________________
.
ના.
અને પડેલી વસ્તુઅંગે જયણા કરવી. દિવસે બ્રહ્મચર્ય પાળવું, રાતે પણ પુરુષે પરસ્ત્રી તથા સ્ત્રીએ પરપુરુષપાસે જવું નહીં. ધન, ધાન્યવગેરે નવવિધ પરિગ્રહનું પરિમાણ જેટલું રાખ્યું હોય, તેમાં પણ ઘટાડો કરવો. દિશાપરિમાણ વ્રતમાં પણ કોઇને મોકલવું, સંદેશો કહેવરાવવો, અધોભૂમિએ જવું વગેરે તજવું. સ્નાન, અંગરાગ, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, અંબર અને કસ્તૂરી તથા રત્ન, હીરા, મણિ, સોનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું.
ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તતિય (વનસ્પતિવિશેષ), નાળિએર, કેળાં, જામફળ, જાંબુ, રાયણ, નારંગી, બીજોરાં, કાકડી, અખરોટ, વાયફલ, કોઠ, ટિંબરૂ, બિલીફળ, આમલી, બોર, ખિલૂક ફળ, ચીભડાં, ચીભડી, કેરાં, કરમદા, ભોરડ, લિંબુ, આમ્બવેતસ, એમનું અથાણું, અંકુરા, જાતજાતનાં ફૂલ તથા પાંદડા, સચિત્ત, બહુબીજ, અનંતકાય વગેરેનો ત્યાગ કરવો.
વિગઇનું અને વિગઇથી બનેલી વસ્તુનું પરિમાણ કરવું. વસ્ત્ર ધોવાં, લિંપવું, ખેતર ખેડવું હવરાવવું, બીજાની જૂ કાઢવી, ખેતર સંબંધી જાતજાતનાં કામો, ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવ, માંજવું વગેરેમાં ઘટાડો કરવો. તથા ખોટી સાક્ષી પૂરવી નહીં. દેશાવકાશિક વ્રતમાં ભૂમિ ખોદવાનું, પાણી લાવવાનું, કપડાં ધોવાનું, જાવાનું, પીવાનું અગ્નિ સળગાવવાનું, દીવો કરવાનું, લીલોતરી કાપવાનું, અમર્યાદિત બોલવાનું તથા વડીલોએ નહીં આપેલું લેવું તથા સ્ત્રીએ પુરુષ સાથે તથા પુરુષ સ્ત્રી સાથે બેસવું, સુવું, બોલવું, જોવું વગેરે વ્યવહારના સંબંધમાં પરિમાણ રાખવું, દિશા પરિમાણ કરવું. તથા ભોગોપભોગનું પણ પરિમાણ રાખવું. તેમજ બધા અનર્થદંડ ઘટાડવા.
સામાયિક, પૌષધ તથા અતિથિસંવિભાગમાં પણ જે છૂટ રાખી હોય, તેમાં દરરોજ કંઇક ઓછું કરવું. ખાંડવું, રાંધવું, જમવું, ખણવું, વસ્ત્રાદિ રંગવું, કાંતવું, પીંજવું, લોઢવું, ઘર વગેરે ધોળાવવું, લીપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જોવી, પગરખાં પહેરવાં, ખેતર નીંદવું, લણવું, વીણવું વગેરે કાર્યોમાં બને ત્યાં સુધી સંવરણ કરવું (= નહીં કરવાં), ભણવું, દેરાસરોમાં દર્શન કરવા, વ્યાખ્યાન સાંભળવા, નવકાર ગણવા વગેરે કામોમાં તથા જિનમંદિરના બધા કામોમાં વિશેષ પ્રયત્નઉદ્યમ કરવા. આઠમ, ચૌદશ, કલ્યાણક તિથિઓમાં તપ વિશેષ કરેલા હોય, તેનો લોકોને ધર્મ પમાડવા વર્ષ દિવસમાં ઉદ્યાપન મહોત્સવ કરવો. ધર્મમાટે મુહપત્તિ, પાણીનાં ગળણાં તથા ઔષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધર્મિક-વાત્સલ્ય કરવું, અને ગુરુનો વિનય સાચવવો. દર મહિને સામાયિક તથા દર વર્ષે પૌષધ તથા અતિથિસંવિભાગ યથાશક્તિ કરવા.” આ રીતે શ્રાવક-શ્રાવિકાના ચોમાસા સંબંધી નિયમ કહ્યા છે.
ચાતુર્માસિક નિયમઅંગે રાજકુમારનું દષ્ટાંત આ અંગે આ પ્રમાણે કથા છે. વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી રાણીનો પુત્ર રાજ્ય યોગ્ય છે એમ જાણી રાજા “બીજા રાજકુમારો અને મારી નાખે નહીં' એવા આશયથી એનું સન્માન કરતા નથી. તેથી દુભાયેલા રાજકુમારે વિચાર્યું - લાત લાગવાથી ધૂળ ઉડીને માથાપર જાય છે. તેથી પોતાના સ્થાને અપમાન પામતા જીવો કરતાં તો ધૂળ સારી. તેથી મારે અહીં રહેવાથી સર્યું. હું હવે પરદેશ જઇશ. કેમકે જે પુરુષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડો આશ્ચર્યથી ભરેલા સંપૂર્ણ પૃથ્વીમંડળને જોતો નથી, તે કુવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળમાં ભ્રમણ
૩૨.
શ્રાદ્ધવિધિ પ્રકરણ