________________
મહારાજનો તથા સંઘનો સત્કાર વગેરે કરીને શક્તિપ્રમાણે કરવો; કેમકે શ્રીગુરુ મહારાજને સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃચ્છા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ પણ ક્ષણવારમાં નાશ પામે છે. પેથડશાહે તપા. શ્રી ધર્મઘોષસૂરિજીના પ્રવેશોત્સવમાં બોંતેર હજાર ટંકનો વ્યય કર્યો હતો. ‘સંવેગી સાધુઓનો પ્રવેશોત્સવ કરવો એ વાત અનુચિત છે.” એવી ખોટી કલ્પના કરવી નહીં કેમકે આગમમાં તેમનો સત્કાર કરવાની વાત બતાવી છે. સાધુની પ્રતિમાના અધિકારમાં શ્રી વ્યવહારભાષ્યમાં કહ્યું છે.
પ્રતિમા (સાધુની વિશિષ્ટ સાધના) પૂરી થાય ત્યારે પ્રતિમાવાહક સાધુ જ્યાં સાધુઓનો સંચાર હોય એવા ગામમાં પોતાને પ્રગટ કરે અને સાધુને અથવા શ્રાવકને સંદેશો કહેવરાવે. પછી ગામનો રાજા, અધિકારી અથવા તે ન હોય તો શ્રાવક-શ્રાવિકાઓનો અને સાધુ-સાધ્વીઓનો સમુદાય તે પ્રતિભાવાહક સાધુનો આદરસત્કાર કરે. આ ગાથાનો ભાવાર્થ એવો છે કે તે
પ્રતિમા પૂરી થાય ત્યારે સાધુ જે નજીકના ગામમાં ઘણાં ભિક્ષાચરો તથા સાધુઓ વિચરતા હોય, ત્યાં આવી પોતાને પ્રગટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક એના જોવામાં આવે, તેની પાસે સંદેશો કહેવરાવે, “હું પ્રતિમા પૂરી કરીને આવ્યો છું.” પછી ત્યાં આચાર્ય હોય તો તે રાજાને આ વાત કરે કે “અમુક મોટા તપસ્વી સાધુએ પોતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે. તેથી તેનો ઘણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરાવવો છે” પછી રાજા, તે ન હોય તો ગામનો અધિકારી, તે ન હોય તો સમૃદ્ધ શ્રાવકવર્ગ અને તે પણ ન હોય તો સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ શ્રી સંઘ પ્રતિમાવાહક સાધુનો યથાશક્તિ સત્કાર કરે. તે સાધુ ઉપર ચંદરવો રાખવો. મંગળ વાજિંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવો વગેરે સત્કાર કહેવાય છે. એવો સત્કાર કરવામાં આ ગુણ છે –
પ્રવેશવખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા સાધુઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે કે, અમે પણ એવું કરીએ કે જેથી મોટી શાસનપ્રભાવના થાય. તેમજ શ્રાવક-શ્રાવિકાઓની તથા બીજાઓની પણ જિનશાસન પર શ્રદ્ધા-ભક્તિ વધે છે કે અહો! પરમેશ્વર શ્રી જિનરાજનું આ શાસન મહાપ્રભાવી છે કે જે શાસનમાં આવા મહાન તપસ્વીઓ છે ! તેથી જ અન્ય કુતીર્થીઓની હીલના પણ થાય છે કે એમના ધર્મમાં આવા તપસ્વીઓ નથી. વળી, જે સાધુની પ્રતિમા પૂર્ણ થઇ હોય, તે સાધુનો સત્કાર કરવો એ જીત-આચાર-કલ્પ છે. વળી, જૈનશાસનનો આવો અતિશય જોઇ ઘણા ભવ્ય જીવો સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા લે છે. આમ તીર્થની વૃદ્ધિ પણ થાય છે. આમ એ વ્યવહારભાષ્યની ટીકામાં કહ્યું છે.
વળી શ્રી સંઘનું બહુમાનપૂર્વક તિલક કરવું તથા ચંદન-જવ વગેરે આપવા તથા કપૂર, કસ્તુરી વગેરે વિલેપન અને સુગંધી ફલ વગેરે અર્પણ કરવા, તથા ભક્તિથી નાળિયેરવગેરે અને વિવિધ પાન આપવા વગેરે દ્વારા પ્રભાવના કરવી. આ રીતે કરવાથી શાસનની ઉન્નતિ થાય છે. તેથી તીર્થકરપદવી વગેરેની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય. કહ્યું જ છે – અપૂર્વ (નવું નવું) જ્ઞાન ગ્રહણ કરવાથી, શ્રુતભક્તિથી અને શાસનની પ્રભાવનાથી આ કારણોથી જીવ તીર્થંકરપણું પામે છે. પોતાની ભાવના મોક્ષ દેનારી છે. પણ પ્રભાવના તો સ્વ-પર ઉભયને મોક્ષ દેનારી છે. તેથી ‘પ્રકારથી ભાવનાથી પ્રભાવના અધિક છે, તે બરાબર છે. (‘પ્રભાવના’ શબ્દમાં ભાવના શબ્દ કરતાં ‘પ્ર’ વધારે છે. ‘પ્ર’ પ્રકર્ષનો સૂચક છે. અને પ્રસ્તુતમાં બીજાનું શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૪૫