________________
ગાથા (૧૦)માં ‘નિદ્રા” વિશેષ્ય છે ને “અલ્પા” એ વિશેષણ છે. “જે કાંઇ કર્તવ્ય કે નિષેધ વિશેષણ યુક્ત વિશેષ્યઅંગે હોય, તે કર્તવ્ય કે નિષેધ વિશેષણને લાગુ પડે છે,’ એવા ન્યાયથી પ્રસ્તુતમાં પણ એ જ સમજવાનું છે કે શાસ્ત્રકાર ‘ઉંઘ લેવી એ કર્તવ્યરૂપે નથી બતાવતાં પણ ‘ઓછી લેવી’ એ જ કર્તવ્યરૂપે બતાવે છે, કેમકે ઉંઘ તો દર્શનાવરણીય કર્મના ઉદયના કારણે આવવાની જ છે – વગર પ્રેરણાએ સિદ્ધ થયેલી વાત છે. શાસ્ત્રનું વિધાન તો જે બીજી રીતે પ્રાપ્ત ન હોય- જ્ઞાત ન હોય, તે અંગે હોય, તો જ સફળ ગણાય. આ વાત પૂર્વે પણ કરી છે. “ઓછી લેવી” એમ કહેવા પાછળ કારણ એ જ છે કે ઘણી ઉંઘવાળી વ્યક્તિ આ ભવસંબંધી અને પરભવસંબંધી કાર્યો કરવાનું ચૂકી જાય છે. તથા ચોર, વેરી, ધુતારા, દુર્જનવગેરેથી સરળતાથી પરાભવ પણ પામે છે. વળી ઓછી નિદ્રા એ મહાપુરુષનું લક્ષણ છે. કહ્યું જ છે – અલ્પ આહારવાળો, ઓછું કહેવાથી ઘણું સમજી જનારો, થોડી નિદ્રાવાળો અને ઓછી ઉપધિ - ઓછા ઉપકરણવાળો જે હોય, તેને દેવો પણ પ્રણામ કરે છે.
નીતિ શાસ્ત્રવગેરેમાં કહેલી નિદ્રાની વિધિ (માંકડવગેરે) જીવોથી ભરેલો, ટુંકો, ભાંગેલો, મેલો, પડપાયાવાળો (પાયાની નીચે બીજો નાનો પાયો હોય, તો પડપાયાવાળો કહેવાય.) તથા બાળવાના લાકડાથી બનાવેલો ખાટલો સૂવાના કામમાં વાપરવો નહીં. પલંગ અને બેસવાની પાટ (આજે ખુરશી) વધુમાં વધુ ચાર લાકડાથી બને તો સારા. પાંચ આદિ લાકડાનો યોગ પોતાનો અને કુળનો નાશ કરે છે. પોતાના પૂજ્ય પુરુષથી ઊંચે સ્થાનકે સૂવું નહીં. તથા પગ ભીના રાખીને, ઉત્તર કે પશ્ચિમ દિશાએ મસ્તક કરીને, વાંસની પેઠે લાંબો થઇને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું, પરંતુ હાથીના દાંતની જેમ (શરીર કાંક વાંકુ થાય એમ) સૂવું.
દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે, સ્મશાનમાં તથા વિદિશાએ (ખૂણાની દિશાએ) માથું કરીને ન સૂવું. કલ્યાણને ઇચ્છતા પુરુષે સૂતા પહેલા એકી-બેકીની શંકા હોય તો તે દૂર કરવી. તથા એના સ્થાન ક્યાં છે? તે બરાબર જાણવું. પાણી પાસે છે કે નહીં તે જોવું અને બારણું બરાબર બંધ કરવું. પવિત્ર થવું, રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહોળી પથારીમાં વસ્ત્ર વ્યવિસ્થત પહેરીને ચારે આહારનો પરિત્યાગ કરી ડાબે પડખે સૂવું. ક્રોધથી, ભયથી, શોકથી, મદ્યપાનથી, સ્ત્રી-સંભોગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી થાકેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શૂળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થએલા અને તૃષાતુર થએલા એટલા પુરુષોએ જ એવા કોઇ અવસરે દિવસે સૂવું.
ઉનાળામાં વાયુનો સંચય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત હોય છે, માટે તે ઋતુમાં દિવસે ઉંઘ લેવી લાભકારી છે. પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે તો તેથી કફ-પિત્ત થાય. ઘણી આસક્તિથી અથવા અવસર વિના ઉંઘ લેવી સારી નથી. કેમકે તેવી ઉંઘ કાલરાત (મોતની રાત) ની જેમ સુખનો તથા આયુષ્યનો નાશ કરે છે. સૂતી વખતે માથે પૂર્વ દિશાએ કરે તો વિદ્યાનો અને દક્ષિણ દિશાએ કરે તો ધનનો લાભ થાય. પશ્ચિમ દિશાએ કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ કરે તો મૃત્યુ અથવા નુકસાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં શયનવિધિ કહ્યો છે.
આગમમાં કહેલો વિધિ આ પ્રમાણે છે :- સૂતી વખતે ચૈત્યવંદન વગેરે દ્વારા દેવને તથા ગુરુને ૨૧૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ