________________
પ્રતિક્રમણ વિધિ યોગશાસ્ત્રની ટીકામાં બતાવેલી ચિરંતન (દીર્ઘપૂર્વકાળે થયેલા) આચાર્યે રચેલી આ ગ્રંથગાથાઓથી પ્રતિક્રમણ વિધિ જાણવા મળે છે. -
પાંચ આચારની વિશોધિ માટે સાધુ કે શ્રાવક ગુરુ સાથે અથવા ગુરુ નહીં હોય તો એકલો પણ પ્રતિક્રમણ કરે. ચૈત્યોને વંદી, ભગવાનéવગેરે સંબંધી ચાર ખમાસમણા દઇ જમીનપર માથુ અડાડી બધા અતિચાર સંબંધી મિચ્છા મિ દુક્કડમુ આપે. પછી સામાયિકસૂત્ર (કરેમિ ભંતે) કહી ઇચ્છામિ ઠામિ... કાઉસગ્ગ વગેરે કરે. એમાં બે હાથ લાંબા કરી બંને હાથમાં ઓઘો-મુહપત્તી લઇ ઘોટક વગેરે દોષો ન લાગે એ રીતે કાઉસગ્ગ કરે. ચોલપટ્ટો નાભિથી નીચે અને ઘુંટણ ઉપર ચાર આંગળ જેટલો પહેરેલો હોય. કાઉસગ્નમાં દિવસે કરેલા અતિચારો હૃદયમાં ધારે. પછી નવકાર બોલી કાઉસ્સગ્ગ પારે. પછી લોગસ્સસૂત્ર બોલે. સંડાસક પૂંજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ બંને હાથ લાંબા કરી મુહપત્તિની તથા કાયાની પચ્ચીશ પચ્ચીશ રીતે પડિલેહણા કરવી. ઉઠી, ઊભા થઇ વિનયથી વિધિપૂર્વક કૃતિકર્મ (ગુરુને વાંદણા) કરે. તેમાં બત્રીશ દોષ ટાળવા અને પચ્ચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. પછી સમ્યક પ્રકારે શરીર નમાવી, બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળો લઇ ગુરુ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર કહેવા.
પછી નીચે બેસી સામાયિક વગેરે સૂત્ર જયણાથી કહે. તે પછી (દ્રવ્ય-શરીરથી અને ભાવમનથી) ઊભા થઇને “અદ્ભુઢિઓપ્ટિ” વગેરે પાઠ વિધિપૂર્વક કહે. પછી વાંદણા દઇ પાંચ કે તેથી વધુ સાધુઓ હોય તો ત્રણને ખમાવે. પછી વાંદણા દઇ આયરિય ઇત્યાદિ ત્રણ ગાથાનો પાઠ કહે. પછી સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગ સૂત્રનો પાઠ કહી, પછી ચારિત્રાચારની શુદ્ધિ માટે બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરે. પછી વિધિથી કાઉસગ્ગ પારીને સમ્યકત્વની શુદ્ધિ માટે પ્રગટ લોગસ્સ કહી તેમ જ અરિહંત ચૈત્યોની આરાધના માટે કાઉસ્સગ્ન કરી તેમાં એક લોગસ્સ ચિંતવે. પછી મારી શુદ્ધ સમ્યકત્વવાળો થયેલો તે શ્રુતશુદ્ધિ માટે પુખરવરદીવઢે સૂત્ર કહે. પછી પચ્ચીશ ઉચ્છવાસનો (એક લોગ્ગસનો) કાઉસ્સગ્ન કરી વિધિથી પારે. તે પછી બધી શુભ ક્રિયાનાં ફળ પામેલા સિદ્ધ પરમાત્માનો સ્તવ (સિદ્ધાણં) કહે. પછી શ્રુતસમૃદ્ધિ માટે શ્રુતદેવીનો કાઉસગ્ગ કરે, અને તેમાં નવકાર ચિંતવે. તે પછી શ્રુતદેવીની કોઇ સાંભળે અથવા પોતે કહે. એ જ રીતે ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ન કરી તેની કોઇ સાંભળે અથવા પોતે કહે. પછી પંચમંગળ (નવકાર બોલી) સંડાસા પ્રર્માજીને નીચે બેસે. પછી પૂર્વોક્ત વિધિએ જ મુહપત્તિ પડિલેહી ગુરુને વાંદણાં દેવા. તે પછી “ઇચ્છામો અણસઢુિં” કહી ઢીંચણ ઉપર બેસવું. ગુરુ સ્તુતિ કહે પછી “નમોડસ્તુ વદ્ધમાનાય” વગેરે ત્રણ સ્તુતિ ઉચ્ચ સ્વરે કહેવી. તે પછી નમુત્થણે સ્તવન કહી પ્રાયશ્ચિત્ત માટે કાઉસ્સગ્ન કરવો.
રાજ્ય પ્રતિક્રમણનો વિધિ આ રીતે દેવસી પ્રતિક્રમણની વિધિ બતાવી. રાઇઅ પ્રતિક્રમણ વિધિ પણ એ પ્રમાણે જ છે. તેમાં આટલો જ વિશેષ છે - પ્રથમ મિચ્છામિ દુક્કડ દઇ પછી શકસ્તવ (નમુત્થણ) કહી. ઉઠીને વિધિથી કાઉસ્સગ્ન કરે અને તેમાં લોગસ્સ ચિંતવે. તથા દર્શનશુદ્ધિ માટે બીજો કાઉસ્સગ્ન કરી તેમાં પણ લોગસ્સ જ ચિંતવે. ત્રીજા કાઉસ્સગ્નમાં રાતે લાગેલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી પારે. તે શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૦૯