________________
ઘણું ધન છોડી દીક્ષા લીધી !” એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરુ મહારાજે વિહાર કરવાની વાત કરી. ત્યારે અભયકુમારે ચૌટામાં ત્રણ કરોડ સોનૈયાનો એક મોટો ઢગલો કરી બધાને બોલાવી કહ્યું કે, “જે પુરુષ કૂવાવગેરેનું પાણી, અગ્નિ અને સ્ત્રીનો સ્પર્શ આ ત્રણનો કાયમ માટે ત્યાગ કરે, તેણે આ ધનનો ઢગલો ગ્રહણ કરવો.” લોકોએ વિચાર કરી કહ્યું કે, “ત્રણ કરોડ ધન છોડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય.”
ત્યારે મંત્રીએ કહ્યું - અરે મૂઢ લોકો ! તો તમે દ્રમકમુનિની હાંસી કેમ કરો છો? એણે તો પાણીવગેરેનો ત્યાગ કરી ત્રણ કરોડ ધનના ત્યાગથી પણ મોટો ત્યાગ કર્યો છે. પછી પ્રતિબોધ પામેલા લોકોએ દ્રમક મુનિને ખમાવ્યા.
આમ દુર્લભ વસ્તુઅંગે પણ નિયમ ગ્રહણ કરવો જોઇએ. એ નિયમ નહીં લેવા૫૨ પણ પશુની જેમ અવિરતિનો દોષ અને તે નિયમથી મળતા પુણ્યલાભની હાનિ એમ બંને પ્રકારે નુકસાન છે. ભર્તૃહરિએ કહ્યું છે – ‘અમે સહન કર્યું પણ એ ક્ષમાભાવથી નહીં, ઘર સંબંધી ઉચિત સુખો છોડ્યા, પણ તે સંતોષથી નહીં (પણ દુનિયાદારીની મજબુરીથી), દુઃસહ ટાઢ, વાયુ અને તાપ સહન કર્યા, પણ ક્લેશ વેઠીને તપ કર્યો નહીં. રાત-દિવસ ધનનું ધ્યાન કર્યા કર્યું, પણ નિયમિત પ્રાણાયામ કરીને મુક્તિનું ધ્યાન ધર્યું નહીં. આ રીતે મુનિઓએ કરેલા તે તે કાર્યો અમે તો કર્યાં, પણ તે તે કાર્યોના ફલ તો અમને
પ્રાપ્ત જ ન થયા.”
દિવસે એકવાર ભોજન કરે તો પણ પક્ખાણ કર્યા વિના એકાસણાનું ફળ મળતું નથી. લોકમાં પણ એવી જ રીત છે કે, કોઇ માણસ કોઇનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે, તો પણ વ્યાજ અંગે નક્કી ન કરે તો તે ધનનું થોડું વ્યાજ પણ મળતું નથી. દુર્લભ વસ્તુનો નિયમ ગ્રહણ કર્યો હોય, તો કદાચ કોઇ રીતે તે વસ્તુનો યોગ આવી જાય, તો પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લેતો નથી જ. જો નિયમ ન હોય, તો લઇ પણ લે. આમ નિયમનું ફળ સ્પષ્ટ જ છે. જેમ પલ્લીપતિ વંકચૂલને ગુરુમહારાજે “અજાણ્યા ફળ ખાવા નહીં” એવો નિયમ આપ્યો હતો, તેથી જંગલમાં તેણે તીવ્ર ભૂખ હોવા છતાં અને લોકોએ ઘણું કહેવા છતાં કિંપાક ફળ અજાણ્યા હોવાથી ખાધા નહીં. પણ તેની સાથેના લોકોએ ખાધાં, તેથી તે બધા મરણ પામ્યા.
દરેક ચોમાસામાં નિયમ લેવાનું કહ્યું, તેમાં ચોમાસું એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિમુજબ ગ્રહણ કરવા. જે નિયમ જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય, તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લેવા. તથા પોતાની અપેક્ષાએ ઉચિત નિયમો અવશ્ય લેવા, પણ નિયમ વિના એક ક્ષણ પણ રહેવું નહીં, કેમકે વિરતિ (ત્યાગ) મોટા ફળવાળી છે અને અવિરતિ ઘણા કર્મબંધ વગેરેરૂપ મોટા દોષવાળી છે એ વાત પૂર્વે કરી જ છે. પૂર્વે જે નિયમો કહ્યા હતા, તે જ નિયમો વર્ષાકાળના ચોમાસામાં વિશેષથી લેવા.
દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, દેરાસરમાં બધા ભગવાનની પૂજા અથવા વંદન, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવનાવગેરે અભિગ્રહ લેવા, તથા ગુરુને મોટું વંદન, દરેક સાધુને વંદન, ચોવીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ, નવા જ્ઞાનનો પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્તનો ત્યાગ ઇત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, ૨૩૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ