________________
સમજાવવી. તેમ જ પત્ની આગળ ધંધામાં થયેલી ખોટ, કે કમાણીની વાત કરવી નહીં. તેમજ ઘરની ગુપ્ત મસલત-ખાનગી વાત તેની આગળ કરવી નહીં. અહીં વગર કારણે ક્રોધવગેરેથી “હું બીજી પરણીશ' ઇત્યાદિ કહેવું એ પત્નીનું અપમાન છે. એવો કયો મૂરખ હશે કે જે પત્નીપરના ક્રોધમાત્રથી બે પત્નીના મહાસંકટમાં પડે! કેમકે બે સ્ત્રીનો પતિ ઘરેથી ભૂખ્યો જાય છે. પાણીનું ટીપું પણ પામતો નથી. અને પગ ધોવાયા વગર સૂવું પડે છે. (તેથી જ) જેલમાં જવું પડે તે હજી સારું છે. જુદા-જુદા દેશોમાં ભમ્યા કરવું પડે તે પણ સારું છે. અરે ! નરકમાં પણ જવું સારું... પણ બે સ્ત્રીના પતિ થવું તો જરા પણ સારું નથી.
જો એવા આવી પડેલા મહત્ત્વના કારણે બે સ્ત્રી કરવી પડે તો પણ બંને પ્રત્યે અને તેમના સંતાનોપ્રત્યે સમાનભાવ વગેરે જ રાખવા. પણ વારાભંગ વગેરે કરવા નહીં. (એકની પાસે વધુ રોકાવું ને બીજી પાસે નહીં જવું એ વારા ભંગ છે.) જે સ્ત્રી પોતાના શોક્ય (બીજી પત્ની)નો વારો તોડાવી પતિ સાથે સંબંધ બાંધે છે, તે સ્ત્રીને ચોથા (સ્વદારાસંતોષ) વ્રતમાં ઇતરપરિગૃહીતાગમન નામનો બીજો અતિચાર લાગે છે.
જો પત્ની કાંક અપરાધ કરે, તો કડક થઇને એવી શિક્ષા આપે કે જેથી બીજીવાર એવો અપરાધ કરે નહીં. જો પત્ની રોષાયમાણ થઇ હોય, તો સમજાવવી જોઇએ, નહિતર સહસાકારિતાથી (ઉતાવળે પગલું ભરવાવાળી હોવાથી) કૂવામાં પડી જવું (આપધાત કરવો) વગેરે અનુચિત પગલું ભરી બેસે, અહીં સોમભટ્ટની પત્ની દૃષ્ટાંતભૂત છે. તેથી જ પત્ની સાથે હંમેશા બધા કાર્યોમાં સમવૃત્તિ (નરમાશ) રાખવી, કઠોરતા દાખવવી નહીં. એવું વચન પણ છે કે પાંચાલ: સ્ત્રીપુ માર્દવમ્ (પાંચાલ પંડિત કહે છે કે સ્ત્રીઓ સાથે મૃદુતાથી વર્તવું) સ્ત્રીઓ મૃદુતાથી જ વશમાં આવે છે. અને તે રીતે જ તેઓ દ્વારા બધા કામ પૂર્ણ થતા દેખાય છે. નહિંતર તો (એ વશમાં ન આવે) તો બધા કામ બગડતા પણ અનુભવાય છે.
પત્ની સાવ નગુણી મળે, તો વધુ સાવધાનીથી વર્તવું. તેની પત્ની જિંદગીભરમાટેની લોખંડની ગાઢ બેડી સમાન હોય તો પણ તે સ્ત્રીથી જ કોઇ પણ રીતે ઘરવ્યવસ્થા કરવાની છે. તેથી એ રીતે સંભાળીને વર્તવું. ઘરવાળીનો બધો નિર્વાહ થાય એ રીતે કરવું, કેમકે ગૃહિણી-ઘરવાળી-પત્ની જ ઘર સમાન છે, એમ કહ્યું છે.
પત્ની આગળ ખોટ વગેરેની વાત નહીં કરવી. સ્ત્રીઓ પ્રાયઃ કોઇ વાત મનમાં રાખી શકતી નથી. આ તુચ્છ વૃત્તિના કારણે પતિએ કરેલી ખોટની વાત એ બધે કહેતી ફરે, તો એના કારણે પતિએ લાંબા કાળથી સમાજવગેરેમાં મેળવેલું મહત્ત્વ-ગૌરવ જતું રહે છે. એ જ રીતે થયેલી કમાણીની વાત કરવાપર એ વગર જરુરિયાતના ખર્ચામાં એ રકમનો વ્યય કરી નાખે. એ જ રીતે ઘરની ગુપ્ત મસલતખાનગી વાત એને કહેવામાં એ સ્વભાવગત કોમળહૃદયવાળી હોવાથી એવી વાતને ધારી શકતી નથી, તેથી પોતાને જેના પર વિશ્વાસ હોય - એ બધાને એ કહી દે છે કે જેથી આ વાત જાહેર થવાપર એ કાર્ય નિષ્ફળ થઇ જવાની આપત્તિ આવે. એમાં ક્યારેક રાજદ્રોહનું સંકટ પણ ઊભુ થઇ જાય. તેથી જ ઘરમાં સ્ત્રીનું પ્રભુત્વ હોવું જોઇએ નહીં. કહ્યું પણ છે કે “જે ઘરમાં સ્ત્રી પુરુષ જેવા પ્રભાવવાળી હોય, તે ઘર નાશ પામે છે.” ૧૬૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ