________________
તારું અવસાન થાય, તો હું તારા નિમિત્તે આટલું સુકૃત કરીશ. અને એ જ રીતે પુત્રે પિતાને જણાવ્યું હોય. પછી અવસાન થયે; એ રીતે એમના નામે વાપરવું જોઇએ. જોકે મને અહીં પ્રથમ તાત્પર્ય વધુ ઉચિત લાગે છે.)
તીર્થયાત્રા અંગે કાઢેલું દ્રવ્ય આમ હોવાથી જ જેઓ તીર્થયાત્રાવગેરે કરતી વખતે ભોજનનો ખર્ચ, ગાડા મોકલવા વગેરેનો ખર્ચ પણ તીર્થયાત્રાવગેરે માટે માનેલી રકમમાં જ ગણી લે છે, તે મૂઢોની કોણ જાણે શી ગતિ થશે? (જો પોતે સામાન્યથી જ તીર્થયાત્રા કરાવીશ” અથવા આટલા જણને આ તીર્થની યાત્રા કરાવીશ એવો સંકલ્પ કર્યો હોય, તો એ રીતે કરવામાં દોષ નથી આવતો. પણ જો અમુક રકમ ધારી હોય કે “તીર્થયાત્રામાં હું આટલી રકમ વાપરીશ” તો એ રકમમાં બીજા ખર્ચનો સમાવેશ કરવો નહીં. જો પોતે તીર્થયાત્રા અને તે સંબંધી બીજા બધા ખર્ચ માટે આટલી રકમ વાપરીશ, તો એ સંબંધી બીજા ખર્ચ પણ એમાં લઇ શકાય. પણ એ બીજા ખર્ચ ખોટા ખર્ચરૂપ ન બની જાય, તે જોવું.) યાત્રાદિ માટે જેટલું ધન માન્યું હોય કે “હું આટલું ધન યાત્રાઆદિમાટે વાપરીશ.” તેટલું ધન તે સંકલ્પસાથે જ દેવઆદિ દ્રવ્ય થઇ જાય છે. તે દ્રવ્ય એ સિવાયના પોતાના ભોજનવગેરેમાં વાપરે, તો દેવઆદિ દ્રવ્યના ઉપભોગનો દોષ લાગે.
શુભ ખાતાનું દેવું માથું રાખવું નહીં એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કોઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યનો ઉપભોગ થયો હોય, તેના પ્રાયશ્ચિત્ત તરીકે, જેટલા દ્રવ્યનો ઉપભોગ અનુમાનથી ધ્યાનમાં આવતો હોય; તેટલા પ્રમાણમાં સ્વદ્રવ્ય દેવ, જ્ઞાન, સાધારણ દ્રવ્યમાં આપી દે. આ કાર્ય અંતિમ અવસ્થામાં તો વિશેષરૂપે કરી લેવું (જેથી પરલોકમાં એનો ભાર રહે નહીં.) એ રીતે કરવામાં ઘણું ધન આપી દીધાં પછી હવે વધું ધન વાપરવાની શક્તિવગેરે નહીં રહે, તો બીજા ધર્મસ્થાનોમાં ઓછું ધન વાપરે તે ચાલે, પણ ઋણ માથે રહેવું જોઇએ નહીં, કેમકે બધા જ ઋણ-વિશેષથી દેવઆદિ સંબંધી ઋણ તો બરાબર સમજી લઇ મરણ પહેલા જ ચુકવી દેવા જોઇએ. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે કે – પડવાના ચંદ્રને કમળ, નોળિયણને નોળિયો, દૂધને કલહંસ (શ્રેષ્ઠ હંસ) ચિત્રાવેલીને પંખી અને સૂક્ષ્મ ધર્મને સારી બુદ્ધિવાળો પુરુષ જ ઓળખી શકે છે. વિસ્તારથી સર્યું.
(અહીં દેવદ્રવ્યાદિ વિષયમાં ઘણી ઘણી વાતો આવી. દરેક વ્યક્તિએ અને વ્યવસ્થાપકે વર્તમાન ગીતાર્થ સંવિગ્ન પરંપરામુજબ દેવદ્રવ્યાદિનો વિભાગ કેવી રીતે થાય છે તે એવા ગીતાર્થ ગુરુઓ પાસેથી જાણી લેવું જોઇએ. ધર્મક્ષેત્રમાં સવ્યય અંગે પણ કેવો સંકલ્પ કરવો જોઇએ કે જેથી દોષ ન આવે, તે પણ પૂજ્યો પાસેથી જાણી લેવું જોઇએ, ને જ્યાં જરા પણ શંકા કે મુંઝવણ થાય, ત્યાં પણ તરત એમની સલાહ મુજબ વર્તવું જોઇએ.)
ગુરુવંદન અને પચ્ચકખાણા હવે ગાથાના ઉત્તરાર્ધ્વની વ્યાખ્યા - આ રીતે જિનપૂજા કરીને “કાલે વિનયે બહુમાન' ઇત્યાદિ આગમગાથા સૂચિત જ્ઞાનાદિ પાંચ આચારને દઢતાથી આચરતા ગુરુપાસે જઇ પોતે પૂર્વે કરેલું પચ્ચખાણ અથવા તેમાં કાંઇક વધારીને ગુરુમુખેથી લેવું. જ્ઞાનાદિ પાંચઆચારની વ્યાખ્યા ગ્રંથકારે રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી.
પચ્ચખાણ ત્રણ પ્રકારે કરવાનું છે. એક આત્મસાક્ષિક, બીજું દેવસાક્ષિક, અને ત્રીજું ગુરુસાક્ષિક. તેની વિધિ આ પ્રમાણે છે :- જિનમંદિરે દેવવંદન અર્થે આવેલા અથવા સ્નાત્ર મહોત્સવના દર્શન અર્થે અથવા પ્રવચનઆદિ માટે ત્યાં જ રહેલા સદૂગુરુ પાસે વિધિપૂર્વક પચ્ચકખાણ લેવું. અથવા શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૦૩