________________
કરવી જોઇએ. તેમ કરવાની શક્તિ ન હોય, તો છેવટે વર્ષમાં એક વાર તો અવશ્ય કરવી જ. આ વાત જન્મ-મૃત્યમાં આવેલા જ્ઞાન-ભક્તિદ્વારમાં વિસ્તારથી કહીશું.
ઉધાપન મહોત્સવ તેમ જ નવકાર, આવશ્યકસૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયનવગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણામાં ઓછામાં ઓછું એક ઉજમણું તો દર વર્ષે યથાવિધિ જરૂર કરવું. કેમકે ઉજમણું કરવાથી માણસોની લક્ષ્મી સાથે સ્થાને જોડાય, તપસ્યા સફળ થાય, નિરંતર શુભ ધ્યાન, ભવ્ય જીવોને સમકતનો લાભ, જિનેશ્વર ભગવાનની ભક્તિ તથા જિનશાસનની શોભા એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચોખાથી ભરેલા વાસણ ઉપર ફળ મુકવા સમાન અથવા ભોજન ઉપર પછી પાન દેવા સમાન છે.
શાસ્ત્રમાં કહેલી વિધિમુજબ નવકાર લાખ અથવા કરોડ વાર ગણી જિનમંદિરે સ્નાત્રોત્સવ, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કાર્ય ઠાઠમાઠથી કરવા. લાખ અથવા કરોડ ચોખા, અડસઠ સોનાની અથવા ચાંદીની વાડકી, પાટિયો, લેખણો તથા રત્નો, મોતી, પરવાળાં, નાણું તેમજ નાળિયેર વગેરે અનેક ફળો, જાતજાતના પકવાનો, ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મુકી નવકારનું ઉજમણું કરવું. ઉપધાન વહેવા આદિ વિધિસહિત માળા પહેરી આવશ્યક સૂત્રનું ઉજમણું કરવું, ઉપદેશમાળા વગેરે ગ્રંથોનો અભ્યાસ થવાપર એ ગ્રંથની પાંચસો ચુમ્માલીશ વગેરે જેટલી ગાથા હોય, એટલા લાડવા વગેરે વિવિધ વસ્તુ મુકીને ઉજમણાં કરવા. આમ સોનૈયાવગેરે વસ્તુ રાખી લાડવા આદિ વસ્તુની પ્રભાવના કરી સમ્યગ્દર્શન આદિના ઉજમણાં કરનારા ભવ્યજીવો પણ હાલના કાળમાં દેખાય છે.
માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે, કેમકે નવકાર, ઈરિયાવહી ઇત્યાદિ સૂત્રો શક્તિપ્રમાણે તથા વિધિ સહિત ઉપધાન કર્યા વિના ભણવા-ગણવાં એ અશુદ્ધ ગણાય છે. શ્રતની આરાધના માટે જેમ સાધુઓ યોગ કરે છે, તેમ શ્રાવકોએ ઉપધાન તપ જરૂર કરવો જોઇએ. માળા પહેરવી એ જ ઉપધાન તપનું મોટું ઉજમણું છે. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે – ધન્ય પુરુષ વિધિપૂર્વક ઉપધાનતપ કરી પોતાના કંઠે બંને પ્રકારે પોતે સૂત્ર કંઠસ્થ કરવા દ્વારા અને સૂતરની માળા પરિધાન કરવા દ્વારા) સુત્રમાળા ધારણ કરે છે, અને બંને પ્રકારે (સંસારમાં ઉપદ્રવો ન આવે અને નિરૂપદ્રવ એવો મોક્ષ મળે) શિવલક્ષ્મી પામે છે. જાણે કે મુક્તિરૂપ કન્યાની વરમાળા ન હોય ! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા ન હોય ! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળા જ ન હોય ! એવી માળા (મોક્ષમાળા) પુણ્યવાન જ પહેરે છે. આ રીતે અજવાળી પાંચમ વગેરે વિવિધ તપસ્યાઓ, સંબંધી ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાડકીઓ, નાળિયેર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મુકી શ્રત અને સંપ્રદાય પરંપરાને અવલંબીને કરવા.
તીર્થ પ્રભાવના તેમજ તીર્થની પ્રભાવનામાટે શ્રી ગુરુ મહારાજ પધારવાના હોય ત્યારે તેમનું સામૈયું, પ્રભાવના વગેરે દર વર્ષે ઓછામાં ઓછું એકવાર તો શક્તિપ્રમાણે જરૂર કરવું જ. તેમાં શ્રી ગુરુ મહારાજનો પ્રવેશોત્સવ બધી રીતે ઘણા ઠાઠમાઠથી ચતુર્વિધ સંઘ સહિત સામા જઇ તથા શ્રી ગુરુ ૨૪૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ