________________
પાપડ, વડીવગેરે સૂકું શાક, તાંદલજાવગેરે પાંદડાની ભાજી, ખારેક, ખજુર, દ્રાક્ષ, ખાંડ, સૂંઠવગેરે વસ્તુનો વર્ષાકાળના ચોમાસામાં ત્યાગ કેમકે એ વસ્તુઓમાં લીલ, ફુગ, કંથુઆ અને ઇયળો વગે૨ે ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તો સારી રીતે તપાસીને ઘણી જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલો, ન્હાવું, માથામાં ફૂલ વગેરે ગુંથાવવાં, લીલું દાંતણ, પગરખાં વગેરેનો યથાશક્તિ ત્યાગ કરવો. ભૂમિ ખોદવી, વસ્ત્ર વગેરે રંગવા, ગાડા ચલાવવા બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી.
ઘર, દુકાન, ભીંત, થાંભલો, કબાટ, પાટ, પાટિયું, શીકું, ઘીનાં, તેલનાં તથા પાણીવગેરેનાં તથા બીજા વાસણ, ઇંધણ, ધાન્યવગેરે વસ્તુઓમાં ફુગ વગેરે ન થાય, તે માટે જે-જે સંબંધી જે યોગ્ય હોય તે તે પ્રમાણે કોઇને ચૂનો લગાડવો, કોઇમાં રાખ ભેળવવી તથા મેલ કાઢી નાંખવો, તડકામાં મૂકવું, ઠંડકવાળી જગ્યામાં અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું, વગેરે તથા પાણીને પણ બે ત્રણ વાર ગાળવું વગેરે સંભાળ લેવી. ચીકણી વસ્તુ, ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી રીતે ઢાંકણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણનું પાણી વગેરે નિગોદ-સેવાળ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિપર છુટું અને થોડું થોડું નાંખવું. ચૂલા અને દીવા ઉઘાડા ન રહે તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, રાંધવું, વસ્ત્ર - પાત્ર વગેરે ધોવું ઇત્યાદિ કામમાં પણ સારી રીતે જોઇ કરીને સંભાળ રાખવી. દેરાસરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઇએ એવી રીતે સમારકામવગેરે કરી ઉચિત જયણા રાખવી. (‘જયણા પોથી’ ખાસ વાંચવી.)
વળી ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇંદ્રિયજય, યોગવિશુદ્ધિ, વીશસ્થાનક, અમૃત આઠમ, અગિયાર અંગ, ચૌદ પૂર્વ વગેરે તપ તથા નમસ્કારફળ તપ, ચતુર્વિંશતિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણી તપ, સંસારતારણ તપ, અઠ્ઠાઇ, પક્ષખમણ, માસક્ષમણ વગેરે મોટો તપ પણ યથાશક્તિ કરવો. સાંજે ચોવિહાર અથવા તિવિહારનું પચ્ચક્ખાણ કરવું. વિગઇનો ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવા. દરરોજ અથવા પારણાના દિવસે અતિથિસંવિભાગનો અવશ્ય લાભ લેવો વગેરે.
પૂર્વાચાર્યોએ કહેલા ચાતુર્માસિક અભિગ્રહો પૂર્વાચાર્યોએ ચોમાસાના અભિગ્રહો કહ્યા છે, તે આ પ્રમાણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર સંબંધી દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહો હોય છે. તેનો અનુક્રમ આ પ્રમાણે - જ્ઞાનાચારમાં પરિપાટીથી સ્વાધ્યાય કરવો. (ક્રમસર જે સૂત્રાદિ ગોખવાના હોય, તે ગોખવા) વ્યાખ્યાન સાંભળવું, સાંભળેલા ઉપદેશપર ચિંતન કરવું અને સુદ પાંચમે યથાશક્તિ જ્ઞાનની પૂજા કરવી. દર્શનાચારમાં જિનમંદિરમાં કાજો કાઢવો, લીપવું, ગહુંલી માંડવી વગેરે તથા જિનપૂજા, ચૈત્યવંદન ક૨વા અને જિનબિંબને ઓપ કરીને નિર્મળ કરવા આદિ કાર્યો કરવા.
-
ચારિત્રાચારમાં જળો મૂકાવવી નહીં. જૂ તથા શરીરમાં રહેલા ગંડોળ પાડવા નહીં, કીડાવાળી વનસ્પતિને ખાર ન દેવો. લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં ત્રસ જીવની રક્ષા કરવી. કોઇને આળ ન દેવું, આક્રોશ ન કરવો, કઠોર વચન ન બોલવું, દેવ-ગુરુના સોગન ન ખાવા, ચાડી ન ખાવી તથા બીજાની હલકી વાતો નહીં ક૨વી. પિતાની તથા માતાની દૃષ્ટિ ચૂકવીને કામ ન કરવું. નિધાન, કર શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૩૧