________________
એના નામની જાહેરાત સાથે વાપરવી. આના પરથી એક એ પણ તાત્પર્ય નીકળે છે કે કોઇ પોતાના ખર્ચે તીર્થયાત્રા વગેરે માટે સમુદાયને લઇ જાય, ત્યારે એ સમુદાયે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી તો પોતાની જ રાખવી. લાભાર્થી એ આપે, તો એમનું નામ લઇ એ ચઢાવવી, પછી પોતાના દ્રવ્યથી પણ પૂજા કરવી જોઇએ.) જ્યારે ઘણા ગૃહસ્થ ભેગા થઇને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજાઆદિ કૃત્ય કરે, ત્યારે જેનો જેટલો ભાગ હોય, તેનો તેટલો ભાગ બધા સમક્ષ જાહેર કરવો. એમ ન કરે તો પુણ્યનો નાશ તથા ચોરીઆદિનો દોષ માથે આવે.
તેમજ માતા-પિતા આદિની અંતિમ અવસ્થા વખતે એમના સુકત માટે જે રકમ માની હોય, તે અંગે તેઓ સભાન અવસ્થામાં હોય, ત્યારે જ ગુરુ, શ્રાવકો વગેરે ઘણાની હાજરીમાં જ બોલવું કે “હું આપના નિમિત્તે આટલા દિવસની અંદર આટલું ધન સુકૃતમાં વાપરીશ, તેની આપ અનુમોદના કરો.” તે ધન કહેલી મુદતમાં બધા જાણે એ રીતે વાપરવું. તે વખતે જો પોતાના નામથી તે દ્રવ્યનો વ્યય કરે, તો પુણ્યના સ્થાને પણ ચોરીવગેરે દોષ લાગે કે જે મોટા મુનિરાજો માટે પણ હીનતાનો હેતુ બને છે. કહ્યું છે કે – જે માણસ (સાધુ) તપ, વ્રત, રૂપ, આચાર,અને ભાવ આ પાંચની ચોરી કરે, તે કિલ્બિષ દેવનું આયુષ્ય બાંધે.
નબળા ક્ષેત્રમાં વાપરવામાં શ્રેષ્ઠ લાભ ધર્મ માટે વપરાતું ધન મુખ્યવૃત્તિથી સાધારણખાતામાં જ વાપરવું. જેથી જે ધર્મસ્થાનમાં વિશેષ જરૂરિયાત દેખાય. ત્યાં તે ધન વાપરી શકાય. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદતું હોય, તેને ટેકો આપવામાં લાભ દેખાય છે. કોઇ શ્રાવક માઠી અવસ્થામાં હોય અને તેને જો તે (સાધારણ) દ્રવ્યથી સહાય કરાય, તો તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એવો સંભવ રહે છે.
લૌકિકમાં પણ કહ્યું છે - હે રાજેન્દ્ર ! તું દરિદ્રનું પોષણ કર, ધનવાનનું ક્યારેય કરવાની જરૂરત નથી. રોગીને જ ઔષધ પથ્ય-હિતકર બને છે. નિરોગીને ઔષધની શી જરૂરત છે? માટે જ પ્રભાવના, સંઘ પહેરામણી, સમ્યકત્વ મોદક લ્હાણી (પોતે સમકીત વ્રત લીધું એની ખુશાલીમાં કરેલી લાડવાની લ્હાણી અથવા કોક તેવા પ્રસંગે સમકતધર બધાને લાડુની લ્હાણી કરે તે) સાધર્મિકોને આપવી હોય, ત્યારે નિર્ધન સાધર્મિકને સારામાં સારી વસ્તુ હોય તે જ આપવી યોગ્ય છે. એમ ન કરે, તો ધર્મની અવજ્ઞા આદિ કર્યાનો દોષ આવે. યોગ હોય તો ધનવાન કરતા નિર્ધન સાધર્મિકને વધારે આપવું; પણ યોગ ન હોય તો બધાને સરખું આપવું. સંભળાય છે કે – યમુનાપુરમાં જિનદાસ ઠાકોરે ધનવાન સાધર્મિકને કરેલી સમકીત મોદક લ્હાણી વખતે એમના લાડવામાં એક એક સોનૈયો અંદર નાખ્યો હતો. અને નિર્ધન સાધર્મિકને આપેલા મોદકમાં બે બે સોનૈયા નાખ્યા હતાં.
મુખ્યવૃત્તિથી તો પિતાવગેરે અને પુત્રવગેરેએ પરસ્પર કેટલું વાપરવું એ પહેલેથી જ નક્કી કરી લેવું જોઇએ. કેમકે કોણ જાણે છે કે કોનું કેવી રીતે મરણ થાય? માતા-પિતા વગેરે નિમિત્તે ધર્મમાર્ગે જેટલું ધન વાપરવાનું નક્કી કર્યું હોય, તે અલગ જ વાપરવું. પોતે જે સાધર્મિકભોજન, દાનરૂપે વાપરતો હોય, એમાં એ ધન વાપરવું નહીં. નહીંતર વ્યર્થ ધર્મસ્થાનમાં દોષ સેવાઇ જશે! (આના બે તાત્પર્ય સમજાય છે. ૧) સામાન્યથી પિતા પોતે કેટલું સુકૃત કરવા ઇચ્છે છે, તેનું માપ પુત્રને બતાવે. એ જ રીતે પુત્ર પિતાને બતાવે. જો કદાચ બેમાંથી એકનું અવસાન થાય, તો બીજાએ અવસાન પામનાર જેટલું માનેલું હોય એટલું ધન એના નિમિત્તે ધર્મમાર્ગે વાપરવું. અવસાન નહીં થાય, તો એ રીતે પોતે જ પોતે માનેલું ધન ધર્મમાર્ગે વાપરે. અથવા બીજું તાત્પર્ય ૨) કોઇના મોતનો ભરોસો નથી. તેથી પિતાએ જ પહેલેથી પુત્રને જણાવ્યું હોય, કે કદાચ ૧૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ