________________
એવી લોકસ્થિતિ છે કે જેમ ચોરને અન્ન-પાનવગેરે સહાય આપનાર માણસ પણ ચોરીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મની બાબતમાં પણ જાણવું. આમ તત્ત્વજ્ઞ શ્રાવક દરરોજ દ્રવ્યથી અને ભાવથી પુત્ર, પત્ની, પુત્રીવગેરેનું અનુશાસન કરનારો હોય. એવા વચનને અનુરૂપ દ્રવ્યથી વસ્ત્રાદિ આપવાદ્વારા અનુશાસક બને. અને ભાવથી તેઓને ધર્મઉપદેશ આપી અનુશાસન કરે, કેમકે અનુશાસનનો અર્થ જ છે આશ્રિતવર્ગના સુસ્થિત-દુ:સ્થિતપણાની ચિંતા કરવી. અન્ય ગ્રંથમાં પણ કહ્યું છે – દેશે-પ્રજાએ કરેલું પાપ રાજાને માથે, રાજાએ કરેલું પાપ પુરોહિતને માથે, પત્નીએ કરેલું પાપ પતિના માથે અને શિષ્ય કરેલું પાપ ગુરુને માથે છે. પત્ની, પુત્રવગેરે કુટુંબના લોકો ઘરનાં કામમાં વ્યગ્રતા, ઘણો પ્રમાદ વગેરે કારણે ગુરુ પાસે ધર્મ સાંભળતા ન હોય, તો પણ શ્રાવકની (ઘરના મોભીની) પ્રેરણાથી ધર્મ કરતાં થાય છે. અહીં ધન્ય શેઠનું દૃષ્ટાંત છે.
ધન્ય શેઠનું દષ્ટાંત ધન્ય શેઠ નગરમાં આવેલા ગુરુના ઉપદેશથી સુશ્રાવક થયો. તે દરરોજ સાંજે પોતાની પત્ની અને ચારે પુત્રોને ધર્મોપદેશ કરતો હતો. પત્ની અને ત્રણ પુત્રો ક્રમશઃ પ્રતિબોધ પામ્યા. પણ નાસ્તિકની જેમ ‘પુણ્ય-પાપનું ફળ ક્યાં છે?” એમ બોલવાવાળો ચોથો પુત્ર પ્રતિબોધ પામ્યો નહીં. ધન્યશેઠને એને પ્રતિબોધ થાય એની ઘણી ચટપટી હતી. એક વખત પડોશમાં રહેતી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણવખતે તેણે ધર્મ સંભળાવ્યો અને ‘દેવ થઇને તારે મારા પુત્રને પ્રતિબોધ પમાડવો.” એવું વચન લીધું. તે વૃદ્ધ સ્ત્રી મરીને પહેલા દેવલોકમાં ગઇ. તેણે પોતાની દિવ્ય ઋદ્ધિ વગેરે દેખાડીને ધન્યશેઠના એ પુત્રને પ્રતિબોધ પમાડ્યો.
આ રીતે ઘરના સ્વામીએ પોતાના પત્ની-પુત્રવગેરેને પ્રતિબોધ કરવો. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબોધ ન પામે, તો પછી ઘરના ધણીને માથે દોષ નથી, કેમકે હિતની વાત સાંભળવાથી બધા જ શ્રોતાને ધર્મ મળે એવો એકાંત નથી. પણ અનુગ્રહ (એમનું હિત કરવાના આશય)થી કહેનારાને તો અવશ્ય ધર્મ થાય જ છે. આ રીતે નવમી ગાથાનો અર્થ કર્યો. Hee3eb Deyeyecej Dees meces DettlebkeAj F leesefes b-- evel esej cesLedeceg DemeF ÉQF&defleppe --10-- (छा .प्राय : अब्रह्मविरतः समये अल्पां करोति निद्राम् । निद्रोपरमे स्त्रीतनु-अशुचित्वादि विचिन्तयेत्)
ગાથાર્થ :- પ્રાયઃ અબ્રહ્મનો ત્યાગી શ્રાવક રાતના ઉચિત સમયે અલ્પનિદ્રા લે. ઉંઘ પૂરી થાય ત્યારે સ્ત્રીના શરીરની અશુચિ વગેરે વિચારે.
આમ શ્રાવક ધર્મોપદેશવગેરે દ્વારા રાતનો પ્રથમ પ્રહર વીતે અને મધ્યરાત શરુ થાય, તે પહેલા શરીરની પ્રકૃતિને અનુકુળ આવે એવા ઉચિત સુવાના સ્થાને વિધિપૂર્વક અલ્પનિદ્રા કરે. શ્રાવક મોટે ભાગે કામક્રીડારૂપ અબ્રહ્મનો ત્યાગી હોય. જે માવજીવમાટે અબ્રહ્મનો ત્યાગ કરવા સમર્થ નહીં હોય, તેવા પણ શ્રાવકે પર્વતિથિવગેરેને લક્ષમાં રાખી મોટા ભાગના દિવસો તો બ્રહ્મચર્ય પાળવું જ જોઇએ. નવયુવાન વયમાં પણ બ્રહ્મચર્ય પાળવાથી ઘણો મોટો લાભ થાય છે. મહાભારતમાં પણ કહ્યું છે - હે યુધિષ્ઠિર ! એક રાત પણ બ્રહ્મચર્ય પાળનારને જે ગતિ મળે છે, તે ગતિ હજાર યજ્ઞ કરવાથી મળી શકે એમ કહી શકાતું નથી.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૧૩