________________
નિ:સંગતાવગેરે શુભભાવપૂર્વક સૂવાથી સુતેલો માણસ પરાધીન હોવાથી, આપદા ઘણી હોવાથી, આયુષ્ય સોપક્રમ હોવાથી, તથા કર્મગતિ વિચિત્ર હોવાથી કદાચ મરણ પામે; તો પણ તેની શુભગતિ જ થાય. કેમકે, “છેવટે જેવી મતિ હોય તેવી ગતિ થાય એવું શાસ્ત્રવચન છે. અહીં કપટી સાધુએ હણેલા ઉદાયી રાજાનું દૃષ્ટાંત જાણવું.
અશુચિભાવનાઆદિથી વાસના જીતવી હવે આ જ દસમી ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ.... પછી પાછલી રાતે ઊંઘ ઉડી જાય, ત્યારે અનાદિકાળના ભવના અભ્યાસના રસથી ઉદય પામતા દુર્જય કામરાગ (વાસના)ને જીતવા સ્ત્રીના શરીરનું અશુચિપણું વગેરે મનમાં ચિંતવવું. “અશુચિપણું વગેરે એમાં વગેરે શબ્દ કહ્યો છે તેના તાત્પર્યથી શ્રી જંબુસ્વામી, શ્રી સ્થૂલભદ્રસ્વામી આદિ મોટા ઋષિઓએ તથા સુદર્શન વગેરે સુશ્રાવકોએ અતિકઠીણ શીલવ્રત પાલનમાં જે એકાગ્રતા રાખી, તે ચિંતવવું. ઉપરાંતમાં-કષાયવગેરે દોષો જીતવાના ઉપાય વિચારવા. સંસારની અતિ વિષમ સ્થિતિ - અવસ્થા વિચારવી. ધર્મસંબંધી વિવિધ મનોરથો પણ વિચારી શકાય.
- તેમાં સ્ત્રીના શરીરની અપવિત્રતા-જુગુપ્સનીયતા વગેરે વાત પ્રસિદ્ધ છે. પૂજ્યશ્રી મુનિસુંદરસૂરિજી મહારાજે અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે – અરે જીવ ! ચામડી, હાડકાં, મજ્જા, આંતરડાં, ચરબી, લોહી, માંસ, વિષ્ઠા વગેરે અશુચિ અને અસ્થિર યુગલોના સ્કંધ સ્ત્રીના આકારે પરિણમ્યા છે, તેમાં તને રમણીય શું લાગે છે? અરે જીવ! દૂર પણ રહેલી થોડી વિષ્ઠા વગેરે અપવિત્ર વસ્તુ જોતાં જ તું શું શું કરે છે અને નાક મરડે છે. એમ છતાં તે મૂર્ખ ! તે જ અશુચિ વસ્તુથી ભરેલી સ્ત્રીના શરીરની કેમ અભિલાષા કરે છે? વિષ્કાની જાણે કોથળી જ ન હોય ! એવી તથા દેહગત છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મલીન થયેલી, ઉત્પન્ન થયેલા કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી સ્ત્રી તેની બહારની ટાપ-દીપ વગેરે સંસ્કારથી સુંદર માની ભોગવવા જાવ, તો નરકનું કારણ બને છે. કામવિકાર ત્રણે લોકની વિડંબના કરે છે, તથાપિ મનમાં વિષયસંકલ્પ કરવાનું છોડે, તો કામવિકાર સહજમાં જીતાય. કહ્યું છે કે – હે કામદેવ ! હું તારું મૂળ જાણું છું. તું વિષયસંકલ્પથી ઉત્પન્ન થાય છે. હું વિષયસંકલ્પ જ નહીં કરું કે જેથી તું મારા ચિત્તમાં ઉત્પન્ન નહીં થાય. આ રીતે પોતે નવી પરણેલી આઠ શ્રેષ્ઠીકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવ્વાણું કરોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનારા શ્રી જંબુસ્વામીનું, તથા કોશા વેશ્યાપર આસક્ત થઇ સાડી બાર કરોડ સોનૈયા ખરચી કામવિલાસ કરનાર અને દીક્ષા પછી શીધ્ર કોશાના મહેલમાં જ ચોમાસું રહેનાર શ્રી સ્થૂલભદ્રસ્વામીનું, તથા અભયા રાણીએ કરેલા અનેક અનુકૂળ તથા પ્રતિકુળ ઉપસર્ગથી મનમાં પણ જરાય વિકાર નહીં પામનાર સુદર્શન શેઠ વગેરેનું દૃષ્ટાંત વિષયવિજયઅંગે પ્રસિદ્ધ છે.
કષાયાદિ જીતવાના ઉપાયો કષાય વગેરે જે-જે દોષ સતાવતા હોય, તે-તે દોષના પ્રતિપક્ષ ગુણસેવનથી તે-તે દોષ જીતાય છે. એમાં ક્રોધ ક્ષમાથી, માન મૃદુતા-નમ્રતાથી, માયા જૂતા-સરળતાથી, લોભ સંતોષથી, રાગ વૈરાગ્યથી, દ્વેષ મૈત્રીભાવથી, મોહ વિવેકથી, કામવાસના સ્ત્રીશરીરસંબંધી અશુચિભાવનાથી,
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૧૬