________________
જોઇ સેચનક હાથીને જાતિસ્મરણજ્ઞાન થયું હતું. પણ પછી મરીને એ નરકમાં ગયો. આ બીજો ભાંગો.
૩) અનીતિથી ધન કમાયા પછી સુપાત્રમાં વિનિયોગ કરવો એ ત્રીજો ભાંગો. આ સારા ખેતરમાં સામાન્ય બીજ વાવવા જેવું છે, એ બીજથી જે ઉગે, એવું ફળ આનાથી પ્રાપ્ત થાય છે. આમ એ વિનિયોગ ભવિષ્યમાં સુખના અનુબંધનું કારણ બનતું હોવાથી જેઓ બહુ હિંસાદિ આરંભ કરી ધન ઉપાર્જન કરે છે, તેવા રાજા-વેપારીઓને એ રીતે દાન આપવાની અનુજ્ઞા છે. (અહીં આરંભની નહીં, પણ એથી પણ આવેલા ધનના દાનની અનુજ્ઞા છે. બહુ હિંસા થાય એવા ધંધાથી થતી કમાણી પણ અન્યાયથી કમાયેલી છે.) કહ્યું છે - કાશ (એક પ્રકારનું ઘાસ) ની લાકડી જેવી આ (અન્યાયથી આવેલી) લક્ષ્મી અસાર અને વિરસ (રસહીન તુચ્છ) છે. છતાં ધન્ય પુરુષો એવી લક્ષ્મીને સાત ક્ષેત્રમાં વિનિયોગ કરીને શેરડીના સાંઠા જેવી મીઠીરસ-કસવાળી બનાવે છે. ખોલ (= કુચા જેવો આહાર) ગાયને અપાય છે, તો પણ તેમાંથી દુધ થાય છે. (અન્યાયઅર્જિત ધન પણ સુપાત્રમાં જાય તો લાભકારી થાય છે.) અને દુધ પણ સાપના મોંમા જાય, તો ઝેર થાય છે. (નીતિનું ધન પણ અયોગ્ય ઠેકાણે વ્યય થાય, તો અહિતકર બને છે.) આમ થવામાં પાત્રઅપાત્ર વિશેષ જ કારણભૂત છે. તેથી જ પાત્રમાં જ દાન આપવું ઉત્તમ છે. એ જ સ્વાતિ નક્ષત્રમાં એ જ વરસાદના ટીપા પાત્ર વિશેષને પામી મોટું અંતર પામે છે. સાપના મોઢામાં ઝેર થાય છે અને છીપલામાં મોતી થાય છે. અહીં આબુ પર્વત પર ભવ્ય દેરાસર નિર્માણ કરાવનાર શ્રી વિમલમંત્રી વગેરે દૃષ્ટાંતો પ્રસિદ્ધ જ છે. મોટા આરંભ વગેરે અનુચિત પ્રવૃત્તિઓથી કમાયેલું ધન જો દેવ-ગુરુ વગેરે રૂપ સુપાત્રમાં વિનિયોગ નહીં પામે, તો અપકીર્તિ, દુર્ગતિ વગેરે ફળનું કારણ બને છે, જેમકે મમ્મણશેઠનું ધન.
૪) અન્યાયથી મેળવેલું ધન અયોગ્ય પાત્રમાં પોષણ આદિમાં જવા રૂ૫ ચોથો ભાંગો તો આ ભવમાં સપુરુષોમાં નિંદાપાત્ર બનતો હોવાથી અને પરલોકમાં દુર્ગતિનું જ કારણ બનતો હોવાથી વિવેકીએ ત્યાગ કરવાયોગ્ય જ છે, કેમકે – અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી (અનુચિત) દાન ગાયને હણીને તેના માંસથી કાગડાને તર્પણ કરવા જેવું અત્યંત દોષજનક છે. અન્યાયથી કમાયેલા ધનથી લોકો જે શ્રાદ્ધ કરે છે, તેનાથી ચાંડાળો, બુક્કસો (એવી જ હલકી જાતી) અને દાસપુત્રો જ તૃપ્ત થાય છે. ન્યાયથી આવેલા ધનમાંથી થોડું પણ આપેલું કલ્યાણમાટે થાય છે. અન્યાયથી આવેલા ધનમાંથી ઘણું આપેલું દાન પણ ફળ વિનાનું થાય છે. જે અન્યાયથી કમાયેલા ધનથી પોતાનું હિત ઇચ્છે છે, તે કાલકૂટ ઝેર ખાઇને જીવવા ઇચ્છે છે. આ જગતમાં અન્યાયથી કમાતા ગૃહસ્થો વગેરેની બુદ્ધિ અને પ્રવૃત્તિ પ્રાય: અન્યાય, કલહ, અહંકાર, પાપકાર્યોમાં જતી જોવા મળે છે. અહીં રંક શેઠનું દૃષ્ટાંત બતાવે છે.
અનીતિના ધનપર રંક શેઠનું દષ્ટાન્ત મારવાડમાં ‘પલ્લી’ નામના ગામમાં કાકુયાક અને પાતાક નામના બે ભાઇ રહેતા હતા. એમાં પાતાક ધનવાન હતો. મોટો ભાઈ કાકુયાક ધનહીન હોવાથી નાના ભાઇને ત્યાં જ નોકરી કરી જીવન નિર્વાહ કરતો હતો. એકવાર વર્ષાઋતુમાં દિવસના કાર્યો પતાવી થાકેલો કાકુયાક રાતે સુવા ગયો. ત્યાં પાતાકે – “અરે ભાઇ! ત્યાં ખેતરમાં વરસાદના પાણીથી ક્યારાના પાળાઓ તૂટી જશે ને તમે અહીં નિશ્ચિત થઇને સુઇ જાવ છો.’ એમ ઠપકો આપ્યો. તેથી પથારી છોડીને કોદાળી લઇ કાકુયાક ખેતરે જવા નીકળ્યો. પોતાની ગરીબી અને પરઘરે નોકરી કરવાની પરાધીનતાને મનોમન ધિક્કારતો એ ખેતરે પહોંચ્યો. ત્યાં જુએ છે, તો કેટલાક કામ કરનારાઓ ક્યારાઓની તૂટી ગયેલી પાળીઓ ફરીથી શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૪૯