________________
ભગવતીસૂત્રમાં તુંગિયાનગરીના શ્રાવકોના વર્ણનમાં તેઓ બે ચૌદસ, બે આઠમ, પૂનમ અને અમાસ - આમ મહિનામાં છ પર્વદિવસે પૌષધ કરતા હતા એમ કહ્યું છે. તેથી ધનેશ્વરશેઠ પણ એ દિવસોમાં પૌષધવગેરે કરતા હતા. એકવાર આઠમના પૌષધમાં રહેલા શેઠ રાતના સમયે શૂન્ય(નિર્જન) ઘરમાં કાઉસ્સગ્ન-પ્રતિમામાં રહ્યા. આ બાજુ પ્રથમ દેવલોકના ઇંદ્ર-શકે એમની ધર્મદઢતાની પ્રશંસા કરી. એક મિથ્યાત્વી દેવ આ સાંભળી શક્યો નહીં. તેથી પરીક્ષા કરવા આવ્યો.
પહેલા મિત્રરૂપે આવી ‘કરોડ સોનામહોરથી ભરેલો નિધિ તમે અનુમતિ આપો તો લઉં” એમ વારંવાર પૂછવા માંડ્યો. પછી પત્નીનું રૂપ લઇ આલિંગન આપવું વગેરે દ્વારા હેરાન કરવા માંડ્યો. એ પછી રાત હોવા છતાં સવાર પડી, સુર્યોદય થયો, તડકો આવ્યો વગેરે બતાવવાપૂર્વક પત્ની-પુત્ર રૂપો વિકુર્તી પૌષધ પારવાની વિનંતીઓ તેના કાનમાં સંભળાવી. છતાં સ્વાધ્યાયના પુનરાવર્તનના આધારે હજી રાત છે એમ જાણી ભ્રમમાં પડ્યા નહીં. પછી પિશાચનું રૂપ લઇ ચામડી ઉખેડવી, પ્રહાર કરવા, ઉછાળીને શિલાપર પછાડવું, દરિયામાં ફેંકી દેવું વગેરે ઘણા જીવનનો પણ અંત કરી દે એવા પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા. પણ શેઠ ચલાયમાન થયા નહીં. કહ્યું જ છે, દિગ્ગજો, કાચબો, કુલપર્વત અને શેષનાગથી ધારણ કરાયેલી (પકડી રખાયેલી) પણ પૃથ્વી ચલાયમાન થાય છે. (ધરતીકંપ થાય છે.) પણ નિર્મળ મનવાળા પુરુષો લીધેલી પ્રતિજ્ઞાથી કલ્પાન્ત પણ ચલાયમાન થતા નથી. પછી દેવે “હું તમારાપર પ્રસન્ન થયો છું. વરદાન માંગો’ એમ કહેવા છતાં પોતાના ધ્યાનમાં ખસ્યા નહી. તેથી અત્યંત પ્રસન્ન થયેલા દેવે એના ઘરમાં અગણિત કરોડ ધન-રત્નોની વૃષ્ટિ વગેરે મહિમા કર્યો.
આ મહિમા જાણી ઘણા લોકો પર્વતીથીના પાલનમાં આદરવાળા થયા. એમાં પણ, જેઓને રાજાની પ્રસન્નતા અંગે ઘણો ખ્યાલ રાખવો પડતો હતો, એવા ધોબી, ઘાંચી અને ખેડૂત-આ ત્રણ વિશેષથી છ પર્વ દિવસોએ પોત-પોતાની કપડા ધોવા વગેરે આરંભજનક પ્રવૃત્તિનો ત્યાગ કરવાવાળા બન્યા. શેઠ પણ આ ત્રણેને નવા સાધર્મિક સમજી પારણાના દિવસે સાથે જમવું, પહેરામણી આપવી, જેટલું જોઇએ તેટલું ધન આપવું વગેરે રીતે ખૂબ સન્માન આપવા માંડ્યા. કહ્યું જ છે કે- માતા, પિતા, બંધુવર્ગ-સ્વજન પણ તે વાત્સલ્ય નથી કરતાં, જે સુશ્રાવક સાધર્મિકોનું કરે છે. શેઠના પરિચયથી આ ત્રણે પણ સમ્યત્વી થયા. કહ્યું જ છે કે – સુંદર (પવિત્ર) માણસોનો સંગ-પરિચય શીલરહિત વ્યક્તિને પણ શીલયુક્ત બનાવે છે, જેમ કે (સુવર્ણમય) મેરુપર ઉગેલું ઘાસ પણ સુવર્ણપણું પામે છે.
એકવાર રાજાના માણસોએ રાજાના અને રાણીના વસ્ત્રો ધોબીને આપીને કહ્યું - કૌમુદી મહોત્સવ આવતો હોવાથી આ વસ્ત્રો તમે આજે ધોઇને આપો. પણ એ દિવસે ચૌદસ હોવાથી ધોબીએ કહ્યું – ચૌદસ જેવી પર્વતીથીએ ધોવું વગેરે કાર્યો નહીં કરવા એવો મારા પૂરા પરિવારે નિયમ લીધો છે. તેઓએ કહ્યું – રાજાની આજ્ઞા આગળ નિયમની વાત કેવી? રાજાની આજ્ઞાનો ભંગ કરશો, તો મોતની પણ સજા થઇ શકે છે. તેથી સ્વજનોવગેરે પણ ધોબીને સમજાવવા માંડ્યા. શેઠે પણ રાજા દંડ કરે એમાં ધર્મની નિંદા થવાની સંભાવના જોઇ ધોબીને “રાજાભિયોગ’ નામનો સમ્યક્તાદિનો આગાર બતાવી કપડા ધોવા સમજાવ્યો. ત્યારે ધોબીએ કહ્યું - દઢતા વિના ધર્મથી કશું થતું નથી. આમ આવા સંકટમાં પણ ધોબી કપડા ધોવા તૈયાર થયો નહીં. તેથી રાજાના માણસોએ પાછા ફરી રાજાને ધોબી વિરુદ્ધ ભરમાવી ઉશ્કેર્યા. રાજાએ પણ
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૨૬