________________
ગુસ્સે થઇ કહ્યું - આજ્ઞાભંગ કર્યો હોવાથી ધોબીનો કાલે સવારે પરિવાર સહિત નિગ્રહ કરીશ. ભાગ્યયોગે રાજાને રાતે જ ફૂલની એવી તીવ્ર પીડા થઇ કે જેથી આખા નગરમાં હાહાકાર થઇ ગયો. આમ ને આમ ત્રણ દિવસ વીતી ગયા. ધોબીએ પણ એકમના દિવસે કપડા ધોઇ બીજના દિવસે માંગવાપર આપી દીધા.
એ જ રીતે એકવાર કો’ક પ્રયોજનવશ રાજાને ઘણા તેલની જરૂરત પડી. તેથી ચૌદશ હોવા છતાં ઘાંચીને ઘાણી ચલાવવાનો આદેશ કર્યો. પણ ઘાંચી પોતાના નિયમમાં દૃઢ રહ્યો. તેથી રાજા ગુસ્સે થઇ કંઇ પગલુ ભરે, એટલામાં જ બીજા રાજાના હુમલાના સમાચાર આવ્યા. રાજા સૈનિકો સાથે સામે જઇ યુદ્ધમાં જીતવાના કાર્યમાં મગ્ન થઇ ગયા. વાત પૂરી થઇ. એ જ રીતે ખેડૂતને આઠમનું સારું મુહૂર્ત જોઇ રાજાવગેરેના હળ ખેડવાનો આદેશ અપાયો. પણ ખેડૂત માન્યો નહીં. રાજા ગુસ્સે ભરાયો. પણ સતત વરસાદ પડવાથી ખેડૂતનું સંકટ પણ ટળી ગયું અને પર્વનો નિયમ જળવાઇ ગયો.
આમ અખંડ પર્વનિયમ પાલનના પુણ્યથી એ ત્રણે મરીને છઠ્ઠા દેવલોકમાં ગયા. ચૌદ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. શેઠ મરીને બારમાં દેવલોકમાં ગયા. પણ એ ચારેની દેવલોકમાં સારી મૈત્રી થઇ. છઠ્ઠા દેવલોકમાં ગયેલા ત્રણેએ પોતાનું આયુષ્ય પૂર્ણ થવાની અણીપર શેઠના જીવ દેવને કહ્યું - તમારે પૂર્વભવની જેમ અમારા આવતા ભવમાં પણ અમને પ્રતિબોધ પમાડવો.
એ ત્રણે ત્યાંથી ચ્યવીને જુદા જુદા રાજાઓને ત્યાં રાજપુત્ર તરીકે અવતાર પામ્યા. યુવા વયે મોટા રાજ્યોના સ્વામી પ્રૌઢ રાજા થયા. ત્રણે ક્રમશઃ ધીર, વીર અને હીર તરીકે પ્રસિદ્ધ થયા. એમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વદિવસોમાં બધેથી પૂરો લાભ થતો. બીજા દિવસોએ નુકસાન થતું. તેથી તે શેઠે જ્ઞાનીને પૂછ્યું. જ્ઞાનીએ કહ્યું - પૂર્વભવમાં તમે દરિદ્ર હોવા છતાં નિયમબદ્ધ થઇ પર્વદિવસો યથાશક્તિ બરાબર પાળ્યા હતા. બીજા દિવસોએ એવી વ્યસ્તતા ન હોય તો પણ આળસવગેરેના કારણે ધર્મકાર્યોમાં પ્રમાદવાળા થયા. તેથી તમને આ ભવમાં આવો અનુભવ થાય છે. કહ્યું જ છે – ચોરો પણ તેવું ચોરી જતાં નથી, અગ્નિ પણ બાળીને તેટલું નુકસાન કરતો નથી, જુગારમાં પણ હારવાથી એટલું જતું નથી, જેટલું ધર્મકાર્યોમાં કરાયેલો પ્રમાદ નુકસાન કરે છે. એ પછી એ શેઠ પરિવારસહિત ધર્મકાર્યમાં અપ્રમત્ત બન્યા અને પૂરી શક્તિથી બધા પર્વો આરાધવા માંડ્યા. વેપાર પણ નીતિવગેરે દ્વારા વ્યવહારશુદ્ધિ જાળવીને અત્યંત ઓછા આરંભસાથે બીજ વગેરે પર્વ દિવસોએ જ કરવા માંડ્યા, બીજા દિવસોએ નહીં. આથી વિશ્વાસ પામેલા ઘરાકો પણ બીજા વેપારીઓને છોડી તેમની પાસે માલ લેવા માંડ્યા. આમ એ થોડા જ દિવસમાં અનેક કરોડ સોનામહોરના માલિક થઇ ગયાં.
કાગડો, કાયસ્થ (લહિયાઓ) અને કુકડા આ ત્રણ પોતાના કુલના પોષક હોય છે, ને વેપારી, કુતરો, હાથી અને બ્રાહ્મણ આ ચાર પોતાના જ કુલના ઘાતક હોય છે. આ પંક્તિ અનુસાર ઈર્ષ્યા વગેરેથી અનાર્યપણું સેવી બીજા વેપા૨ીઓએ રાજા આગળ ચાડી ખાધી કે - આ શેઠને અનેક કરોડ સોનામહોરનો ભંડાર મળ્યો છે. રાજાએ એ શેઠને બોલાવી પૂછ્યું. ત્યારે શેઠે કહ્યું - મેં ગુરુ ભગવંત પાસે સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન વગેરેના નિયમ લીધા છે. (જમીનમાંથી નિધિ મળે, તે લેવામાં સ્કૂલ અદત્તાદાન લાગે ને ખોટું બોલવામાં સ્થૂલ મૃષાવાદ લાગે.) તેથી ભંડાર-નિધિની વાત ખોટી છે. પણ બીજા વેપારીઓએ રાજાને ભરમાવ્યા કે એ ‘ધર્મધૂર્ત’ (ધર્મને નામે ઠગનારો) છે. તેથી રાજાએ એ બધું ધન શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૨૭