાથી અને વ્યગ્રચિત્તથી કરાયેલો જાપ પ્રાયે અલ્પ ફળ આપનારો બને છે.
ઘણા માણસ વચ્ચે બેસી જાપ કરવા કરતાં એકાંતે કરવો શ્રેયસ્કર છે. બોલતા જાપ કરવા કરતાં મૌન જાપ કરવો શ્રેયસ્કર છે. મૌન જાપ કરતાં માનસિક જાપ શ્રેયસ્કર છે. એમ ઉત્તરોત્તર અધિક ફળદાયી છે.
જાપ કરતાં થાકે, તો ધ્યાનમાં પ્રવેશે. ધ્યાન કરતાં થાકે, તો જાપ કરે, એ બન્નેથી થાકે, તો સ્તોત્ર ગણે, એમ ગુરુએ કહ્યું છે.
ત્રણ પ્રકારના જાપ શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે રચેલા પ્રતિષ્ઠા-પદ્ધતિમાં કહ્યું છે કે,
જાપ ત્રણ પ્રકારનાં છે. ૧ માનસ જાપ, ૨ ઉપાંશુજાપ, ૩ ભાષ્યજાપ. માનસજાપ એટલે માત્ર મન જ જાપમાં પ્રવૃત્ત હોય (જીભ વગેરે બાકી બધું સ્થિર હોય). આ જાપ માત્ર પોતે જ અનુભવે છે.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૬