________________
ત્યારે એ બ્રાહ્મણે કહ્યું - જે લોભથી મૂઢ બનેલો બ્રાહ્મણ રાજા પાસેથી દાન લે છે, એ બ્રાહ્મણ તમિસા વગેરે ઘોર નરકમાં તીવ્ર વેદના ભોગવે છે. રાજાનું દાન તો મધમિશ્રિત ઝેર જેવું ભયંકર છે. હજી પુત્રનું માંસ ખાવું સારું, પણ રાજાનું દાન નહીં. દસ કસાઇ બરાબર એક કુંભાર છે. દસ કુંભાર બરાબર એક કલાલ છે, દસ કલાલ બરાબર એક વેશ્યા છે ને દસ વેશ્યા સમાન રાજા છે. વગેરે વાતો સ્મૃતિ-પુરાણો વગેરેમાં કહી છે. તેથી રાજાનું દાન અતિ દુષ્ટ હોવાથી હું ગ્રહણ કરીશ નહીં. ત્યારે પ્રધાને કહ્યું – રાજા પોતાના પરિશ્રમથી કમાયેલું પવિત્ર ધન જ તમને આપશે. તેથી એ ગ્રહણ કરવામાં તમને કશો દોષ નહીં લાગે. પ્રધાન આવી ઘણી રીતે સમજાવી એ બ્રાહ્મણને રાજા પાસે લઇ આવ્યા.
એ બ્રાહ્મણના દર્શનથી ખુશ થયેલા રાજાએ એ બ્રાહ્મણનો પોતાનું આસન આપવું, પગ ધોવા વગેરે બહુ વિનય વ્યક્ત કર્યો. અને પછી પોતે પરિશ્રમથી કમાયેલા પેલા આઠ સિક્કા દક્ષિણા પેટે એમની મુઠ્ઠીમાં મુક્યા. આવેલા બીજા બ્રાહ્મણો આ જોઇ “રાજાએ આને કશુંક સારભૂત આપ્યું’ એમ માની ગુસ્સે થયા. ત્યારે રાજાએ એ બધાને સોનું વગેરેનું દાન કરી પ્રસન્ન કર્યા. પછી બધાને વિદાય કર્યા. બીજા બધા બ્રાહ્મણોને જે દાન મળ્યું, તે તો છ એક મહીનામાં જ ખતમ થઈ ગયું. જ્યારે પેલા પવિત્ર બ્રાહ્મણે પોતાને મળેલા આઠ સિક્કા ભોજન, પહેરવેશ વગેરેમાં વાપરવા છતાં ન્યાયથી આવેલું હોવાથી એનું ધન ખુટ્યું જ નહીં. દીર્ઘકાળ પછી પણ અક્ષય ખજાનાની જેમ તથા સારા બીજની જેમ ઐશ્વર્યની વૃદ્ધિનું કારણ બન્યું.
નીતિનું ધન અને સુપાત્ર સંબંધી ચતુર્ભગી ન્યાયથી ધન કમાવવાઅંગે આ સોમ રાજાનું દૃષ્ટાંત બતાવ્યું. અહીં ન્યાયથી ધન અર્જન અને સુપાત્રમાં વિનિયોગ (= દાન) સંબંધી ચતુર્ભગી થાય છે, તે આ રીતે - ૧) ન્યાયથી ધનની પ્રાપ્તિ અને તેનો સુપાત્ર (ઉચિત સ્થાને) વિનિયોગ. આ પ્રથમ ભાંગો શીધ્ર પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. આના પ્રભાવે સારી દેવગતિ, ભોગભૂમિ (યુગલિક ક્ષેત્ર), માનવભવ (= જ્યાં ધર્મ વગેરે છે, એવા આર્યક્ષેત્ર વગેરેથી યુક્ત માનવભવ)ની પ્રાપ્તિ, સમ્યક્ત્વ વગેરે ગુણોની પ્રાપ્તિ અને આસન્નસિદ્ધિ (= નજીકમાં-ટુંકા ગાળમાં મોક્ષ) વગેરે ફળ પ્રાપ્ત થાય છે. અહીં ઋષભદેવ પ્રભુનો પ્રથમ ભવ ધન સાર્થવાહ અને શાલિભદ્ર વગેરે દૃષ્ટાંતરૂપ છે.
૨) ન્યાયથી કમાયેલા ધનથી જે-તે પાત્રના પોષણ (= અયોગ્ય સ્થળે વિનિયોગ) રૂપ બીજો ભાંગો. આ પાપાનુબંધી પુણ્યનું કારણ બને છે. તેથી તે-તે પુણ્યના ઉદયવાળા ભવોમાં વિષયભોગ જેટલું ફળ આપી અંતે વિરસ (= કષ્ટદાયક) ફળનું કારણ બને છે. જેમકે એક લાખ બ્રાહ્મણોને જમાડનારો નીતિથી કમાયેલો બ્રાહ્મણ ઘણા ભવોમાં કાંક ભોગસુખો ભોગવી છેવટે સેચનક નામનો સર્વાંગસુંદર, બધા લક્ષણોથી યુક્ત અને મંગલ કરવાવાળો હાથી થયો. એ બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને જમાડ્યા પછી જે બચેલું ભોજનવગેરે હતું, તે સાધુભગવંત જેવા સુપાત્રદાનમાં આપી ગરીબ બ્રાહ્મણ પહેલા દેવલોકમાં દેવ બન્યો. (આ ગરીબ બ્રાહ્મણ પેલા બ્રાહ્મણનો નોકર હતો. લાખ બ્રાહ્મણને જમાડવા અંગેના કાર્યના બદલામાં આ નોકરે એ બ્રાહ્મણને કહેલું કે બાકી જે બચે તે મારું ગણાશે. આ રીતે નીતિથી મેળવેલા બચેલા ભોજનનું એણે સુપાત્રમાં દાન આપ્યું. એના પ્રભાવે એ પ્રથમ દેવલોકમાં દેવ બન્યો.) પછી ત્યાંથી ઍવી શ્રેણિક મહારાજાનો નંદિષેણ નામનો પુત્ર થયો. પાંચસો રાજકન્યાઓ સાથે એ પરણ્યો હતો. આ નંદિષણને
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૪૮