________________
વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત ગ્રંથમાંથી જાણવો. પ્રતિક્રમણ વિધિ ઉપર કહી તે પ્રમાણે છે.
ગુરુની વિશ્રામણા તેમજ આશાતના ન થાય વગેરે વિધિથી મુનિરાજની અને ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણા એક ઉપલક્ષણ છે. એટલે કે સાથે સુખસંયમયાત્રાની પૃચ્છાવગેરે પણ કરે. પૂર્વભવે પાંચસો સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થયેલા બાહુબલિવગેરેના દૃષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગમાર્ગે જોતા સાધુઓએ કોઇ પાસે પણ સેવા કરાવવી નહીં, કારણકે, “mlenceolaleneDEC 36'' એ આગમવચનમાં નિષેધ કર્યો છે. અપવાદપદે કરાવવી પડે એમ હોય, તો સાધુ પાસે જ કરાવવી. તથા કારણ પડે અને તેવા સમર્થ સાધુ ન હોય, તો લાયક શ્રાવક પાસે કરાવવી. આમ જો કે ઉત્તમ મુનિભગવંતો સેવા કરાવતા જ નથી. તો પણ શ્રાવકે એવો લાભ મળે એવો ભાવ રાખી સેવાના આશયથી ખમાસમણ દેવાથી પણ નિર્જરાનો લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે.
પછી પોતાની જ્ઞાનશક્તિને અનુરૂપ પૂર્વે ગોખેલા – ભણેલા દિનકૃત્યવગેરે શ્રાવકવિધિ સંબંધી ગ્રંથો, ઉપદેશમાળા, કર્મગ્રંથવગેરે ગ્રંથસૂત્રોની પુનરાવૃત્તિ-પરાવર્તનારૂપ સ્વાધ્યાય કરે. અથવા શીલાંગરથ કે નવકારવાળી ચિત્તની એકાગ્રતાવગેરે માટે ગણે. શીલાંગરથમાટે આ ગાથા છે.
૧૮ હજાર શીલાંગોનું સ્વરૂપ keỉj Ces3 poss 3 melee 4 Fb63e6 YéceF 10 meceCeleccesDe 10 -- meauei emenmmoCeh Deùej mei ame cCelike#fer--1--
અર્થ :- કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ યોગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ (છત્રીસ) થયા. તેને કાન, આંખ, નાક, રસના(જીભ) અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિયોથી ગુણતાં ૧૮૦ (એકસો એંશી) થયા. તેને પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, ઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિય અને અજીવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ (અઢારસો) થયા. તેને ૧) ક્ષાંતિ ૨) માર્દવ ૩) આર્જવ ૪) મુક્તિ (નિર્લોભતા) ૫) તપ ૬) સંયમ ૭) સત્ય ૮) શૌચ (પવિત્રતા) ૯) અકિંચનતા (પરિગ્રહત્યાગ) અને ૧૦) બ્રહ્મચર્ય. એ દશ પ્રકારના સાધુધર્મ સાથે ગુણતા ૧૮00૮ (અઢાર હજાર)થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. એ શીલાંગરથની ભાવના આ રીતે છે.
આહારસંજ્ઞા અને શ્રોત્રેન્દ્રિય(કાન)ના વિષયને જીતેલા જે સાધુ ક્ષાન્તિ (ક્ષમા) યુક્ત થઇને મનથી પણ પૃથ્વીકાયનો આરંભ કરતા નથી, તે સાધુને હું વંદન કરું છું. ઇત્યાદિ. આની સ્પષ્ટ સમજણ આઅંગેના યંત્રથી જાણી લેવી. હવે એ જ રીતે શ્રમણધર્મરથનો પાઠ બતાવે - આહારસંજ્ઞાથી અટકેલા, શ્રોત્રેન્દ્રિના સંવરવાળા (એના પાપથી બચતો) મનથી પણ પૃથ્વી જીવોને નહીં હણતા ક્ષમાયુક્ત સાધુને હું વંદુ છું. આ જ રીતે સામાચારીરથ, ક્ષામણારથ, નિયમરથ, આલોચનાથ, તપોરથ, સંસારરથ, ધર્મરથ, સંયમરથ, વગેરેના પાઠ પણ જાણવા. લાંબુ ન થાય, એ ભાવથી અહીં બતાવ્યા નથી. શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૧૧