________________
મત્સર(ઈર્ષ્યા) બીજાની સંપત્તિ વધવા છતાં ચિત્તને સ્વસ્થ રાખવાથી, વિષયો સંયમથી, મન, વચન, કાયાના અશુભ યોગો ત્રણ ગુપ્તિથી, પ્રમાદ અપ્રમાદથી અને અવિરતિ વિરતિથી સુખેથી જીતી શકાય છે. તક્ષક નાગના માથે રહેલો મણિ મેળવવો, અથવા અમૃતપાન કરવું, એવા ઉપદેશની જેમ આ વાત બનવી મુશ્કેલ છે એવી પણ મનમાં કલ્પના નહીં કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષનો ત્યાગ કરીને તે-તે ગુણમય બનેલા દેખાય છે. તથા દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર, રોહિણેય ચો૨ વગેરે પુરુષોના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે.
કહ્યું છે કે - હે લોકો ! જેઓ જગત્માં પૂજ્ય થયા, તે પહેલા આપણા જેવા સાધારણ માણસ હતા, એમ સમજી તમે દોષનો ત્યાગ કરવા ઘણા ઉત્સાહવાળા થાઓ. સાધુઓને ઉત્પન્ન કરતું કોઇ ખેતર નથી કે સાધુપણું સહજ મળી પણ જતું નથી. જે-જે વ્યક્તિ ગુણો ધારણ કરે છે, તે-તે વ્યક્તિ સાધુ થાય છે. તેથી ગુણોને આદરો. અહો ! હે પ્રિયમિત્ર વિવેક ! તું ઘણા પુણ્યથી મને મળ્યો. તારે થોડા દિવસમાટે પણ અમારી પાસેથી ક્યાંય જવું નહીં. હું તારા સંગથી શીઘ્ર જન્મ-મરણનો નાશ કરવા માંગુ છું. (કેમકે) કોને ખબર ફરીથી મને તારો મેળાપ થશે કે નહીં? (બધા જ ગુણોમાં ગુણપણું વિવેક-ઔચિત્યથી આવે છે. તેથી તે ગુણોમાં રાજા છે.) બધા ગુણો જ્યારે પ્રયત્ન સાધ્ય હોય અને પ્રયત્ન કરવો જ્યારે પોતાના હાથની વાત હોય, ત્યારે કયો જીવતો માણસ બીજો કોઇ ગુણીમાં અગ્રેસર છે એ વાત સહન કરી શકે? (શા માટે પોતે અગ્રેસર ન બને ?)
ગુણથી જ ગૌરવ મળે છે. જ્ઞાતિ-જાતિના આડંબરથી કાંઇ ન થાય. વનમાં પણ ઉત્પન્ન થયેલું ફુલ લેવાય છે, અને પોતાની કાયામાં ઉત્પન્ન થયેલો મેલ ફેંકી દેવાય છે. ગુણથી જ મહત્ત્વ મળે છે નહીં કે (રૂપઆદિથી સભર) શરીરથી કે (મોટી) ઉંમરથી. કેવડાની નાની પાંખડીઓ સુગંધી હોય છે. તથા કષાયવગેરે દોષો ઉદ્ભવવામાં નિમિત્ત બનતા દ્રવ્ય-ક્ષેત્રવગેરે વસ્તુનો ત્યાગ કરવાથી પણ તે-તે દોષનો ત્યાગ થાય છે. કહ્યું જ છે - તે વસ્તુ છોડી દેવી કે જેના નિમિત્તે કષાય અગ્નિ ઉત્પન્ન થાય છે. તે વસ્તુ ગ્રહણ કરવી કે જેનાથી કષાયોનો ઉપશમ થાય છે. સંભળાય છે કે સ્વભાવથી જ ક્રોધી શ્રી ચણ્ડરુદ્રાચાર્ય ક્રોધની ઉત્પત્તિ નહીં થાય એ માટે શિષ્યોથી અલગ જગ્યાએ જ રહેતા હતાં.
સંસાર દુઃખમય છે
હવે સંસારની અતિશય વિષમસ્થિતિ પ્રાયે ચારે ગતિમાં ઘણું દુ:ખ ભોગવાય છે તે ઉપરથી વિચા૨વી. તેમાં નરકમાં અને તિર્યંચગતિમાં બહુ દુ:ખ છે તે તો પ્રસિદ્ધ જ છે. કેમકે ક્ષેત્રવેદના અને શસ્ત્ર વિના એક-બીજાને ઉપજાવેલી વેદના સાતે નરકમાં છે. પ્રથમ પાંચ નરકભૂમિમાં ઉપરાંતમાં શસ્ત્રજન્ય વેદના છે અને પ્રથમ ત્રણમાં વધારામાં પરમાધામી દેવોએ કરલી વેદના પણ છે. (ભયંકર પીડારૂપી) અગ્નિમાં સતત પકાઇ રહેલા નરકના જીવોને પલકારા મારવા જેટલા સમય માટે પણ સુખ મળતું નથી. માત્ર સતત દુ:ખ જ છે. હે ગૌતમ ! નારકી જીવો નરકમાં જે તીવ્ર દુ:ખ પામે છે, તેના કરતા અનંતગણું દુ:ખ નિગોદમાં જાણવું. પંચેન્દ્રિય તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પરોણા આદિનો માર વગેરે દુ:ખો સહે છે.
મનુષ્યભવમાં પણ ગર્ભાવાસ, જન્મ, જરા, મરણ, વિવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુ:ખ જ છે. દેવભવમાં પણ દાસપણું, અપમાન, ઈર્ષ્યાવગેરે અને ચ્યવન (ત્યાંથી ભ્રષ્ટ થવાનું) શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૧૭