________________
(ચંદ્રનાડી વહેતી હોય ત્યારે કરવા યોગ્ય કાર્યો) દેવપૂજન, દ્રવ્યોપાર્જન-વ્યાપાર, લગ્ન, દુર્ગાદિ કે નદી ઓળંગવી, ગમનાગમન, આયુષ્ય અંગે, ઘર-ખેતર વગેરેનો સંગ્રહ (લેવું-બાંધવું-ખરીદવું), વરસાદ, નોકરી, ખેતીવાડી, શત્રુ પર વિજય, વિદ્યાભ્યાસ, પટ્ટાભિષેક-પદપ્રાપ્તિ એવાં શુભ કાર્યોના પ્રશ્ન વખતે અથવા પ્રારંભ વખતે ચંદ્રનાડી ચાલે તે શુભ છે. જો તે વખતે ચંદ્રનાડી પૂર્ણ હોય અને વાયુનો પ્રવેશ થાય, તો સંશય વિના સિદ્ધિ થવાનો નિર્દેશ થાય છે.
કેદમાં પડેલાના, રોગીના, પોતાના પદથી ભ્રષ્ટ-થયેલાના પ્રશ્ન વખતે, તથા યુદ્ધના આરંભે, દુમનના સંગમ વખતે, સહસા ભય આવે ત્યારે, સ્નાન વખતે, ભોજન-પાણી વખતે, ગયેલી વસ્તુ શોધતી વખતે, પુત્રમાટે મૈથુન સેવનવખતે, વિવાદના અવસરે, તથા કષ્ટકારી પ્રયોજન વખતે એટલા સ્થળે સૂર્યનાડી સારી સમજવી.
કેટલાક આચાર્યોના મતે - વિદ્યારંભ, દીક્ષા, શસ્ત્રાભ્યાસ, વિવાદ, રાજદર્શન, ગાયનઆરંભ, મંત્ર, મંત્રાદિ સાધનમાં સૂર્યનાડી શુભ છે.
ડાબી નાસિકાનો પવન ચાલતો હોય તો ડાબો પગ અને જમણી નાસિકાનો પવન ચાલતો હોય તો જમણો પગ પ્રથમ ઉપાડી પોતાના ઘરથી નીકળવું જોઇએ. સુખ, લાભ અને જયના ઇચ્છુકે દેવાદાર, ચોર, શત્રુ, વિગ્રહ કરનારો અને ઉત્પાત કરનારો આટલા પોતાની ડાબી બાજુએ આવે એવી રીતે કરવું. કાર્યસિદ્ધિના ઇચ્છુકે સ્વજન, સ્વામી, ગુરુ, માતા, પિતા વગેરે જે આપણા હિતચિંતક હોય, તેમને પોતાની જમણી તરફ રાખવા જોઇએ. - શય્યા પરથી ઉઠેલાએ જમણી કે ડાબી જે નાસિકા પવનથી ભરાઇ પૂર્ણ થતી હોય (જે તરફ નાડી ચાલતી હોય) તે તરફનો પગ જમીન પર પહેલા મુકવો.
ઉઠીને પહેલું નવકાર સ્મરણ.. આ પ્રમાણે વિધિપૂર્વક નિદ્રા તજીને શ્રાવક પરમમંગળ માટે અત્યંત બહુમાનથી નવકારમંત્રનું સ્પષ્ટોચ્ચાર થાય નહીં એ રીતે મનમાં સ્મરણ કરે. કહ્યું છે કે – શય્યામાં રહેલાએ પરમેષ્ઠીનું ચિંતન કરવું જોઇએ. (- નવકારનું મનથી સ્મરણ કરવું જોઇએ.) આમ કરવાથી સૂત્રનો અવિનય થતો નથી. કેટલાક આચાર્ય કોઇપણ એવી અવસ્થા નથી કે જેમાં નવકાર મંત્ર ગણવાનો અધિકાર ન હોય” એમ
ને છે. તેથી તેઓ ‘ત્યારે પણ (શય્યામાં હોઇએ ત્યારે પણ) નવકાર પાઠ કરી શકાય” એમ કહે છે. પંચાશક' નામના ગ્રંથની ટીકામાં આ બંને મત બતાવ્યા છે.
શ્રાદ્ધદિનકૃત્યમાં તો કહ્યું છે કે:- શય્યાના સ્થાનને છોડી દઇ જમીનપર ઊભા રહી ભાવથી બંધુ (સાચા હિતકર) અને જગતનો નાથ એવો નવકારમંત્ર ગણવો.
યતિદિન ચર્યામાં કહ્યું છે કે - રાતના પાછલા પહોરે બાળ, વૃદ્ધ વગેરે બધાએ જાગી જવું જોઇએ અને પરમેષ્ઠી પરમ મંત્ર (નવકાર) સાત-આઠ વાર ગણવો જોઇએ.
નવકાર ગણવાની રીત આમ નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં જાગેલાએ પલંગ વગેરે (પથારીનું સ્થાન) છોડી પવિત્ર
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૫