________________
ઘરદેરાસરમાં ચઢાવેલા અક્ષતાદિની વ્યવસ્થા
પોતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ મૂકેલા ચોખા, સોપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેંચીને મેળવેલી રકમમાંથી પુષ્પ, ભોગ (કેસર, ચંદન) વગેરે વસ્તુ પોતાના ઘરદેરાસરમાં નહીં વા૫૨વી. સંઘના દેરાસ૨માં પણ પોતે નહીં ચઢાવવું, પરંતુ ખરી વાત કહીને તે પૂજારીવગેરે પાસે ચઢાવડાવવું. પૂજારી વગેરે ન હોય તો બધા આગળ એ પુષ્પઆદિ અંગેનું સ્વરૂપ સ્પષ્ટ બતાવી પછી પોતે પણ ચઢાવી શકે. એમ ન કરે, તો દેવદ્રવ્યની સામગ્રીથી પોતાના વખાણ થવા વગેરે દોષ આવે છે.
ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ માળીને મહીને આપવાની રકમના સ્થાને આપવી નહીં. પણ જો પહેલેથી જ માસિક રકમ-પગારના સ્થાને નૈવેદ્ય આપવાની વાત થઇ હોય, તો દોષ નથી. મુખ્યમાર્ગે તો માળીને માસિક આપવા યોગ્ય ૨કમ અલગ જ ઠરાવવી. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદિ વસ્તુ (સંઘના) જિનમંદિરે મુકવી. નહીં તો “ઘરદેરાસરના દ્રવ્યથી ઘરદેરાસરમાં પૂજા કરી, પણ પોતાના દ્રવ્યથી ન કરી” એમ થાય. તેથી અનાદર, અવજ્ઞા આદિ દોષો લાગે. વળી આ રીતે કરવું યોગ્ય પણ નથી. જે ગૃહસ્થ પોતાના શરીર, કુટુંબવગેરેમાટે મોટી રકમનો પણ વ્યય કરી શકે, તે પોતાના ઘરમાં રહેલા દેરાસરમાટે એ દેરાસરનું દ્રવ્ય વાપરે એ કેવી રીતે ઉચિત ગણાય? જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી. પણ પોતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેંચીને ઉપજાવેલા દ્રવ્યથી અથવા દેવસંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી, કારણકે તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે. વળી જિનમંદિરે આવેલા નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુની માફક સંભાળ લેવી અને સારું મૂલ્ય ઉપજે એવી રીતે વેંચવી પણ જેમ તેમ રખડતી રાખવી નહીં, કારણકે તેમ કરવાથી દેવદ્રવ્યનો વિનાશ આદિ કર્યાનો દોષ આવે છે.
પૂરા પ્રયત્નથી રક્ષણઆદિ ફીકર કરવા છતાં જો કદાચિત્ ચોરી, અગ્નિઆદિના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિનો નાશ થઇ જાય, તો સારસંભાળ કરનારના માથે કોઇ દોષ નથી; કારણકે, અવશ્ય થનારી વાતનો કોઇ પ્રતિકાર થઇ શકતો નથી. (તેથી તેવી પરિસ્થિતિમાં વહીવટદારોને દોષ દેવો વાજબી નથી. હા, પૂજારીવગેરે પર વધુ પડતો ભરોસો વગેરે કારણે પોતે રાખેલી બેકાળજી વગેરે કારણે નુકસાન થાય, તો દોષમુક્ત થવા ગીતાર્થ ગુરુભગવંતની સલાહ મુજબ કરવું.)
દેવમાટે, ગુરુમાટે, યાત્રામાટે, તીર્થપૂજામાટે, સંઘપૂજામાટે તથા સાધર્મિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મકૃત્ય માટે ખર્ચ ક૨વા બીજાનું જો ધન લેવાય, તો તે ચારપાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવું અને તે દ્રવ્ય ખરચતી વખતે ગુરુ, સંઘ આદિ આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થિત કહી દેવું, એમ ન કરે તો દોષ લાગે. તીર્થ વગેરેમાં દેવપૂજા, સ્નાત્ર, ધ્વજારોપણ, પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય ધર્મકૃત્યોમાં પોતાનું દ્રવ્ય જ વાપરવું, તેમાં બીજા કોઇનું દ્રવ્ય ભેગું ન લેવું.
બીજાએ આપેલું ધન મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યમાં બધાની સમક્ષ અલગ વાપરવું. (અલબત્ત, કોઇએ ખાસ ફુલ ચઢાવવા માટે જે દ્રવ્ય આપ્યું હોય, તો તે ૨કમથી ફુલ લઇ બધા સમક્ષ એ જાહેરાત કરી એ ફુલ વગેરે ચઢાવવા. એણે ‘ત્યાં મારા વતી પ્રભુભક્તિ કરજો’ એમ કહ્યું હોય, તો એ ૨કમ વિશેષ આંગી વગેરેમાં શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૦૧