________________
ગૌરવ આપનારું બને છે. કહેવાય જ છે – સારા વચનથી ચઢિયાતું કોઇ વશીકરણ મંત્ર નથી. કળા જેવું કોઇ ધન નથી. હિંસા જેવો બીજો કોઇ અધર્મ નથી, અથવા અહિંસા જેવો કોઇ ધર્મ નથી. અને સંતોષથી ચઢી જાય એવું કોઇ સુખ નથી. (પ્રિય વચન શ્રેષ્ઠ વશીકરણ મંત્ર છે. કળાકૌશલ્ય જ શ્રેષ્ઠ ધન છે. હિંસા જ સૌથી ભયંકર અધર્મ છે. અથવા અહિંસા જ શ્રેષ્ઠ ધર્મ છે. અને સંતોષ જ શ્રેષ્ઠ સુખ છે.)
પતિએ પત્નીને પોતાના સ્નાન, શરીર દબાવવું વગેરે સેવામાં જોડવી. આમ કરવાથી એને વિશ્વાસ ઊભો થાય છે (કે મારો પતિ મારો જ છે.) તેથી એ પતિપર સાચા પ્રેમવાળી થાય છે, ને તેથી ક્યારેય પણ ન ગમે તેવું વર્તન કરતી નથી. પત્નીને દેશ, કાળ, કુટુંબ તથા વૈભવઆદિને અનુરૂપ ઉચિત વસ્ત્ર દાગીના વગેરે આપવા. સારા વસ્ત્ર-અલંકારથી શોભતી પત્નીથી ગૃહસ્થોનું ઐશ્વર્ય-શોભા વધે છે, કહ્યું જ છે - મંગલથી (મંગળકારી કાર્યોથી) લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સાહસથી વધે છે. દક્ષતાથી મૂળ બનાવે છે - કાયમી સ્થાન જમાવે છે અને સંયમથી પ્રતિષ્ઠા પામે છે. તથા પત્નીને પ્રેક્ષણક (નાટક) વગે૨ે કે જ્યાં ઘણા લોકો ભેગા થાય છે, એવા સ્થાને જતા રોકવી, કેમકે ત્યાં આવેલા હલકીવૃત્તિવાળા લોકોની ચેષ્ટા, અભદ્ર(અશ્લીલ) ગણાય તેવી વાતો - તેવી પ્રવૃત્તિ તથા ચાંપલાપણું વ્યક્ત કરે એવી ચેષ્ટાઓ જોવાથી સહજ નિર્મળ એવું પણ મન વરસાદ વખતના પવનના ઝાપટાથી જેમ અરિસો ઝાંખો પડી જાય છે – એમ વિકારયુક્ત થાય છે. (ને એની નિર્મળતા ઝાંખી પડી જાય છે) એ જ રીતે પત્નીને રાતે રાજમાર્ગે જતાં (રસ્તામાં ફરતાં) કે બીજાના ઘરે જતાં રોકવી. જેમ સાધુઓને રાતે ફ૨વું મોટા દોષરૂપ બને છે, એમ કુળવાન સ્ત્રીને પણ રાતે ફરવું મોટા દોષમાટે થાય છે. ધર્મના આવશ્યકાદિ (= પ્રતિક્રમણ) કાર્યોમાટે માતા, બેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાય સાથે જતી હોય તો જવાની ૨જા આપવી. પત્નીને કુશીલ કે પાંખડીઓનો સંગ કરતાં રોકવી.
-
જ
તથા એને ગૃહકાર્યોમાં જોડવી. સાધુવગેરેને દાન, આવેલા સ્વજન વગેરેને સન્માન, રસોઇ કરવી વગેરે કાર્યો ગૃહકાર્યો છે. કહ્યું છે કે - શય્યા (= પથારી) ઉપાડવી, કચરો કાઢવો, પાણી છાંટી પવિત્ર કરવું, ચુલો તૈયાર કરવો, વાસણ ધોવા, ધાન્ય દળવું-ખાંડવું, વીણવું, ગાય દોહવી, દહીં વલોવવું, રસોઇ કરવી, પીરસવી, વાસણ વગેરે માંજવા-ચોખ્ખા કરવા, તથા સાસુ, પતિ, નણંદ, દિયર વગેરેનો વિનય સાચવવો આ સ્ત્રીના કાર્યો છે. જો સ્ત્રી નવરી બેસી રહે, તો સ્ત્રીચાપલ્યના કારણે વિકારભાવ પામે છે. સ્ત્રીની રક્ષા એને કાર્યોમાં વ્યગ્ર રાખવા વગેરેથી જ થાય છે. ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે - પૈશાચિકઆખ્યાન સાંભળીને કુળવાન સ્ત્રીનું (= પત્નીનું) ગોપાયન (૨ક્ષણ કરવું) અને સંયમયોગોથી પોતાને હંમેશા વ્યસ્ત રાખવો. (પોતાને હંમેશા સંયમયોગોમાં જોડવો) વળી સ્ત્રીને પોતાનાથી અલગ કરવી નહીં. કેમકે પ્રાયઃ જોતા રહેવાથી પ્રેમ વધે છે – ટકે છે. કહ્યું જ કે - જોવાથી, વાતો કરવાથી, ગુણોની પ્રશંસા કરવાથી, આપવાથી, એની ઇચ્છા મુજબ વર્તવાથી પ્રેમ નિર્ભર (દઢ) થાય છે. નહીં જોવાથી, અતિદર્શનથી, જોવા છતાં નહીં બોલવાથી, અહંકારથી અને અપમાનથી આ પાંચથી પ્રેમ બળી જાય છે.
9 -
ખૂબ પ્રવાસો કરવાથી વિમનસ્ક (રાગ વિનાની) થયેલી પત્ની કયારેક અનુચિત આચરણ કરી નાખે છે. (પતિ વારંવાર દીર્ઘ પ્રવાસોમાં જાય, તો પતિથી વિયુક્ત થયેલી પત્ની ખોટી ચેષ્ટા કરી નાખે તે સંભવે છે.) પત્નીનું ક્યારેય પણ અપમાન કરવું નહીં. ભૂલ થાય તો શીખવવું. રોષે ભરાય, તો પ્રેમથી શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૫૯