________________
નહીં) ભોજનની સામગ્રી તૈયાર કરાવી એનો મોટો થાળ ભગવાનને ધરે. રેશમી વસ્ત્ર વગેરેથી તૈયાર થયેલા ચંદરવા, છોડ, અંગ લૂંછણા, દીવો, તેલ, ચંદન, કેસર, ફુલછાબ, કળશ, ધૂપદાણી, આરતી, આભૂષણ, મંગળ દીવો, ચામર, જાળીવાળા કળશ, થાળા, કચોળા, ઘંટો, ઝલ્લરી, પટ વગેરે વાજિંત્રો ઇત્યાદિ સામગ્રીઓ દેરાસરમાં અર્પણ કરે. દેવકુલિકાવગેરે બનાવડાવે. સુથારવગેરેનો સત્કાર કરે. તીર્થસેવા કરે. તીર્થના નાશ પામતા ભાગનું સમારકામ કરાવે. તીર્થરક્ષકનું બહુમાન કરે. તીર્થને ગરાસ (ગામ વગેરે, આજના કાળમાં મોટી રકમવગેરે) આપે. સાધર્મિકવાત્સલ્ય કરે. ગુરુ તથા સંઘની ભક્તિ તથા પહેરામણીવગેરે કરે. જૈનોને, યાચકોને અને દીન-હીનોને ઉચિત દાનવગેરે આપે ઇત્યાદિ ધર્મકૃત્યો કરવા.
“માંગણિયાઓને આપેલું દાન તો કીર્તિ માટે, વાહ-વાહ માટે છે, તેથી નિષ્ફળ છે - નકામું છે? એમ નહીં માનવું, કેમકે તેઓ એ નિમિત્તે પણ દેવ-ગુરુ-સંઘના ગુણ ગાય તો તેમને પણ લાભ થવાનો છે. તેથી એ દાન પણ ઘણા ફળવાળું બને છે. ચક્રવર્તીવગેરે પણ “શ્રી જિનેશ્વર ભગવાન પધાર્યા છે” એવી વધામણી આપનારને સાડા બાર કરોડ સોનામહોર વગેરેનું દાન આપતા હોય છે. આગમમાં કહ્યું છે – વૃત્તિદાનમાં સાડા બાર લાખ અને પ્રીતિ દાનમાં સાડા બાર કરોડ સોનામહોર ચક્રવર્તી આપે છે.
આ રીતે યાત્રા કરી તે જ રીતે પાછા ફરેલા સંઘપતિ મોટા પ્રવેશમહોત્સવ સાથે પોતાના ઘરમાં પ્રવેશે. પછી દેવઆહ્વાન આદિ મહોત્સવ કરે. અને એક વર્ષવગેરે સમય સુધી તીર્થયાત્રા સંબંધી ઉપવાસ વગેરે કરે. (તીર્થમાળા પહેરી હોય એ તીથીએ દર મહિને ઉપવાસ ઇત્યાદિ કરે.) આ યાત્રાવિધિ થઇ.
વિક્રમરાજા આદિના સંઘનું વૃત્તાંત શ્રી સિદ્ધસેન દિવાકરે પ્રતિબોધ પમાડેલા વિક્રમાદિત્ય રાજા શ્રી શત્રુંજયની તીર્થયાત્રાએ ગયા ત્યારે તેમના સંઘમાં ૧૬૯ સુવર્ણમય અને પાંચસો હાથીદાંત ચંદનાદિમય જિનમંદિર હતા. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર આચાર્ય હતા. ૧૪ મુકુટધારી રાજાઓ હતા. તથા શ્રાવકોના
તેર લાખ કુટુંબ, એક કરોડ દસ લાખ નવ હજાર ગાડાં, અઢાર લાખ ઘોડા, છોંતેર સો હાથીઓ તથા ઊંટ, બળદ વગેરે હતાં. શ્રી કુમારપાળે કાઢેલા સંઘમાં સુવર્ણ-રત્નાદિમય અઢારસો ચમ્મોતેર જિનમંદિર હતા. થરાદમાં પશ્ચિમ મંડળિક નામે પ્રસિદ્ધ એવા આભુ સંઘવીના શ્રી સંઘમાં સાતસો જિનમંદિર હતાં. તેમણે યાત્રામાં બાર કરોડ સોનૈયાનો વ્યય કર્યો. પેથડ નામના શ્રેષ્ઠીએ તીર્થનાં દર્શન કર્યા ત્યારે અગિયાર લાખ રૂપામય ટંકનો વ્યય કર્યો. તેમના સંઘમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રીએ કરેલી સાડીબાર યાત્રાઓ પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનું સ્વરૂપ કહ્યું છે.
સ્નાત્ર મહોત્સવ તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાત્રોત્સવ કરવો. તેમ કરવાની શક્તિ ન હોય તો દરેક પર્વદિવસે કરવો. તેમ પણ ન કરી શકે, તો વર્ષમાં એકવાર તો અવશ્ય સ્નાત્રોત્સવ કરવો. તેમાં મેરુપર્વતની રચના કરવી. અષ્ટ મંગળની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું તથા ઘણા બાવનાચંદન, કેશર, સુગંધી પુષ્પો અને ભોગ વગેરે બધી વસ્તુનો સમુદાય ભેગો કરવો. સંગીત વગેરે ધામધૂમપૂર્વક
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૪૨