________________
નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફળ
નવકા૨ની વલક ગણનામાં પાંચ પદને આશ્રયી એક પૂર્વાનુપૂર્વી, એક પથાનુપૂર્વી અને બાકી એકસોને અઢાર (૧૧૮) અનાનુપૂર્વીઓ આવે છે. નવપદ આશ્રયી અનાનુપૂર્વી ત્રણ લાખ, બાંસઠ હજાર, આઠસો અઠોતેર (૩,૬૨,૮૭૮) થાય છે. અનાનુપૂર્વી વગેરે ગણવાનો વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્ય શ્રી જિનકીર્તિસૂરિષ્કૃત સટીક પરમેષ્ઠિ સ્તવથી જાણવું. આ રીતે નવકાર ગણવાથી આ ભવમાં પણ શાકિની, વ્યંતર, વૈરી, ગ્રહ, મહારોગ વગેરેનો શીઘ્ર નાશવગેરે પ્રત્યક્ષ ફળ છે. પરલોકમાં અનંત કર્મોનો નાશ વગેરે ફળ છે. કહ્યું જ છે - જે પાપકર્મની નિર્જરા છ માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તે જ પાપની નિર્જરા નવકા૨ની અનાનુપૂર્વી ગણવાથી અડધી ક્ષણમાં થાય છે.
શીલાંગરથ વગેરે ગણવાથી પણ મન-વચન-કાયાની એકાગ્રતા થાય છે, અને તેથી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે - ભંગિક (જેમાં ભાંગા - વિકલ્પો આવે એવું) શ્રુત ગણનારો પુરુષ ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે. આ રીતે સ્વાધ્યાય ક૨વાથી ધર્મદાસની જેમ પોતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબોધાદિક અનેક લાભ થાય છે. ધર્મદાસનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે.
ધર્મદાસનું દૃષ્ટાંત
ધર્મદાસ દ૨૨ોજ સાંજે દેવસી પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતા હતા. તેના પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથી જ ઘણો ક્રોધી હતા. એક વખત ધર્મદાસે પોતાના પિતાને ક્રોધનો ત્યાગ કરવા ઉપદેશ આપ્યો. પણ તેથી પિતા ગુસ્સે થઇ લાકડી લઇ મારવા દોડ્યા. પણ રાત હોવાથી નહીં દેખાવાથી થાંભલા સાથે જોરથી ભટકાયા. ત્યાં જ મરી ઝેરી સાપ થયા. એ સાપ ધર્મદાસને ડસવા આવી રહ્યો હતો, ત્યારે ધર્મદાસ સ્વાધ્યાયમાં - ક્રોધી થયેલો જીવ પૂર્વકરોડ વર્ષમાં તીવ્રભાવે કરેલા સુકૃતને પણ એક મુહૂર્ત-૪૮ મીનીટ માત્રમાં હણી નાખે છે, અને બંને ભવમાં દુ;ખી થાય છે, અ૨૨ ! એવા અર્થવાળી ગાથા બોલી રહ્યા હતા. આ સાંભળી એ સાપને જાતિસ્મરણજ્ઞાન થયું. તરત જ પશ્ચાતાપ સહિતના શુભભાવથી અનશન કરી પ્રથમ દેવલોકમાં દેવ થયા. પુત્ર ધર્મદાસને બધા જ કાર્યોમાં સાંનિધ્ય આપી સહાયક થયા. સ્વાધ્યાય ધ્યાનમાં લીન થયેલા ધર્મદાસ પણ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેથી અવશ્ય સ્વાધ્યાય કરવો.
ઘરમાં ધર્મસભા
પછી સામાયિક પારી ઘરે ગયેલા શ્રાવકે પોતાની પત્ની, પુત્ર, મિત્ર, ભાઇ, સેવક, બેન, પુત્રવધુ, પુત્રી, પૌત્ર, પૌત્રી, કાકા, ભત્રીજો અને વાણોતર તેમજ બીજા સ્વજનોને પણ જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મનો ઉપદેશ કરવો. ઉપદેશમાં સમ્યક્ત્વ મૂળ બાર વ્રત સમજાવી શકાય. બધા જ કાર્યોમાં પૂરી શક્તિથી કેવી રીતે જયણા કરવી વગેરે બતાવી શકાય. તથા જ્યાં જિનમંદિર તથા સાધર્મિક ન હોય એવું સ્થાન તથા કુસંગ છોડવાઅંગે, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી અને પચ્ચક્ખાણ વગેરે અભિગ્રહ લેવા, શક્તિ પ્રમાણે ધર્મનાં સાતે ક્ષેત્રોમાં ધન વાપરવું વગેરે અંગે યોગ્યતાને અનુરૂપ સમજાવવું. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે - જો ગૃહસ્થ પોતાની, સ્ત્રી, પુત્ર વગેરેને સર્વજ્ઞ-પ્રણીત ધર્મમાં જોડે નહીં, તો તે ગૃહસ્થ આલોકમાં તથા પરલોકમાં તેઓએ કરેલા પાપોથી લેપાય છે.
૨૧૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ