________________
ઉપાશ્રયમાં જિનમંદિરની જેમ ત્રણ નિશીહિ તથા પાંચ અભિગમ વગેરે યથાયોગ્ય વિધિથી પ્રવેશ કરી સગુરુને ધર્મદેશનાની પહેલાં અથવા તે થઇ રહ્યા પછી પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ દ્વાદશાવર્ત વંદના કરે. એ વંદનાનું ફળ બહુ મોટું છે. કહ્યું છે કે – માણસ શ્રદ્ધાથી વંદના કરે તો નીચગોત્ર કર્મ ખપાવે, ઉચ્ચગોત્ર કર્મ બાંધે અને કર્મની દૃઢગ્રંથી શિથિલ કરે. કૃષ્ણ ગુરુવંદનાથી તીર્થકરપણું મેળવ્યું, સાતમીને બદલે ત્રીજી નરકનું આયુષ્ય બાંધ્યું, તથા ક્ષાયિક સમ્યક્ત પામ્યો. વંદન કરવા આવેલા, પણ રાત પડવાથી બહાર રહેલા અને તે રાતે જ કેવળજ્ઞાન પામેલા પોતાના ચાર ભાણેજોને શીતળાચાર્યે પહેલા ક્રોધથી દ્રવ્યવંદન કર્યું. પછી તે કેવળજ્ઞાની ભાણેજોના વચનથી ભાવવંદન કરતાં કેવળજ્ઞાન પામ્યા.
ગુરુવંદનના પ્રકાર અને વિધિ ગુરુવંદન પણ ત્રણ પ્રકારના છે. ભાષ્યમાં કહ્યું છે – ગુરુવંદન ત્રણ પ્રકારે છે. એક ફેટાવંદન, બીજું થોભનંદન અને ત્રીજું દ્વાદશાવર્તવંદન. માથું નમાવે અથવા બે હાથ જોડે તે ફેટાવંદન છે. બે પૂરા ખમાસમણાવાળું બીજું થોભવંદન છે. અને બાર આવર્ત, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિસહિત બે વાંદણાવાળું ત્રીજું દ્વાદશાવર્ત વંદન જાણવું. તેમાં પ્રથમ ફેટાવંદન સકળ શ્રીસંઘે પરસ્પર કરવાનું છે. બીજું થોભનંદન ગચ્છમાં રહેલા સુસાધુને કરવું અને કારણથી લિંગમાત્રધારી સમકિતીને પણ કરવું. ત્રીજું દ્વાદશાવર્તવંદન આચાર્ય, ઉપાધ્યાય આદિ પદવીધર મુનિઓને કરવું.
જે પુરુષે પ્રતિક્રમણ કર્યું નથી, તેણે પણ વિધિથી વંદન કરવું. ભાષ્યમાં કહ્યું છે - (૧) ઈર્યા (૨) કુસુમિણ કાયોત્સર્ગ (૩) ચૈત્યવંદન (૪) મુહપત્તિ (૫) વંદન (૬) આલોચના (૭) વંદન (૮) ખામણા (૯) વંદન (૧૦) સંવર (૧૧) ચાર થોભ (૧૨) સક્ઝાયય.
વ્યાખ્યા - પહેલા ઈર્યાવહિયા પ્રતિક્રમણ કરવું (ઈર્યાવહિયા વિધિ કરવી.) પછી કુસુમિણનો સો શ્વાસોચ્છવાસ પ્રમાણ ચંદેસુ નિમ્મલયરા સુધીના ચાર લોગસ્સનો, પણ જો દુઃસ્વપ્નાદિ આવ્યા હોય, તો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ (હાલ એ હેતુથી સાગરવર સુધીના ચાર લોગસ્સનો) કાઉસગ્ગ કરવો. પછી ખમાસમણું આપી મુહપત્તિ પડીલેહવી. પછી બે વાંદણા આપી આલોચના કરવી. પછી ફરીથી બે વાંદણાં દઇ અભિંતર રાઇઅં ખમાવે, પછી વાંદણા દઇ, પચ્ચખ્ખાણ કરે, પછી ભગવાનë ઇત્યાદિ ચાર ખમાસમણાં આપે. પછી સક્ઝાય સંદિસાહું? અને સક્ઝાય કરું? એ બે ખમાસમણા સાથે બે આદેશ માંગી સક્ઝાય કરે. એ પ્રમાણે સવારની વંદનવિધિ કહી.
(૧) ઈર્યા (૨) ચૈત્યવંદન (૩) મુહપત્તિ (૪) વંદન (૫) ચરમ (૬) વંદન (૭) આલોચના (૮) વંદન (૯) ખામણા (૧૦) ચાર થોભ (૧૧) દિવસ-કાયોત્સર્ગ (૧૨) સક્ઝાયય.
વ્યાખ્યા સંધ્યાસમયે વંદનનો વિધિ-પ્રથમ ઈરિયાવહિ પ્રતિક્રમી ચૈત્યવંદન કરે, પછી ખમાસમણા પૂર્વક મુહપત્તિ પડિલેહે; બે વાંદણા દે, પછી દિવસચરિમ પચ્ચકખાણ કરે. પછી બે વાંદણા દઇ દેવસિય આલોવે. પછી બે વાંદણાં દઇ દેવસિય ખમાવે, પછી ચાર ભગવાનાં આદિ ખમાસમણાં દઇ આદેશ માગી દેવસિયપાલચ્છિત્ત વિસોહણને અર્થે (ચાર લોગસ્સનો) કાયોત્સર્ગ કરે, પછી સક્ઝાય સંદિસાહું? અને સક્ઝાય કરું? એ પ્રમાણે બે આદેશ માટે બે ખમાસમણા દઇ સક્ઝાય કરે. એ સંધ્યા સમયનો વંદનવિધિ કહ્યો છે. ગુરુ કોઇ કામમાં વ્યગ્ર હોવાથી જો દ્વાદશાવર્ત વંદન કરવાનો યોગ ન આવે, તો થોભવંદનથી પણ ગુરુને વંદન કરવા. એવી રીતે વંદન કરી ગુરુ પાસે પચ્ચકખાણ ૧૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ