________________
છે, તે ખ્યાલમાં આવે છે. છે એમાં કેટલીક વાતો આ ભવ માટે ઉપયોગી છે... કેટલીક વાતો પરભવ માટે... કેટલીક વાતો સારી રીતે જીવવા માટે જરુરી છે, તો કેટલીક વાતો સજ્જન તરીકે જીવવા! કેટલીક વાતો પોતાને અપેક્ષીને છે, તો કેટલીક વાતો બીજા સાથેના વ્યવહારને અપેક્ષીને છે. કેટલીક વાતો માનવતાની મહેક માટે આવશ્યક | છે, તો કેટલીક વાતો શ્રાવકની શ્રદ્ધા માટે આવશ્યક છે.
ધર્મેશ રમેશભાઇ (વડાલા) એ મને કહ્યું - આપ આ ગ્રંથનો પ્રચાર થાય એવું કરો. મને એ વાત Sિ વ્યાજબી લાગી. દરેક શ્રાવક આ ગ્રંથ વાંચે, વારંવાર વાંચે ને એમાંથી શક્ય વાત સ્વીકારે, તો એના જીવનમાં ઘણા ચમત્કાર સર્જાય એ અત્યંત શક્ય છે. તેથી મેં ભાવાનુવાદ સાથે બહાર પાડેલા જુના અનેક સંપાદનોમાંથી એકનું સંપાદન કરવાનો વિચાર કર્યો. એ આશયથી એ બધા સંપાદનો જોયા. પણ કેટલાક મુદ્દામાં સંસ્કૃત પ્રત કરતાં ભાવાનુવાદોમાં ફરક દેખાયો ને ખાસ તો ભાષા વધુ પ્રવાહી થાય એ જરુરી લાગ્યું. તેથી મારી શૈલીમાં જ ભાવાનુવાદ કરી બહાર પ્રકાશિત કરવાનું વિચાર્યું.
એમાં શુકરાજની કથાની વિશિષ્ટ લંબાઇ જોઇ શ્રાદ્ધવિધિની અખંડિત ધારા ચાલુ રાખવા એ કથાને છે અલગ પુસ્તકરૂપે પ્રકાશિત કરવા વિચાર્યું. એ મુજબ ‘કથા હું કહું શ્રી શત્રુંજય નામની’ એ પુસ્તક તૈયાર કર્યું. રત્નસારની કથામાં બીજા વર્ણનો ઘણા લાંબા લાગવાથી ભાવાનુવાદમાં એથી કદાચ પ્રવાહ જળવાયેલો નહીં રહે, એમ માની એ વર્ણનો વગેરે ટુંકાવી એ કથા આલેખી. શક્રના સામૈયાની વિગતો પરિશિષ્ટમાં લીધી.
આ પ્રમાણે ક્યાંક ક્યાંક મૂળગ્રંથ કરતાં ટુંકાણ વગેરે કર્યું છે. તેથી જ આ ભાવાનુવાદનો આંશિક છે ભાવાનુવાદ તરીકે ઉલ્લેખ કર્યો છે. તે-તે સ્થળે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ વિવેચન જરુરી લાગવાથી એ કૌંસમાં નાના ટાઇપમાં લીધું છે. તેથી એ મૂળગ્રંથનું નથી એમ ખ્યાલ આવી શકે.
આમ કરવામાં જિનાજ્ઞા વિરુદ્ધ થયું હોય કે ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ થયું હોય, તો તે બદ્દલ હું / છે હાર્દિક ક્ષમા માંગુ છું. મિચ્છામિ દુક્કડમ્...
પૂજ્ય ગુરુભગવંતોના અનુગ્રહથી અને સહવર્તી મુનિવરોના સહકારથી સર્જાયેલો આ ભાવાનુવાદ સહુનું મંગલ કરો... શ્રાવક-શ્રાવિકાવર્ગ આના આલંબને જીવનપથને સ્વસ્થતા, સમતા, સમૃદ્ધિ અને એ ( સદ્ભાવથી ઉજ્જવળ કરે એ જ શુભેચ્છા...
- પંન્યાસ અજિતશેખર વિજય...! જેઠ સુદ ત્રીજ, સં. ૨૦૬૪ – ૩૨ મો વડી દીક્ષા દિવસ
ખાસ વાંચો... / આ ગ્રંથ શ્રાવક જીવનમાટે ખુબ ઉપયોગી લાગવાથી શ્રાવકો વારંવાર વાંચન કરી, ગ્રંથમાં આવેલી વાતોને બરાબર સમજી યથાશક્તિ પોતાના જીવનમાં ઉતારી પોતાનો આ ભવ ને પરભવ બંને સુધારે એ આશયથી ઘર બેઠા પરીક્ષાનું આયોજન કર્યું છે.
બધાને પેપર ભરવા એટલા માટે ખાસ ભલામણ છે કે જેથી પોતે આ ગ્રંથમાંથી કેટલું સમજી શક્યા છે? હૃદયસ્થ કરી શક્યા છે? જીવનમાં ઉતારવા તત્પર બન્યા છે? તેનો નિર્ણય થઇ ન શકે. અને એ નિમિત્તે ગ્રંથનું ધ્યાનથી, ચોકસાઇપૂર્વક વારંવાર વાંચન કરી શકે.