________________
કરવું. કહ્યું છે કે તે
પોતે જે પહેલા પચ્ચખાણ કર્યું હોય તે જ અથવા તેથી મોટું પચ્ચખાણ ગુરુસાક્ષીએ ગ્રહણ કરવું, કારણ કે ધર્મ ગુરુસાફિક કહ્યો છે. ધર્મકૃત્ય ગુરુસાક્ષીએ કરવામાં ૧) એ ધર્મમાં દઢતા આવે ૨) “ગુરુમ્બિઓ’ આ જિનવચન હોવાથી જિનાજ્ઞાનું પાલન-આરાધના થાય. ૩) ગુરુવચનથી ઉદ્ભવેલા શુભ આશયથી અધિક-ક્ષયોપશમ થાય અને ૪) તેથી જ અધિક પચ્ચક્ખાણ આદિની ભાવના થાય. આટલા લાભ છે. શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે – પ્રથમથી જ પચ્ચકખાણવગેરે લેવાના પરિણામ હોય તો પણ ગુરુપાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે, કર્મનો ક્ષયોપશમ થાય છે અને પચ્ચક્ખાણની વૃદ્ધિ થાય છે. આ જ રીતે દિવસ સંબંધી, ચોમાસા સંબંધી કે બીજા નિયમો પણ યોગ હોય તો ગુરુ સાક્ષીએ જ ગ્રહણ કરવા.
અહીં પાંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસો બાણું પ્રતિદ્વાર સહિત દ્વાદશાવર્ત વંદનની વિધિ તથા દેશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદ્વાર તથા નેવું પ્રતિદ્વાર સહિત પચ્ચકખાણ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી. પચ્ચકખાણનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
પચ્ચકખાણનું ફળ છ માસ સુધી આયંબિલ તપ કરી મોટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરરાજાઓની બત્રીસ કન્યા પરણેલા ધમ્મિલ કુમારની જેમ પચ્ચકખાણનું આલોકમાં ફળ મળે છે. તથા ચાર હત્યા આદિ મહાપાપ કરી કર્મથી ભારે થયેલો દઢપ્રહારી છ માસ તપ કરી તે જ ભવે મુક્તિ પામ્યો. આ પરલોક સંબંધી ફળ માટે દૃષ્ટાંત છે. કહ્યું જ છે – માણસોને પચ્ચક્ખાણ કરવાથી આશ્રવદ્વારો બંધ થાય છે. આશ્રવના ઉચ્છેદથી તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે. તૃષ્ણાના ઉચ્છેદથી ઘણો ઉપશમ થાય છે. અને ઘણો ઉપશમ થવાથી જ પચ્ચકખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચક્ખાણથી અથવા અતુલ-ઘણા ઉપશમથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. એનાથી કર્મોનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી અપૂર્વકરણ (ક્ષપકશ્રેણી) થાય છે. તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન થવાથી સદાય અનંત સુખમય મોક્ષ સુખ મળે છે.
ગુરુવિનયની રીત દેરાસર આદિ સ્થળે ગુરુનું આગમન થાય, તો ઊભા થવું વગેરે વિનય કરવો. કહ્યું જ છે કે – ગુરુ ભગવંતને જોતા જ ઊભા થવું, તેઓ પધારતા હોય, તો સામે લેવા જવું. મસ્તકે અંજલિ કરી (પ્રણામ કરવા) અને જાતે જ આસન આપવું. તથા આસન અભિગ્રહ કરવો. (એટલે કે ગુરુ ભગવંત આસન પર બેસે પછી જ આસન પર બેસવાનો નિયમ લેવો.) ગુરુ જાય, તો તેમની પાછળ જવું. આ રીતે ગુરુનો આદર-સત્કાર- વિનય કરવો. ગુરુની બાજુમાં કે ગુરુને પીઠ થાય એ રીતે બેસવું નહી. તથા ગુરુના સાથળને આપણા સાથળ અડે એ રીતે ગુરુની નજીક (બેસવું કે) ઊભા રહેવું નહીં, કેમકે આ બધામાં ગુરુનો અવિનય થાય છે. તેમજ શ્રાવકે ગુરુની પાસે પગની પલાઠી વાળીને બંને હાથ વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે- પલાઠી વાળવી, ભીંતનો ટેકો લેવો, પગ લાંબા કરવા, વિકથા કરવી, ઘણું હસવું, આ બધું ગુરુની હાજરીમાં કરવું નહીં.
પ્રવચન સાંભળવાની રીત અને તેનો લાભ વળી કહ્યું છે - શ્રાવકે નિદ્રા તથા વિકથા છોડી, મન-વચન-કાયાની ગુપ્તિ રાખી, હાથ જોડી, શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૦૫