________________
છે . || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: || || સિરસા વંદે મહાવીર || || નમ: સિદ્ધ //
| વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમ: ||
'હદયના ઉદગાર ... શબ્દોના સંસ્કાર...
એક યુવક કામધંધે લાગ્યાના છ વર્ષમાં તો ઉત્સાહના ધોધમાંથી હતાશાના પ્રવાહમાં તણાવા માંડ્યો. (1) આટલા ગાળામાં કરી લીધેલા વિવિધ વેપારોમાં છેવટની લખાયેલી નિષ્ફળતા ને નુકસાનીથી નાસીપાસ છે
થઇ ગયો. શ્રાદ્ધવિધિમાં આવેલા સાગર શેઠના દૃષ્ટાંતના આધારે મેં એને સલાહ આપી – ગયા કોક ભવમાં દેવદ્રવ્યનું નુકસાન તમારા હાથે થયાની સંભાવના છે. તમે અમુક રકમ દેવદ્રવ્યમાં જમા કરાવ્યા પછી જ નફાનો પોતાના માટે ઉપયોગ કરજો. એણે વાત સ્વીકારી. એ મુજબ દૃઢ – આકરો નિયમ પણ લીધો કે એટલી રકમ ન ભરાય ત્યાં સુધી મારે અમુક અમુક ત્યાગ. ચમત્કાર થયો. ખૂબ જ ટુંકા ગાળામાં પકડેલા ધંધામાં અણધારેલી સફળતાઓ મળવા માંડી. શીધ્ર એ રકમ દેવદ્રવ્યમાં જમા કરાવી દીધી. આજે ' એ ભાઇ ધંધામાં ખૂબ સારી રીતે સેટલ થઇ ગયા.
એ જ ભાઇના કાકાનો પણ ધંધો ઘણા વખતથી ખોરવાઇ ગયેલો. મોટી આર્થિક મુંઝવણમાં આવી ગયેલા. એ ભત્રીજાએ એ માટે કારણ તપાસ્યા. એવા એક કારણની સંભાવના લાગી કે કાકા દેવદ્રવ્યસંબંધી ચઢાવો બોલેલા. પછી રકમ ભરવાનું ભૂલી ગયેલા... પછી પરિસ્થિતિ બગડી. એણે મને Sિ વાત કરી. મેં શ્રાદ્ધવિધિમાં જ આવેલા શ્રી ઋષભદત્તનું દૃષ્ટાંત બતાવી કહ્યું – દેવદ્રવ્યના ભારથી એમનો ( અનંત ભવિષ્યકાળ બગડે નહીં એ માટે તમે એમને દેવદ્રવ્યના ઋણથી મુક્ત કરાવો. એ ભત્રીજાએ કાકાવતી દેવદ્રવ્યની એ બાકી રહેલી રકમ ઉચિત વ્યાજ સાથે ભરી દીધી ને થયો ચમત્કાર... એ કાકાની ગાડી પાટે ચઢી ગઇ.
મને લાગ્યું શ્રાદ્ધવિધિ એ ખરેખર લાઈફ મેનેજમેંટ કોર્સ છે. આ ભવમાં જ બાહ્ય સફળતા અને આંતરિક સ્વસ્થતા માટે શ્રાવક વર્ગ માટે આ ગ્રંથ જ ઉપયોગી છે.
શ્રાદ્ધવિધિ ગ્રંથકાર પૂજ્યશ્રી રત્નશેખરસૂરિ મહારાજે શ્રાવકની પણ પ્રત્યેક ક્ષણને વી.આઈ.પી. છે ટ્રીટમેંટ આપી છે. શ્રાવકની દરેક પ્રવૃત્તિને સંશોધિત કરવાનો સફળ-સબળ પ્રયાસ કર્યો છે. માનો કે આ ગ્રંથની દરેક પંક્તિ શ્રાવકના મન-વચન-કાયાના યોગોને શુદ્ધ કરતું પ્યુરીફાયર છે. લગભગ સીત્તેરથી અધિક ગ્રંથોના મંથન પછી નિચોડરૂપે પૂજ્યશ્રીએ વિધિ કૌમુદી ટીકાની રચના કરી છે.
એક વાત્સલ્યમયી માતા જે રીતે બાળકની દરેક પ્રકારે માવજત કરે છે ને એની દરેક પ્રવૃત્તિને [ સંસ્કારિત કરે છે.. બસ એજ ભાવથી પૂજ્યશ્રીએ શ્રાવક-શ્રાવિકા વર્ગની માવજત કરવા ને એમની પ્રવૃત્તિઓને સંસ્કારિત કરવા પ્રયત્ન કર્યા છે.
તેઓએ શ્રાવકજીવનને છ વિભાગમાં વિભક્ત કરી એ દરેક વિભાગમાં કરવા યોગ્ય કાર્યો કેવી રીતે કરવા તેનું માર્ગદર્શન આપ્યું છે... એ છ વિભાગ છે... ૧. દિવસ ૨. રાત ૩. પર્વતીથીઓ ૪. ચોમાસું ૫. વર્ષ અને ૬. સમગ્ર જીંદગી.
સવારે ઉઠે ત્યારથી માંડી રાતે સૂએ ત્યાં સુધીમાં એક ગૃહસ્થ જે-જે કાર્ય કરે, તે ક્યારે? કેવી રીતે? ( કેવી સાવધાનીથી કરવા! ઇત્યાદિ વાતો દૈનિક કર્તવ્યોમાં બતાવી છે. આ જ રીતે રાત વગેરે અંગે સમજી લેવું. અનુક્રમણિકા જોવાથી એમણે શ્રાવકને લાગતી-વળગતી કેટલી બધી વાતો આ ગ્રંથમાં સાંકળી લીધી