________________
પછી સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાર્જી બેસે. પૂર્વની જેમ મુહપત્તિની પડિલેહણા, વાંદણા દઇ આલોચના સુત્ર કહી (વંદિત્ત સુધી કરી) પછી પાછા વાંદણા, ખામણાં, પાછા વાંદણા, આયરિય – ઉવઝાયની ત્રણ ગાથા વગેરે કહી કાઉસ્સગ કરવો.
તે કાઉસ્સગ્નમાં આ રીતે ચિંતવે કે – “જેથી મારા સંયમયોગોની હાનિ ન થાય, તે તપસ્યા હું અંગીકાર કરું. છમાસી તપ કરવાની તો મારામાં શક્તિ નથી. છમાસીમાં એક દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ, તો પણ તેટલી તપસ્યા કરવાની મારામાં શક્તિ નથી, તેમજ પંચમાસી, ચોમાસી, ત્રિમાસી, બેમાસી તથા એક માસમણ પણ કરવાની મારામાં શક્તિ નથી. માસક્ષમણમાં તેર ઓછા કરીએ પછી સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછો કરતાં ઠેઠ ચોથભક્ત (એક ઉપવાસ) એમ જ આયંબિલ આદિ, પોરસી તથા નવકારશી સુધી ચિંતવવું. ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય, તે હૃદયમાં ધારવી. પછી કાઉસ્સગ્ગ પારી લોગસ્સ કહી મુહપત્તિ પડીલેહવી. પછી વાંદણા દઇ જે તપસ્યા મનમાં ધારી હોય, તેનું જ પચ્ચક્ખાણ અશઠ ભાવે (કપટ વિના – ધાર્યું કંઇ ને લીધું કંઇ એવું કર્યા વિના વિધિપૂર્વક લેવું. પછી ઇચ્છામો અણુસટિં કહી નીચે બેસી ધીમા સ્વરથી ત્રણ સ્તુતિ કહે. (હાલ વિશાલલોચન બોલાય છે.) તે પછી નમુત્થણે વગેરે કહી ચૈત્યવંદન કરવું.
પકખી પ્રતિક્રમણનો વિધિ હવે ચૌદશે કરવાનું પસ્બી પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલા અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી તે મુજબ પ્રતિક્રમણ કરી, પછી આગળ કહેવાશે તે અનુક્રમે સારી રીતે કરવું. પ્રથમ મુહપત્તિ પડિલેવી તથા વાંદણા આપી પછી સંબુદ્ધા ખામણાં તથા અતિચારની આલોચના કરી, પછી વાંદણા તથા પ્રત્યેક ખામણાં કરવા. પછી વાંદણા પછી પક્ઝીસૂત્ર કહેવું. પછી પ્રતિક્રમણ સૂત્ર કહી ઊભા થઇ કાઉસ્સગ્ન કરવો. તે પછી મુહપત્તિ પડીલેહી, વાંદણા દઇ પાયેતિક ખામણા કરે અને ચાર થોભવંદન કરે. પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વંદનાદિક કરવું. તેમાં ભવનદેવતાનો કાઉસ્સગ્ન કરે અને અજિતશાંતિ કહે.
ચઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણનો વિધિ એ રીતે જ ચોમાસી પ્રતિક્રમણનો તથા સંવત્સરી પ્રતિક્રમણનો વિધિ જાણવો. તેમાં એટલો વિશેષ કે – પખી પ્રતિક્રમણ હોય તો પખી, ચોમાસી હોય તો ચોમાસી, અને સંવત્સરી હોય તો સંવત્સરી એવા જુદાં જુદાં નામ બોલવા. તેમજ પક્ઝીના કાઉસગ્નમાં બાર, ચોમાસના કાઉસ્સગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં નવકાર સહિત ચાલીશ લોગસ્સનો કાઉસ્સગ્ગ ચિંતવવો. તથા સંબુદ્ધા ખામણાં પસ્બી, ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવા. આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી.
પૂજ્ય શ્રીહરિભદ્રસૂરિકૃતિ આવશ્યકવૃત્તિમાં વંદનનિર્યુક્તિની ‘ચત્તારિ પડિક્કમણે એ ગાથાની વ્યાખ્યાના અવસરે સંબુદ્ધા ખામણાના વિષયમાં કહ્યું છે કે – દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, પક્ઝી તથા ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાક્ષિકસુત્ર વૃત્તિ અને પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસમાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે. પ્રતિક્રમણના અનુક્રમનો ૨૧૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ